શું આ નથી સાચું મહિલા સશક્તિકરણ ?

947113_599964450027379_1541214723_n

મિત્રો, આપણે સૌ મહિલા સશક્તિકરણની તો ઘણી વાતો કરીએ છીએ પરંતુ વાસ્તવમાં જયારે તેનો અમલ કરવાનો સમય આવે ત્યારે ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ !

આજે હું તમારી સાથે સુરત જીલ્લાના કેટલાક અંતરિયાળ ગામડાઓમાં કામ કરતી બહેનોની વાત કરવા માંગું છું. જ્યાં હમણા અઠવાડિયા પહેલા હું રૂબરૂ જઈને આવ્યો અને મને “રીયલ ગુજરાત” ના દર્શન થયા, આજે પણ તે ગામમાં કુપોષણ, ગરીબી, બેકારી, શિક્ષણનો અભાવ આવી ઘણી સામાજિક સમસ્યાઓ જોવા મળે છે. આ લોકોને સપોર્ટ કરવા ખાતર જ ખાસ હું આ પોસ્ટ લખું છું.

shakti foundation5

આ બહેનો પોતાનું ગુજરાન ચલાવવા માટે અગરબત્તી બનાવવાનું કામ કરે છે. અગરબત્તી બનાવીને આ બહેનો દર મહીને 3૦૦૦ થી માંડીને ૫૦૦૦ રૂપિયા સુધીની કમાણી કરી લે છે. આ બહેનોને મદદરૂપ થવા માટે “શક્તિ” (સુરત) નામની સંસ્થા આગળ આવી છે, જે આ બહેનોને અગરબત્તી ઉદ્યોગ ચલાવવામાં મદદ કરે છે. પરંતુ દુઃખની વાત એ છે કે આજે આ બહેનોને પોતાની આ કામગીરીને ટકાવવા માટે પુષ્કળ મહેનત કરવા છતાં તકલીફ પડી રહી છે ! ખબર છે કેમ? કારણ કે અગરબત્તી લેવા વાળા લોકો કેટલા? વળી, અગરબત્તી કરવા વાળા લોકો કેટલા? આ ઉપરાંત, મોટા-મોટા વેપારીઓ પણ ઉધાર માલ માંગતા હોય ત્યારે આ બહેનો પોતાનું ગુજરાન ચલાવે કઈ રીતે?

542595_565147373509087_692214095_n

આપણે સૌ ખાણી-પીણી, મોજ-શોખ, મોબાઈલ, કપડાથી માંડીને દરેક વસ્તુ પર અઢળક ખર્ચો કરીએ છીએ. પોતાના માટે વપરાતી બીજી બધી લક્ઝરી વસ્તુ માટે ભલે આપણે “બ્રાંડ ચૂઝી” બનીએ પણ ભગવાન, ઈસુ કે અલ્લાહને ખુશ કરવા માટેની અગરબતી તો આ ગરીબ બહેનોના કરચલી વાળા હાથથી બનાવેલી જ વાપરીએ, કદાચ તમારા આ કાર્યથી ભગવાન, ઈસુ કે અલ્લાહ ૧૦૧% વધુ ખુશ થશે, એવું તમને નથી લાગતું ?

shakti foundation3

અગરબત્તી એ કદાચ આપણી જીવન જરૂરીયાતની વસ્તુ નથી ! પણ આ બહેનો માટે જીવન જરૂરિયાતની વસ્તુ છે ! તેનાથી બહેનોનું જીવન ચાલે છે, તેમની રોજી-રોટી ચાલે છે! તો શું આપણી ફરજ નથી બનતી કે આપણે તેમનું જીવન ટકાવી રાખવામાં મદદરૂપ થઈએ?

 

તેઓને મદદરૂપ થવા આપણે શું કરી શકીએ ?

==========================

૧. તમારા શહેર કે ગામમાં પણ શક્તિ અગરબત્તીનું વેચાણ થઇ શકે છે.

૨. કોલેજમાં વિવિધ ડેઝ ઉજવતા યંગસ્ટર્સ આ બહેનોના લાભાર્થે ગ્રુપ બનાવીને શક્તિ અગરબત્તી ખરીદીને એક નવો ટ્રેન્ડ ચાલુ કરી શકે છે !

૩. વિવિધ પ્રસંગે ભેટ-સોગાદોની આપ-લે કરતા આપણે સૌ શું શક્તિ અગરબત્તીની ભેટ ન આપી શકીએ?

૪. દરેક વ્યક્તિ દર મહીને જો નિયમિત રીતે માત્ર ૧૦૦ રૂપિયાની અગરબત્તી પણ ખરીદી શકે તો તેનાથી બહેનોને ચોક્કસ મદદ મળશે. નથી લાગતું, કે આ જ છે સાચું મહિલા સશક્તિકરણ ?

 

જો પોસ્ટ વાંચીને તમને આ બહેનોની મદદ કે તેમને સપોર્ટ કરવાનો વિચાર આવતો હોય તો તમે અચૂક કરી શકો.

 

કેવી રીતે ?

=======

૧. તમે આ બહેનો દ્વારા બનેલી અગરબત્તી ખરીદી શકો છો.

૨. જો તમે બીઝનેસ કરતા હો તો તમારા એમ્પ્લોયીને ભેટમાં અગરબતી આપી શકો.

૩. જો તમે યંગસ્ટર્સ હો, તો તમે પણ “શકતી” સંસ્થા સાથે જોડાઈને આ વિચારધારાને તમારા સર્કલમાં ફેલાવી શકો છો. વગેરે…

મિત્રો, કોઈને દાન આપવું એ પુણ્યનું કામ છે પણ કોઈ ને રોજી-રોટી કમાવામાં મદદ કરવીએ મારા મતે એનાથી વધુ પુણ્યનું કામ છે. રોજનું કમાઈને રોજ ખાવા વાળી આ બહેનોનો એકમાત્ર આધાર અગરબત્તી જ છે ત્યારે આપણે વિચારવાનું છે કે આપણે શું કરી શકીએ?

જે પણ મિત્રો સપોર્ટ કરવા માંગતા હોય તે મિત્રો નીચે આપેલ માહિતી પર કોન્ટેક્ટ કરી શકે છે.

ઈ મેઈલ : [email protected]

ફોન નંબર : +919727757570 (સોનલબેન રોચાણી – સુરત)

 

પોસ્ટને શેર એકવાર કરી લોકોને સપોર્ટ કરવા આમંત્રિત કરીએ.

ટીપ્પણી