શક્કરીયાની ખીર – આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને ફરાળ જમવામાં ડબલ આનંદ આવશે

શક્કરીયાની ખીર

શિવરાત્રી આવે છે તો આજે એક ફરાળી વાનગી બનાવીએ આજે શિવરાત્રી પર ખાઈ શકાય એવી શક્કરીયાની ખીર કેવી રીતે બનાવવી તે જોઈશું આ ખીર ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ૧૦-૧૨ મિનીટ માં તે બની જાય છે.

સામગ્રી :

1) ૫૦૦ મિલી – દૂધ,
2) પોણો કપ – બાફીને છીણેલું શક્કરીયું ,
3) ૨ ચમચી – ખાંડ,
4) ૧/૪ ચમચી – ઈલાઈચી જાયફળ નો પાવડર ,
5) કેસર ,
6) બદામ,
7) પીસ્તા.

રીત : 

1) દૂધ ગરમ કરવા મુકો ,થોડું ગરમ થાય એટલે છીણેલું શક્કરીયું એડ કરો અને સરસ રીતે મિક્ષ કરી લો

2) ૫ મિનીટ પછી તેમાં ખાંડ ઉમેરો (ઘરના ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકાય )

3) કેસર અને સમારેલા બદામ – પીસ્તા એડ કરો

4) ૧૦ મિનીટ પછી ખીર ઘટ્ટ થવા આવે ત્યારે ઈલાઈચી અને જાયફળ નો પાવડર ઉમેરી ગેસ બંધ કરી દો અને ખીર ને ઠંડી થવા દો

5) ઠંડી થયા પછી આ રીતે થીક થઈ જશે


6) બ્લાંચ કરેલા બદામ – પીસ્તા થી ગાર્નીશ કરી ખીરને સર્વ કરો

નોંધ – શક્કરીયા બને ત્યાં સુધી રેસા વગરના હોય તેવા લેવા અને વરાળે બાફવા ,ખીર ગરમ અને ઠંડી બને રીતે ટેસ્ટમાં સરસ લાગે છે.

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block