શાહી કાજુ કારેલા સબ્જી – એકવાર આ સબ્જી બનાવો, જે કારેલા નથી ખાતા એ પણ આંગળા ચાટી ચાટીને ખાશે……

શાહી કાજુ કારેલા સબ્જી

કાજુ કારેલા ની શાહી સબ્જી. કરેલા નું નામ સાંભળી ને જ બનાવવાનું મન ના થાય ને. પરંતુ આ સબ્જી ને લોકો ઘણી અલગ અલગ રીત થી બનાવે છે. જો આ રીત ફોલો કરી અને કાજુ કરેલા ની સબ્જી બનાવશો તો મોટા થી લઇ ને નાના સુધી ઘર ના બધા જ વખાણ કરતા નહિ થાકે.આ સબ્જી માં કાજુ, મલાઇ અને ચીઝ પણ ઉમેરી શકાય છે. જેથી બાળકો પણ આ સબ્જી ખુબ જ પસંદ કરશે. તો ચાલો બનાવીએ શાહી કાજુ કરેલા ની સબ્જી.

સામગ્રી:

 • ૩-૪ નંગ કારેલા,
 • ૧ ચમચો જેટલા કાજુ,
 • ૧ ચમચો મલાઈ,
 • ૧ નંગ ડુંગળી,
 • ૧ નંગ ટમેટું,
 • ૧ નંગ લીલું મરચું,
 • ૫-૬ કળી લસણ,
 • ૫-૬ ચમચી તેલ,
 • ૧ ચમચો ગોળ,
 • ૧ ચમચી જીરું,
 • ૨ ચમચી મરચું પાઉડર,
 • ૨ ચમચી ધાણાજીરું,
 • ૧ ચમચી હળદળ,
 • ૧ ચમચી નમક.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું કરેલા. ત્યાર બાદ તેની છાલ કાઢી લેવી. ત્યાર બાદ તેના નાના નાના કટકા કરી લેવા. ત્યાર બાદ એક કુકર માં એક ગ્લાસ પાણી, કારેલા અને ઉપર થી નમક ઉમેરી કારેલા બાફવા માટે મૂકી દેવા. તેને ૨ સીટી થાય ત્યાં સુધી ધીમી આંચ ઉપર થવા દેવું.ત્યાર બાદ આપણે લઈશું ડુંગળી, ટામેટા, મરચા અને લસણ. બધા જ ને છાલ કાઢી નાના નાના કટકા કરી લેવા.ત્યાર બાદ કારેલા ને એક ચારણી માં પાણી નીતારવા માટે મૂકી દેવું. જ્યાં સુધી પાણી પૂરી રીતે નીતરી જાય આગળ ની પ્રોસેસ કરીશુંહવે આપણે એક પેન માં તેલ ગરમ મુકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરવું. જીરું તતડી જાય એટલે તેમાં લસણ, ડુંગળી, મરચા, અને ટમેટા ઉમેરી સાંતળી લો. તેને ધીમી આંચ ઉપર પાકવા દેવું.ત્યાર બાદ તેમાં ઉમેરીશું કાજુ. મેં એક ચમચા જેટલા ઉમેર્યા છે. તમને વધારે માત્રા માં પસંદ હોય તો પણ ઉમેરી શકો છો. કાજુ ઉમેરી તેને બરાબર મિક્ષ કરી લેવા.ત્યાર બાદ તેમાં ઉમેરીશું મલાઈ મલાઈ ઉમેરવાથી ખુબ જ સરસ ગ્રેવી તૈયાર થઇ જશે. અને તેને પણ ચમચા વડે ખુબ જ સારી રીતે ચલાવી મિક્ષ કરી લેવી.ત્યાર બાદ ચારણી માં પાણી નીતારવા માટે કારેલા રાખ્યતા તેમાં થી થોડું પણ પાણી બચી ગયું હોય તો તેને હાથ વડે બધું જ પાણી બહાર કાઢી લેવું.કરેલા માંથી આવી રીતે પાણી નિચોવવાથી તેમાં રહેલી કડવાશ નીકળી જશે. ત્યાર બાદ કોરા થઇ ગયેલા કરેલા પેન માં ઉમેરીશું. અને પ્રોપર મિક્ષ કરી લેશું.હવે તેમાં મસાલા ઉમેરીશું. જેમાં નમક, મરચું પાઉડર, હળદળ, ધાણાજીરું. ઉમેરીશું. વધારે સ્વાદિષ્ટ કરવું હોય તો કોઈ પણ ગરમમસાલો પણ ઉમેરી શકાય છે. ત્યાર બાદ તેમાં ઉમેરીશું ગોળ. જેથી આ શાક મીઠું પણ બનશે અને કારેલા ની જરા પણ કડવાશ નઈ લાગે.ત્યાર બાદ બધા જ મસાલા મિક્ષ કરી લઈશું અને તેને ધીમી આંચ ઉમર ૫-૬ મિનીટ સુધી પાકવા દઈશું. તો તૈયાર છે શાહી કાજુ કારેલા ની સબ્જી જેને એક સેર્વિંગ બાઉલ માં કાઢી સેર્વ કરો. આ રીત થી બનાવીને આપશો તો બાળકો પણ ખુબ જ પસંદ કરશે.

નોંધ :  આ સબ્જી માં ગોળ ની જગ્યા પર ખાંડ પણ ઉમેરી શકાય છે. આ સબ્જી માં ખુબ જ માત્રા માં કાજુ મલાઈ છે. તેમજ આપણે આમાં ચીઝ ઉમેરીએ તો બાળકો વધુ પસંદ કરશે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી