શાહરૂખ-ગૌરીના લગ્નજીવન પરથી શીખવા જેવી છે આ પાંચ વાતો !! ૨-૩ જોરદાર છે…

બેસ્ટ કપલ છે શાહરૂખ-ગૌરી

બોલિવૂડના કિંગખાન એટલે કે શાહરૂખ પાસેથી ઘણી વાતો શીખવા જેવી છે. આ વાત એક્ટિંગ પૂરતી જ સીમિત નથી. શાહરૂખ અને ગૌરીની ગણના બોલિવૂડના બેસ્ટ કપલમાં થાય છે. જેની પાસેથી રિલેશનશીપ અંગે ઘણું શીખવા જેવું છે. ફ્રેન્ડશીપ ડેના દિવસે અમે જણાવી રહ્યા છીએ પાંચ રિલેશનશીપ ગોલ જેને લીધે શાહરૂખ-ગૌરી બી ટાઉનના પાવર કપલ બન્યા છે.

આપી રહ્યા એકબીજાનો સાથ

બોલિવૂડમાં બ્રેકઅપ અને પેચઅપ હંમેશા મીડિયાની હેડલાઇનમાં છવાયેલા રહે છે. જ્યારે શાહરૂખ અને ગૌરી આ ઓક્ટોબરમાં તેઓ 26મી મેરેજ એનિવર્સરી ઉજવવા માટે તૈયાર છે. જોકે, તેઓ 3 દશક કરતા પણ વધારે સમયથી એકબીજાનો સાથ આપી રહ્યા છે.

મુશ્કેલીમાં પણ આપ્યો એકબીજાને સપોર્ટ

એવું કહેવાય છે કે કોઇપણ રીલેશનશીપ પર્ફેક્ટ હોતી નથી. પરંતુ સાથે રહેવા માટે કપલે તેને પર્ફેક્ટ બનાવવી પડે છે. જુદા ધર્મમાંથી આવતા હોવાને કારણે આ કપલને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ સમયમાં એકબીજાને પૂરો સપોર્ટ આપ્યો હતો. શાહરૂખ ખાને એકવાર ટીવી શોમાં કહ્યું હતું કે,’મેં ‘દિલ આશના હૈ’નું શૂટિંગ જુનમાં શરૂ કરેલું અને અમે ઓક્ટોબરમાં લગ્ન કરેલા. અમારૂ હનિમૂન ફિલ્મના સેટ પર જ થયેલું”

સાથે પસાર કરે છે ક્વોલિટી ટાઇમ

બિઝી શેડ્યૂલ હોવા છતાં આ ક્યૂટ કપલ એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવા માટે સમય કાઢી લે છે. સોશ્યિલ મીડિયા પર ફેમિલી વેકેશનના ફોટોઝ આ વાતની સાબિતી પૂરી પાડે છે. આ વાત શાહરૂખ અને ગૌરી વચ્ચેનું બોન્ડિંગ દર્શાવે છે.

ફેમિલીને પહેલા મહત્વ

શાહરૂખ અને ગૌરી પોતાના બાળકો પ્રત્યે ખૂબ પ્રોટેક્ટિવ છે. જો વાત કરવામાં આવે શાહરૂખની ફેમિલી લાઇફ અને ગૌરી સાથેના રિલેશનશીપની તો શાહરૂખે એક ચેટ શોમાં કહેલું કે,’અમે ઘણાં સમયથી એકબીજાને ઓળખતાં હતાં. એક સ્ટેજ એવું પણ આવ્યું જેમાં અમને બન્નેને મૂનલાઇટ વચ્ચે બેસવાની કોઇ જ જરૂર નહોતી. અમને બન્નેને એકબીજા પ્રત્યે પૂરો પ્રેમ છે. અમને સુંદર બાળકો છે જે અમારા પ્રેમની નિશાની છે.’

પ્રોફેશનલ લાઇફમાં પણ સાથે

શાહરૂખ અને ગૌરી પર્સનલ લાઇફમાં તો સાથે રહે જ છે આ ઉપરાંત પ્રોફેશનલ લાઇફમાં પણ તેઓ સાથે જોવા મળે છે. પોતાની સક્સેસફૂલ પ્રોડક્શન કંપની ચલાવવા ઉપરાંત તેઓ બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે. જે તેમને રીચેસ્ટ કપલમાં સમાવેશ કરાવે છે.

શાહરૂખ ખાન ની કેટલીક અજાણી વાતો :

સૌથી પહેલા વખત કરીએ શાહરૂખના નામની, તો શાહરૂખનું આ અસલ નામ નથી. શાહરૂખની નાનીએ તેનું નામ અબ્દુલ રહેમાન રાખ્યું હતું. જે તેના પિતાએ પાછળથી ફેરવીને શાહરૂખ કર્યું હતું.

જોકે આ નામ ક્યાંય પણ રર્જિસ્ટાર નથી. તમને જાણીને નવાઇ લાગશે કે શાહરૂખને એક્ટિંગમાં આવવાનો રસ ન હતો. તે ઇન્ડિયન આર્મીમાં પોતાની કારર્કિદી બનાવવા માંગતા હતા. જેના માટે તેણે આર્મી સ્કૂલમાં એડમિશન પણ લીધુ હતું. પરંતુ તેની માતા અચ્છતી ન હતી કે તે આર્મીમાં જાય.

શાહરૂખ ખાનની અન્ય એક વાત એ પણ સામે આવી છે કે જ્યારે તે 6 વર્ષનો હતો ત્યારે તેની નાનીએ તેને દત્ત લીધો હતો. નાનીના ગુજરી ગયા પછી શાહરૂખ પોતાના માતા-પિતા પાસે રહેવા ગયો હતો. જ્યારે શાહરૂખ 15 વર્ષનો હતો, ત્યારે તેના પિતાનું નિધન થયું હતું.

શરૂઆતના દિવસોમાં શહરૂખ સિનેમા ઘરની બહાર ટિકિટ વેચવાનું કામ કરતો હતો. શાહરૂખના ફેવરિટ એક્ટર દિલીપ કુમાર અને એક્ટ્રેસ મુમતાઝ હતા. એક્ટિંગ કરતી વખતે તે કાયમ દિલીપ કુમારની કોપી કરતા હતા. પરંતુ તેને હંમેશા એવું લાગતું કે તે એક્ટિંગ માટે નથી બન્યો.

1989માં ટીવી સિરિયલ ફોજીથી આ ઇન્ડસ્ટ્રિમાં તે આવ્યો. પોતાની માતાના નિધન બાદ ફિલ્મોમાં કરિયર બનાવવા માટે તે દિલ્હીથી મુંબઇ આવ્યો હતો. શાહરૂખે એક જ દિવસમાં પાંચ ફિલ્મો સાઇન કરી હતી.

શાહરૂખ એક એવો હિરો છે કે જેણે કારકિર્દીની શરૂઆતા વિલન તરીકે કરી હતી. બોલિવુડમાં આવ્યા પહેલા શાહરૂખ એક રેસ્ટોરેન્ટમાં કામ કરતો હતો. શાહરૂખ હોક્કી અને ફૂટબોલમાં ચેપ્પયન છે. પણ તેને ઘોડેસવારીથી ખૂબ જ ડર લાગે છે. ગોરી 14 અને શાહરૂખ 18 વર્ષનો હતો ત્યારે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

સૌજન્ય : આઈ એમ ગુજરાત, સંકલન : દીપેન પટેલ

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block