અત્યારે બજારમાં લીલા ચણા ખુબજ સરસ મળે છે તો તેમાં થી એક રેસીપી બનાવીશું

લીલા ચણાનું શાક

જરૂરી સામગ્રી :

1) ૨૫૦ ગ્રામ – લીલા ચણા
2) ૧ ચમચી – તેલ
3) ૧ ચમચી – બેસન
4) ૧/૨ ચમચી – દહીં
5) ૧/૨ ચમચી – અજમો
6) ૧/૪ ચમચી – હિંગ
7) ૧/૨ ચમચી – હળદર
8) ૧ ચમચી – વાટેલા મરચા (જો લસણ એડ કરવું હોય તો સાથે વાટી લેવું )
9) ૨ ચમચી – લાલ મરચું
10) ૧ ચમચી – ધાણાજીરું
11) ૧ ચમચી – ગોળ
12) સમારેલી કોથમીર
13) મીઠું
14) પાણી

અત્યારે બજારમાં લીલા ચણા ખુબજ સરસ મળે છે તો તેમાં થી એક રેસીપી બનાવીશું ,આજે આપણે લીલા ચણા નું રસાવાળું શાક બનાવીએ જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવું પણ સરળ છે આ શાક ને તમે રોટલી ,પરોઠા કે ભાત સાથે સર્વ કરી શકો છો અને એ ઠંડુ થયા પછી પણ ટેસ્ટી લાગે છે તો જો ટીફીન માં બનાવીને આપશો તો પણ ખૂબ મજા આવશે

બનાવવાની સરળ રીત :

1) સૌથી પહેલા કૂકર માં ફોલેલા ચણા ,મીઠું અને ૧ કપ જેટલું પાણી એડ કરી ૩ સીટી કરી લો (સોડા એડ કરવાનો નથી )


2) એક વાડકામાં બેસન ,દહીં અને ૩-૪ ચમચી જેટલું પાણી એડ કરી મિક્ષ કરી લો


3) કડાઈ માં તેલ ગરમ કરવા મુકો ,ગરમ થાય એટલે તેમાં અજમો ,હિંગ ,હળદર અને વાટેલા મરચા ઉમેરી સાતળી લો


4) તેમાં બાફેલા ચણા ,બેસન નું મિશ્રણ અને ૧/૨ કપ જેટલું પાણી ઉમેરી મિક્ષ કરી લો


5) હવે તેમાં મીઠું ,મરચું અને ધાણાજીરું ઉમેરો


6) ગોળ ઉમેરો (ઓછો વધતો કરી શકાય )


7) બેસન ચઢી જાય અને ગોળ એકદમ ઓગળી જાય ત્યાં સુધી શાક ને ઢાંકીને ચઢવા દો (જરૂર લાગે તો ફરી પાણી એડ કરવું )


8) આ રીતે તેલ થોડું ઉપર દેખાય એટલે સમારેલી કોથમીર એડ કરી મિક્ષ કરો અને ગેસ બંધ કરીને શાકને ૫ મિનીટ સીઝવા દો


9) હવે આપણું લીલા ચણા નું રસાવાળું શાક તૈયાર છે

સૌજન્ય : શ્રીજી ફૂડ

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી