“સેઝવાન ટ્રાયો બ્રેડ પકોડા” – નવીન વાનગી સાથે અમે ફરી હાજર છીએ.. બનાવો અને બીજાની સાથે પણ શેર કરો…

જીભના ચટાકાછે ? તો ટ્રાય કરો સેઝવાન ટ્રાયો બ્રેડ પકોડા એક ઇસી-ક્વિક રેસીપી છે…બહુ થોડી સામગ્રીથી બનેછે. આ કમોસમનો વરસાદ ભલે વરસતો …તમે પકોડા ખાઈને મોજ કરો…

સામગ્રી (8 નંગ પકોડા માટે )

6 બ્રેડ સ્લાઇસ,
3 વાટકી ચણાનો લોટ,
1/2 વાટકી સેઝવાન ચટણી,
1/2 વાટકી ટોમેટો કેચઅપ,
1/2 વાટકી ગ્રીન ચટણી,
2 ચીઝ સ્લાઈસ,
2 ટી સ્પૂન ચીલ્લી ફ્લેક્ષ(ઓપ્સ્નલ ),
મીઠુ,
હળદર,
તળવા માટે તેલ,

રીત :

(1)સેઝવાન ચટણીને ટોમેટો કેચઅપ સાથે બરાબર મિક્ષ કરીલો..(તીખું ભાવતુ હોય તો ટોમેટો કેચઅપનુ પ્રમાણ સેઝવાન ચટણી કરતા ઓછુ રાખવુ )

(2)હવે એક બ્રેડ સ્લાઇસની ઉપર ગ્રીન ચટણી ચોપડો.તેની પર બીજી બ્રેડ સ્લાઇસ મુકો અને તેની પર તૈયાર સેઝવાન મિક્ષ લગાડો.તેના પર એક ચીઝ સ્લાઇસ મૂકીદો અને તેને ત્રીજી બ્રેડથી કવર કરીલો.
(આમા જો ચીઝના હોયતો પાછા લેવા ના દોડતા..ચીઝ વગર પણ પકોડા મસ્ત જ લાગશે☺)

(3)હવે ભજીયા માટે જોઇએ તેવુ ચણાના લોટનુ ખીરું બનાવો.(પાણી ધીરે ધીરે રેડવું..ખીરુના પાતળુ ના બહુ ઘટ્ટ )તેમાં સ્વાદ અનુસાર હળદર અને મીઠુ તેમજ ચીલ્લી ફ્લેક્ષ ઉમેરો( વાહ રે ચટાકા ?)

(4)સાચવીને આ તૈયાર બ્રેડ સ્લાય્સીસને ખીરામાં બોળી ચારે બાજુથી ચોપડીલો .બીજીબાજુ ફેરવી,તેને પણ ખીરામાં લપેટીલો.. હવે ગરમ તેલમાં સાચવીને આ પકોડને તેલમા મુકોજો… જો જો આ થોડુ ટ્રિકિ કામછે ! હાથ દાજે નહીઁ જ્યારે તમે પકોડાને તેલમા મૂકો! બાપા પછી દાજ્શો તો હાથ પકોડા જેવો થશે તો ઉપાધિ ?

(5)બંને બાજુ પકોડાને ગોલ્ડન તળી પેપર ટોવેલ પર કાઢીલો.(જ્યારે પકોડાની સાઈડ ચેન્જ કરો ત્યારે જારા સાથે એક ચમચીની મદદ લેવી…રેસીપી આપુ પણ સાથે તમારુ ધ્યાન રાખવા આવી ટીપ પણ આપવી પડે ને ?)

(6) હવે આ પકોડાને ત્રિકોણ કાપી સેઝવાન ચટણી તથા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.. મસ્ત કલરફૂલ સ્પાઈસી પકોડા, બનાવી ને જણાવજો કે જલસા પડ્યા કે નહીઁ ?

રસોઈની રાણી : Rups in the Kitchen

પાછા રેસીપી શેર કરવાનું ભૂલતા નહિ, ફરીથી મળીશું નવી રેસીપી સાથે ક્યાં? અહિયાં જ. રસોઈની રાણી સાથે.

ટીપ્પણી