સેવપુરી – દરેક ઘરોમાં નાના મોટા સૌની ફેવરીટ આ પૂરી તમે પણ બનાવજો, તમારા ઘરે પણ સૌને ભાવશે……

સેવપુરી

ચટપટુ અને ચાટ જેવુ સ્ટ્રીટ ફૂડ એટલે બધાજ એઇજ ગ્રુપનું ફેવરિટ ફૂડ. આપણે હાલતા મન થાય એટલે સેવપુરી,પાણીપુરી અને ભેળ જેવા ચાટ આપણે બહાર લારીમાં કે હોટેલમાં ખાવા જતા હોય છે. પરંતુ તમે લોકો ઘરે બનાવો છો કે નહીં? બહારનું અનહાઇજીન ખાવું તેના કરતા સારુ છે કે આપણે ઘરે જ બહાર જેવું ફૂડ બનાવીએ અને તે સ્વાસ્થય ની દ્રષ્ટિએ પણ પૌષ્ટિક હશે. તો ચાલો બનાવીએ એકદમ બહાર જેવીજ,

સામગ્રી:

 • ૧ પેકેટ નાયલોન પુરી,
 • ૪ બટેટા,
 • ૧ કપ મગ,
 • ૧ કપ દેશી ચણા,
 • ૨ મોટી ડુંગરી,
 • ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ,
 • થોડીક ઝીણી સમારેલી કોથમીર,
 • મીઠું સ્વાદઅનુસાર,
 • અડધી ચમચી લાલ મરચું,
 • ૧૦૦ ગ્રામ નાયલોન સેવ.

મીઠા દહીં માટે:

 • ૧ વાટકો દહીં,
 • ૧ ચમચો ખાંડ,
 • સ્હેજ મીઠું.

મીઠી ચટણી માટે:

 • ૨/૩ આંબલી,
 • ૮/૧૦ ખજૂર,
 • સ્હેજ જીરાનો ભુક્કો,
 • મીઠું સ્વાદઅનુસાર,
 • એક ચમચી ખાંડ.

ફૂદીનાની ચટણી માટે:

 •  ૧ ઝુડી ફૂદીનો,
 • ૨ લીલા મરચા,
 • અડધુ લીંબુ,
 • ૧ ચમચી જલજીરા પાઉડર,
 • મીઠું સ્વાદઅનુસાર.

લીલી ચટણી માટે:

• ૬/૭ લીલા મરચા
• ૧ લીંબુ
• ૧ કપ શીંગદાણા
• સ્હેજ હળદર
• મીઠું સ્વાદઅનુસાર

રીત:
૧. મગ અને ચણાને આખીરાત પલાળી લેવા. પલાળેલા મગ અને ચણાને કુકરમાં એક ગ્લાસ પાણી અને સ્હેજ મીઠું નાખીને એક સીટી કરીને સ્હેજ બાફી લેવા.

૨. બટેટાને બાફીને છાલ ઉતારીને માવો કરી લેવો.

૩. બટેટાના માવામાં બાફેલા મગ,ચણા,આદુ-લસણની પેસ્ટ,ઝીણી સમારેલી કોથમીર,મીઠું,લાલ મરચું અને ઝીણી સમારેલી ડુંગરી મિક્ષ કરી લેવા.

૪. મીઠા દહીં માટે દહીં,દળેલી ખાંડ અને મીઠું સાથે વલોવી લેવા.

૫. મીઠી ચટણી માટે ખજૂર અને આંબલી ૩/૪ કલાક પલાળીને એક મિક્ષરમાં ઝારમાં નાખીને તેમા જીરાનો ભુક્કો,ખાંડ,મીઠું અને સ્હેજ પાણી નાખીને પીસી લેવા.

૬. લીલી ચટણી માટે એક મિક્ષર ઝારમાં લીલા મરચાં,શીંગદાણા,લીંબુ,હળદર,મીઠું અને સ્હેજ પાણી નાખીને પીસી લેવા.

૭. ફૂદીનાની ચટણી માટે એક મિક્ષર ઝારમાં ફૂદીનો,લીલા મરચાં,લીંબુ,જલજીરા પાઉડર,મીઠું અને સ્હેજ પાણી નાખીને પીસી લેવા.

૮. નાયલોન પુરીમાં ધ્યાનથી તુટે નહીં તેમ ખાડા કરી લેવા.

૯. એક પ્લેટમાં ખાડા કરેલી પુરી લઇ તેમા તૈયાર કરેલ બટેટાનો મસાલો ભરવો ત્યાર બાદ લીલી ચટણી,ફૂદીનાની ચટણી અને મીઠી ચટણી થોડી થોડી ભરવી તેના ઉપર સ્હેજ મીઠું દહીં રેડવુ અને સૌથી ઉપર નાયલોન સેવ છાંટવી.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી