કોલેજના અમુક મિત્રો સાથે મળીને કરે છે ખુબ સરસ કામ… શેર કરો, લાઇક કરો..

- Advertisement -

કોલેજનાં બે મહિનાના ઉનાળા વેકેશનમાં જ્યારે પણ વચ્ચે વચ્ચે કોઈ કામથી કોલેજ જવાનું થતું ત્યારે મારા કોલેજના મિત્રો સાથે કોલેજની પાછળના ઝુપડપટીમાં રહેતા અને મજૂરી કરતાં પરિવારના બાળકોને શાળાએ જવા માટે તેમની સમજણ પ્રમાણે તેઓને સમજાવ્યા તેમજ તેં બાળકોના માતા પિતાને શાંતિથી ગામઠી ભાષામાં સમજાવ્યા કે બાળકોને શાળાએ ભણવા માટે મોકલવાથી તેમને અને તેમનાં બાળકોને શુ ફાયદો થશે.

ઝૂપડપટીમાં રહેતા માં-બાપની સાથે વાત કરતી વખતે તેમની પાસેથી તેઓ પોતાના બાળકોને શા માટે શાળામાં ભણવા માટે નથી મોકલતા તેનાં વિશે કેટલાક કારણો જાણવા મળ્યા કે.તેઓ મૂળ રાજસ્થાનથી અહીંયા મજૂરી કરવાનાં અર્થે આવ્યાં છે અને આજુબાજુના વિસ્તારમાં જે મજૂરી મળે તે કરે છે કોઈ પથ્થરની ખાણમાં તો કોઈ બીજી મજૂરી કરે છે.

સૌથી પહેલા તો બહાર ફરતા બે ત્રણ નાના છોકરાં અને છોકરીઓને અમે બોલાવી અને તેમને બિસ્કીટના પેકેમાથી બિસ્કીટ આપ્યાં.બિસ્કીટ જોતાંની સાથે જ નાના બાળકો રાજી રાજી થઈ ગયા.પછી તેમનાં મા બાપ સાથે વાત કરી. એ સમયે તેમના જ કુટુંબના એક ડોશીમાં એ વાત કરતા તેમની ભાષામાં કહ્યુ કે….

“હમ લોગ તો રાજસ્થાન સે મજુરી કરને કે લિયે યહાં પે આયે હૈ.હમ લોગો કો રાજસ્થાની અૌર હિન્દી અાતી હૈ લેકિન ગુજરાતી પુરી સમજમેં નહીં આતી.છોરાકો સ્કૂલમેં ભરતી કરવાએ તો વહાં સબકુછ ગુજરાતી મેં પઢાતે હૈ.”

અૌર હમ લોગ તો સુબહ મજુરી પે ચલે જાતે હૈ ફિર ઈનકો સ્કૂલ ભેજે ઔર છોરે રાસ્તે મેં કહી મોટર ગાડી મેં આ જાવે તો કોન ખ્યાલ રખેગા? ઈસલિયે અભીતક ઉસે સ્કુલમેં નહીં ભેજા.લેકિન આપ લોગ ઉનકો પઢાઓગે તો હમલોગ જરુર સબ બચ્ચો કો પઢને કે લિયે ભેજેંગે.??

કોલેજનાં દરેક મિત્રોના સહયોગથી આ કાર્ય ખૂબ સારી રીતે ચાલે છે અને હજી આગળ પણ આવી ઘણી બધી એક્ટિવિટી થતી રહેશે.

અમારી કોલેજના ઘણાંબધાં મિત્રો જ્યારે જે કોઈ ફ્રી હોય ત્યારે તેઓ પોતાનો સમય આપીને ખૂબ સારુ કાર્ય કરી રહયા છે. આ સમગ્ર ટીમ કોઈ પણ કાર્ય કરવા માટે હંમેશા તત્પર જ હોય છે કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીએ કોઈ પણ કામ માટે ના જ નથી પાડી.

અાજે ગર્વ સાથે મિત્રો સમક્ષ આ વાત મુકતાં એક વીશેષ આનંદ થાય છે.

ધણીવાર અપણે કોઈ મંદિરે જઈએ છીએ અથવા કોઈ ગાર્ડન પર આપણે ફરવા માટે જતા હોઈએ છીએ ત્યારે આવા ધણાબધા બાળકો આપણી પાસે રૂપિયા મેળવવાની લાલચ સાથે આવતા હોય છે.આવા નાનકડા બાળકોને આપણે અવગણતા હોઇએ છીએ નહિતર મોઢું બગાડી એકાદ બે રૂપિયા આપી નીકળી જઈએ છીએ એની જગ્યાએ જો આપણે એ રૂપિયા માંગતા બાળકને પ્રેમથી થોડો સમય આપી ભણવા માટે સમજાવિએ તેનાં ઘરનાં લોકો વિશે જાણીએ. શક્ય બને તો આવા બાળકોને તેમના માતા પિતાને ભણવા માટે શાળાએ જવા માટે સમજાવિએ તેમને જરૂરી નોટબુક પેન્સિલ કે કોઈ જરુરી વસ્તુ લઈ આપીએ તો એ મદદ કર્યાનો આનંદ કાઈક અલગ જ હોય છે.ક્યારેક આવુ કાર્ય કર્યા પછી ધરે જઈને રાત્રે સૂતી વખતે એકવાર સમગ્ર ધટના યાદ કરજો સંપુર્ણ ઘટના યાદ કરવાનો આનંદ કાંઇક અલગ જ હશે.જે આનંદ બીજી બધી મોજ મજામાંથી ક્યારેય નહીં મળ્યો હોય…..???

(Thank You Very Much to All Friends)
Thanks.
Spread Happiness.???

લેખક : ભાવિક.એચ.ચૌહાણ

ખુબ સરસ કાર્ય કરી રહ્યા છે આ મિત્રો, તમે પણ જો આવું કોઈ કામ કર્યું હોય તો વિગત કોમેન્ટ માં જણાવ. શેર કરો તમારા મિત્રો સાથે.

ટીપ્પણી