સેવ ઉસળ – વડોદરાની સ્પેશીયલ વાનગી…બહુ લોકો એ ડીમાંડ કરેલી

સેવ ઉસળ

સામગ્રી :

૧ કપ.. બાફેલા વટાણા (લીલાં/સૂકા)
૧ નંગ.. ડુંગળી
૧ નંગ.. ટામેટું
૨-૩ ટે. સ્પૂન.. તેલ
હળદર
લાલ મરચું
૧/૨ ટે. સ્પૂન.. ગરમ મસાલો
૧ ટી સ્પૂન.. સેવ ઉસળ નો મસાલો
૧ ટે સ્પૂન.. લસણીયું મરચું
મીઠું
પાણી .. જરૂર મૂજબ
૧/૨ ટી સ્પૂન. લીંબુ ને રસ
કોથમીર

સર્વિંગ માટે..
જીણી સેવ
જીણી સમારેલી ડુંગળી

રીત :

• વટાણા ને બાફી લો. અધકચરા ઓગળે તે રીતે બાફી લો. ડુંગળી અને ટામેટાં ને ચીલી કટર માં ક્રશ કરી અલગ-અલગ રાખો.
• લસણ ને કચરી લાલ મરચું, મીઠું ઉમેરી ખાંડી લો.
• પેન માં તેલ ગરમ કરી ડુંગળી સાંતળો.
બ્રાઉન થવા આવે પછી લસણીયું મરચું ઉમેરી ૨ મિનિટ પછી ટામેટાં ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરો.
• હવે સેવ ઉસળ નો અને ગરમ મસાલો, લાલ મરચું, હળદર ઉમેરી મિક્સ કરી બાફેલાં વટાણા, મીઠું અને જરૂર મૂજબ પાણી ઉમેરી સારી રીતે ઉકળવા દો.
• લીંબુ નો રસ અને કોથમીર ઉમેરો.
તૈયાર છે સેવ ઉસળ. સર્વિંગ બાઉલ માં જીણી સેવ, ડુંગળી, કોથમીર અને થોડું લસણીયું મરચું મિક્સ કરી સર્વ કરો.

નોંધ :

• સામાન્ય રીત સેવ ઉસળ સૂકા વટાણા થી બનતું હોય છે. પણ ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો વટાણા થી બનાવી શકાય છે. અહિંયા પણ લીલાં વટાણા થી બનાવેલું છે.
• પાણી વધારે રેડવું. રસો બહું જાડો નહિં પણ પાતળો રાખવો.
• સેવ ઉસળ બ્રેડ સાથે પણ ખાઇ શકાય છે.
• કોઇ ને કઠોળ ન ફાવતું હોય તે લીલાં વટાણા નો ઉપયોગ કરી શકે છે.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી