નાના મોટા સૌનું માનીતું શાક એટલે ‘સેવ ટામેટાનું શાક’, તો હવે ટ્રાય કરો ગ્રેવી બનાવીને એનો ટેસ્ટ જોરદાર છે.

સેવ ટામેટાનું શાક

  નાસ્તામાં સેવ તો ખાતા જ હોઈંએ છીએ. સેવ મમરા હોય કે પછી ચવાણું એમાં પણ સેવ તો હોય જ.ને એ જ  સેવનું શાક પણ બનાવીએ જ છીએ.  જે ખુબ જ સરળ અને જટપટ બનતું શાક છે. જયારે કોઈ પણ શાક ઘરમાં ના હોય અને અચાનક શાક બનાવવાનું થાય તો ટામેટા તો હશે જ તો આપણે તેનું શાક પણ બનાવી શકીએ છીએ.તો ચાલો આજે બનાવીએ સેવ ટામેટાનું શાક જે માત્ર ૫મિનીટ માં જ બની જશે…

સામગ્રી:

૧૦૦ગ્રામ સેવ,

૨ નંગ ટામેટા,

મસાલા માટે સ્વાદ મુજબ..

નમક, મરચું પાઉડર, ધાણાજીરું, ખાંડ.

ગર્નીશ માટે

૧ ટામેટાની સ્લાઈસ.

રીત:

સેવ ટામેટાનું શાક બનાવવા માટે આપણે લઈશું સેવ.આપણે જાડી સેવનો ઉપયોગ કરીશું. જેથી તે ગ્રેવીમાં ઓગળી ના જાય. આપણે ઘરે જે જાડી સેવ બનાવીએ એ પણ લઇ શકીએ છીએ. જો તમારી પાસે જાડી સેવ ના હોય તો જીણી સેવનો પણ ઉપયોગ કરી શકો છો.

હવે આપણે લઈશુ ફ્રેસ ટામેટા જેને મેં ધોઈ લીધા છે. અને ઉપર થી તેને કટ કરી લઈશું. અત્યારે શિયાળામાં ખુબ જ સરસ દેશી ટામેટા આવે છે.  તેનો જ ઉપયોગ કરીશું જેથી તેમાં ખુબ જ સરસ ગ્રેવી પણ થશે અને એક સરસ ખટાસ પણ શાકમાં ઈ જશે.

 

ટામેટા  ખમણી વડે ખમણી લઈશું. અપડે તેના નાના નાના કટકા પણ કરી શકીએ છીએ પરંતુ તેને ખમણવાથી તેની સરસ ગ્રેવી બનશે.

બધા ટામેટા ખામણાય જાય એટલે આપડી પાસે તેની સરસ ગ્રેવી તૈયર થઇ જશે. જો ગ્રેવીમાં ખટાસ અને મીઠાસ બને ટેસ્ટ જોઈતા હોય તો ૧ ટમેટું દેશી લો તો ૨જુ ટમેટું રેગુલર લેવું જેથી ગ્રેવી થીક બનશે અને સ્વાદ પણ જળવાઈ રેહશે.

હવે એક પેનમાં તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ટામેટાની ગ્રેવી ઉમેરીસું. તેને પ્રોપર ચડવાદેવી

એટલે તેના ફ્લેવર્સ પ્રોપર આવી જાય.

હવે આપણે ગ્રેવી માં મસાલા કરીશું જેમાં અપડે ઉમેરીસું નમક, મરચું પાઉડર, ધાણાજીરું અને ખાંડ. અ મસાલા ઉમેરી આપણે  ગ્રેવી તૈયાર રાખી શકીએ છીએ. અને જયારે પણ જમવા બેસવું હોય તત્યારે આગળ ની પ્રોસેસ કરી શાક ગરમ રાખી શકીએ છીએ.  બધા મસાલાને ચમચા વડે મિક્ષ કરી તેની ગ્રેવી ને એકદમ ઉકળવા દો. જેથી તે બધું મિક્ષ થઇ જાય.

ગ્રેવી ઉકળી જાય એટલે તેમાં  સેવ ઉમેરીસું. જયારે શાક સેર્વ કરવાનું હોય ત્યારે જ વાઘારી ને સેવ ઉમેરવી જેથી સેવ ગ્રેવીમાં ઓગળી ના જાય.

હવે સેવ ઉમેરી તેને ધીમે ધીમે મિક્ષ કરી ડો જેથી સેવ તૂટી ના જાય. અને શાક ને ધીમી આંચ ઉમર ઉકળવા દો શાક બની જાય એટલે ગેસ બંદ કરી તેને ગરમ ગરમ બાઉલમાં કાઢી લો.

તો તૈયર છે ગરમા ગરમ સેવ ટામેટાનું સરળ અને જટપટ બનતું શાક. જેને બાઉલમાં કાઢી ટામેટાની સસ્લાઈસ વડે ગર્નીશ કરી સેર્વ કરો.

નોંધ: સેવ ટામેટાનું શાક બનાવવું હોય ત્યરે તેની ગ્રેવી બનાવી અને તૈયાર રાખી શકો અને જયારે સેર્વ કરવું હોય ત્યારે તેમાં સેવ ઉમેરી સેર્વ કરવું જેથી તે ઓગળે પણ નાહી અને ટેસ્ટ પણ ખુબ જ સરસ આવે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી