“સેવ મૂળાની ભાજી” – આ ભાજી ખુબ જ હેલ્ધી અને વિટામિન્સથી ભરપુર હોય છે..જે આપણા શરીરની રોગ પ્રતિકાર શક્તિમાં વધારો કરે છે.

શિયાળો આવે એટલે મૂળાની સીઝન આવે ! પણ ઘણા લોકો બઝારમાં શાક લેવા જાય ત્યાં મૂળાના કાંદા જ લે છે, પાન ત્યાં જ કપાવીને રખાવી દયે છે. તો આજ વખતે શાક લેવા જાવ ત્યારે મૂળાના પાન પણ જોડે લાવીને આ ભાજી બનાવીએ.

“સેવ મૂળાની ભાજી”

સામગ્રી:

1 મોટો બાઉલ મૂળાના સુધારેલા પાન,
1 ચમચો તેલ,
1 નાની ચમચી રાઈ,
1 નાની ચમચી જીરું,
ચપટી હિંગ,
1 ચમચી લસણ મરચાની પેસ્ટ,
1/2 ચમચી હળદર,
1.5 ચમચી લાલ મરચું,
મીઠું,
પાણી,

રીત:

સૌ પ્રથમ મૂળાના પાનને ચારણીમાં ધોઈ નીતારવા રાખી દેવા.

હવે કડાઈમાં તેલ મૂકી રાઈ, જીરા, હિંગનો વધાર કરી લસણ મરચાની પેસ્ટ ઉમેરવી.

મૂળાના પાન ઉમેરી તેમાં હળદર, મરચું, મીઠું નાખી હલાવી લેવું.

મીઠું નાખવામાં ધ્યાન રાખવું કેમ કે ભાજી ક્ષારવાળી હોવાથી થોડી ખરુડી હોય છે.

થોડુ પાણી નાખી ચડવા દેવી.
છેલ્લે ગેસ બંધ કરી સેવ ભભરાવીને હલાવી લેવું.
(સેવની બદલે શેકેલ ચણાનો લોટ પણ ઉમેરી શકાય, પણ ચણાના લોટ વાળી ભાજી કરતા આ વધારે સ્વાદિષ્ટ લાગે છે)
તો તૈયાર છે સેવ મૂળાની ભાજી.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી