“સેવ ખમણી” – આજે સાંજના નાસ્તામાં આ વાનગી પણ ટ્રાય કરી શકો છો..

“સેવ ખમણી”

સામગ્રી:

વધેલા ખમણ ઢોકળા,
તેલ,
૧/૨ ચમચી રાઈ,
૧ ચમચી તલ,
૧ ચમચી વાટેલું લસણ,
૨ ચમચી વાટેલાં આદુ -મરચાં,
૧ ચમચી ખાંડ,
૧ લીંબુ,
૨૫૦ ગ્રામ ઝીણી (નાઈલોન) સેવ,
૧/૨ કપ કોપરાની છીણ,
૧ દાડમ,
૪ ચમચી ઝીણી સમારેલી કોથમીર,
પ્રમાણસર મીઠું,

રીત:

એક વાસણમાં વઘાર માટે તેલ, રાઈ, તલ મૂકીને વાટેલું લસણ નાખી વધારો.
તેમા મીઠું, વાટેલા મરચાં, ખાંડ નાખો, થોડું પાણી નાખો, લીંબુ નીચોવો.
ખમણનો ભૂકો કરી ઉમેરો.
સાંતળાઈ જાય એટલે નીચે ઉતારી ડીશમાં કાઢી તેની પર ઈચ્છા મુજબ ઝીણી સેવ, કોપરાની છીણ, લાલ દાડમ અને કોથમીર ભભરાવીને પીરસો.
તો તૈયાર છે સેવ ખમણી.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડિયાદ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી