સેવ ખમણી – દરેક ગુજરાતી ઘરોમાં બનતી સ્વાદિષ્ટ વાનગી એટલે સેવ ખમણી આજે જ નોંધી લો રેસિપી ને જરૂર તમે પણ બનાવજો…

સેવ ખમણી

સેવ ખમણી એટલે આપણા ગુજરાતીઓ ની ફેમસ આઇટમ ઘરે કોઇપણ મહેમાન આવે કે પછી કાઇપણ પ્રસંગ હોય સેવ ખમણી હોય એટલે મજા પડી જાય જમવાની. પણ તમે લોકો ઘરે સેવ ખમણી બનાવો છો કે નહિ?જો ના બનાવતા હોય તો જટપટ નોંધી લો મારી આ ટેસ્ટી સેવ ખમણી ની રેસીપી.

સામગ્રી:

• ૧ વાટકો ચણાનો લોટ,
• ૨ ચમચી રવો,
• ૧ કપ ખાટુ દહીં,
• ‍૧ ચમચી ઈનો,
• અડધી ચમચી મીઠું,
• નાયલોન સેવ.
• થોડાક દાડમનાં દાણા,
• થોડીક કિશમીસ,
• થોડીક ઝીણી સમારેલી કોથમીર,

વઘાર માટે:

• ૩ થી ૪ લીમડાના પાન,
• ૨/૩ લીલા મરચાં ના કટકા,
• ૩ ચમચી ખાંડ,
• ૧ ગ્લાસ પાણી,

રીત:

૧ ચણાનો લોટ,રવો અને દહીં ત્રણેય ને સરખું મીક્ષ કરીને અંદર મીઠું ઉમેરીને ઢોકળાં જેવુ ખીરું તૈયાર કરવું જરૂર પડે તો સ્હેજ પાણી ઉમેરવું આ ખીરા ને ૬/૭ કલાક પલાળી રાખવુ.

૨ ખીરા મા ૬/૭ કલાક મા સરસ આથો આવી જાસે.

૩ ઢોકળાં સ્ટીમર કે તપેલા મા અંદર કાઠો મુકીને પાણી ગરમ મુકવુ અને એક ડીશ ને તેલથી ગ્રીસ કરીને તેમા મુકી દેવી.

૪ ખીરા મા એક ચમચી ઇનો નાખવો.

૫ ખીરા ને બીટર અથવા ચમચા થી એક દીશામાં સતત હલાવવુ તેનાથી ખીરું એકદમ ફ્લપી થઇ જાસે.

૬ ખીરા ને ગરમ થવા મુકેલી ડીશ મા રેડી અને તરત જ ઢાંકીને ૧૦ મિનીટ જેટલું સ્ટીમ થાવા દેવુ ખમણ સરખા બફાઇ જાય એટલે તેને ગેસ ઉપરથી ઉતારી લેવા.

૭ એક પેન મા તેલ એક ચમચો તેલ મુકીને તેમા રાઇ તતડાવવી અને તેમા લીમડા ના ૪/૫ પાન અને એક લીલા મરચા ના કટકા ઉમેરવા.

 

૮ લીમડો અને મરચા તતડે એટલે તેમા એક ગ્લાસ પાણી અને ખાંડ ઉમેરવા પાણી ને છણછણે તેટલું ગરમ કરવુ.

૯ વઘાર વાળુ પાણી સ્હેજ ઠરે અને નવશેકુ હોય ત્યાં ખમણને કટ કરીને પાણી બધી બાજુ રેડી દેવુ.

૧૦ ખમણને એક બાઉલમાં લઇ ભુક્કો કરી લેવો.

૧૧ ખમણના ભુક્કામાં નાયલોન સેવ,દાડમનાં દાણા,ઝીણી સમારેલી કોથમીર અને કિશમીશ મીક્ષ કરી લેવા.

લ્યો તૈયાર થઈ ગ્યા એકદમ બહાર જેવી જ સેવ ખમણી.

 

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી