ઝીરોનાં સેટ પર બ્રાઈડલ અવતારમાં જોવા મળી કેટરીના કેફ, કેમેરામાં કેદ થયું મનમોહક રૂપ

ઝીરોનાં સેટ પર બ્રાઈડલ અવતારમાં જોવા મળી કેટરીના કેફ, કેમેરામાં કેદ થયું મનમોહક રૂપ

શાહરુખ ખાન સ્ટાર ફિલ્મ ઝીરોને લઈને દર્શકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના સેટ પરથી કેટલાંક દિવસ પહેલાં કેટરીના કેફની તસવીરો લીક થઈ હતી અને આજે ફરીથી એક વખત કેટરીના કેફની તસવીરો સેટ પરથી કેમેરામાં કેદ થઈ છે. ખાસ વાત એ છે કે, ઝીરોનાં સેટ પર બ્રાઈડલ અવતારમાં જોવા મળી હતી કેટરીના કેફ, જેમાં તે એકદમ સુંદર દેખાય રહી હતી. કેટરીના તસવીરમાં એકદમ ટ્રેડિશનલ ગેટઅપમાં દેખાઈ રહી છે, તે અત્યંત સુંદર લાગી રહી છે. કેટરીનાએ લૂકનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે. જેમાં ફોટો ક્રેડિટ આનંદ એલ. રાયને આપી છે.ફિલ્મ ઝીરોમાં કેટરીનાની સાથે શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા પણ છે. ફિલ્મમાં શાહરૂખ ઠીંગણાના રોલમાં નજર આવશે. અનુષ્કા પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે.

તમને જણાવી દઈએ કે, ઝીરોમાં અભય દેઓલ કેટરીના કેફનો બોયફ્રેન્ડના કેરેક્ટરમાં જોવા મળશે. અભય દેઓલ ફિલ્મમાં મહેમાન કલાકારની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં શાહરુખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કેફ મુખ્ય ભુમિકામાં છે. આ ત્રણેયની જોડી ‘જબ તક હૈ જાન’ માં જોવા મળી હતી તેના પછી ફરીથી ઝીરો ફિલ્મમાં એકસાથે દેખાશે. ફિલ્મમાં પહેલી વખત શાહરુખ ખાન ઠીગુંજીની ભુમિકામાં જોવા મળશે. તેમજ શાહરુખ ખાનનો પહેલો લુક રિલીઝ થઈ ગયો છે અને દર્શકોને તેમને આ લુક બહુ પસંદ આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે 21 ડિસેમ્બનાં રોજ ‘ઝીરો’ ફિલ્મ રિલીઝ થષે. પહેલાં આ ફિલ્મ સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મની સાથે ટકરાવાની હતી પરંતુ કેદારનાથની રિલીઝ ડેટ બદલવામાં આવી. જો કે, ફિલ્મની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી, કેમ કે, ફિલ્મ હવે સંજય બારુની પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પર બનેલી ફિલ્મની સાથે ટકરાશે.

દર્શકો શાહરુખ ખાનની આ ફિલ્મને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેમ કે, શાહરુખ ખાન પહેલી વખત એક નવું કેરેક્ટર નિભાવશે. જો કે, ફિલ્મની કહાણી વિશે હજું સુધી કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ. ફિલ્મને આંનદ એલ રાય ડિરેક્ટ કરી રહ્યાં છે. ફિલ્મનાં સેટ પરથી અવાર-નવાર શાહરુખ ખાન તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. કેટરીના કેફની તસવીરો લીક થવાની સાથે સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. જો કે, કેટરીના કૈફ થોડા દિવસ પહેલા દુલ્હનના ગેટઅપમાં પોતાની બહેન ઈસાબેલ સાથે દેખાઈ હતી. હાલમાં જ ફરી એકવાર કેટરીના લાલ કાંજીવરમ સાડીમાં જોવા મળી. દુલ્હનના રૂપમાં દેખાતી કેટરીનાની આ તસવીર અપકમિંગ ફિલ્મ ‘ઝીરો’ના સેટની છે. એક નાના બ્રેક બાદ ફિલ્મની શૂટિંગ ફરી શરૂ થઈ છે. ડાયરેક્ટર આનંદ એલ. રાયના મતે ફિલ્મનું શૂટિંગ જલ્દી જ પૂરું થઈ જશે.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

બોલીવૂડ જગતની સેલિબ્રિટીઓના ન્યુજ તેમજ આવનારી નવી નવી મૂવીના રીવ્યુ વાંચો અમારા પેજ પર …

ટીપ્પણી