સેઝવાન સોસ – તીખું ખાવાના શોખીન હોય એમને આ ટેસ્ટ ખૂબ જ ભાવશે. ખૂબ જ સરળ એવી ચટાકેદાર સેઝવાન સોસ ની રેસિપી જોઈ લઈએ.

સેઝવાન સોસ

ચાઈનીઝ સેઝવાન સોસ ચટાકેદાર હોય છે અને એકદમ  ફ્લેવરથી ભરપૂર હોય છે. ઇન્ડો – ચાઈનીઝ સ્નેક્સ જેવા જ સ્પ્રિંગ રોલ, મોમોસ, વેજી ફિંગર્સ વગેરે માં જોડે સર્વે કરવામાં આવે છે . તેમ જ સેઝવાન રાઈસ ,સેઝવાન નૂડલ્સ, સેઝવાન ઢોસા જેવી ઘણી બધી વાનગી માં વપરાય છે.

હવે તમારે ચાઈનીઝ ખાવા માટે બહાર નહીં જવું પડે . ઘરે જ બનાવી શકાય છે બહાર જેવો ટેસ્ટ આ સેઝવાન સોસ વાપરી ને.

તીખું ખાવાના શોખીન હોય એમને આ ટેસ્ટ ખૂબ જ ભાવશે.

ખૂબ જ સરળ એવી ચટાકેદાર સેઝવાન સોસ ની રેસિપી જોઈ લઈએ.

સામગ્રી : 

10 -15 નંગ કાશ્મીરી લાલા સૂકા મરચાં,
8-10 કળી લસણ એકદમ ઝીણું સમારેલું,
1 નાનો કટકો આદુ ઝીણું સમારેલું,
2 ચમચી કોથમીર ઝીણી સમારેલી,
3 ચમચા તેલ,
1 ચમચી સોય સોસ,
1 ચમચો સોસ,
1 ચમચી ખાંડ,
1/4 ચમચી કાળા મરીનો ભૂકો,
1 ચમચી વિનેગાર,
1 કપ ગરમ પાણી,
ચપટી હિંગ,
મીઠું સ્વાદ અનુસાર,

રીત:-

સૌ પ્રથમ એક નાના વાસણ માં પાણી ગરમ કરો. ( મરચાં ડૂબી શકે એટલું) આ ગરમ પાણીમાં મરચાં ડીંટીયા નીકાળી ને નાખી દો.


15 -20 મિનીટ સુધી પલળવા દો. ત્યારબાદ મરચાંને પાણીમાંથી નિતારી લો. એક મિક્સર બાઉલમાં મરચાંમાં થોડું સાદુ પાણી ઉમેરીને ક્રશ કરી પેસ્ટ બનાવી લો.

હવે એક કડાઈમાં તેલ મુકો. તેમાં હિંગ નાખીને ઝીણા સમારેલું લસણ, આદુ અને કોથમીર ઉમેરો અને 2 -3 મિનિટ સુધી મધ્યમ આંચ પર સાંતળો.

બધું બરાબર સાંતળી લો પછી તેમાં લાલ મરચાંની પેસ્ટ ઉમેરો. અને ધીમા તાપે 5-6 મિનીટ થવા દો.

જ્યારે આ મિક્સર માંથી તેલ છૂટું પડે એટલે એમાં ખાંડ, સોયા સોસ, ટોમેટો સોસ, મરીનો ભૂકો અને મીઠું ઉમેરો અને સાંતળો. હવે આ મિશ્રણ માં ગરમ પાણી ઉમેરો. અને ધીમા તાપે 4-5 પકાવો. જ્યારે તેલ છૂટું પડતા દેખાય એટલે ગેસ બંધ કરી દો અને વિનેગાર ઉમેરો. બધું બરાબર મિક્સ કરી લો અને ઠંડુ પડે એટલે તમારી મનગમતી ડીશ માં આ તૈયાર થયેલો સેઝવાન સોસ ઉમેરો.

જે સેઝવાન સોસ વધે એને 2- 3મહિના જેટલા સમય માટે એર ટાઈટ ડબ્બામાં ભરી ને ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે.

નોંધ:-

-સૂકા મરચાંના થોડા બીયાં નીકાળીને વાપરો. બધાના નિકાળી દેવા.
-સમારેલું લસણ જેટલું થાય એટલું જ આદુ પણ સમારો.
-તમે ગરમ પાણી તમને ગમતી ઘટત્તા કરવા માટે વધુ ઓછું કરી શકો છો.
-આ સોસ માં તેલ થોડું વધુ જ ઉમેરવામાં આવે છે એટલે સોસ નો સ્વાદ તો સારો આવે જ છે.સાથે સાથે એને લાંબો —સમય સ્ટોર કરી શકાય છે. તમે તરત જ વાપરી લેવાના હોય તો અડધું જ તેલ ઉમેરો .
-ઘણા લોકો આ સોસમાં લસણ સાથે ડુંગળી પણ ઉમેરે છે. તમે પણ ઉમેરી શકો છો.
=મૂળ રેસિપીમાં ડુંગળી નથી હોતી.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી