“સેઝવાન રોટી નુડલસ” – આજે સાંજે જ ટ્રાય કરો.. અમને જણાવજો કેવી લાગી આ વાનગી..

“સેઝવાન રોટી નુડલસ”

– આ નુડલસ ઈન્સટનટ છે.સાથે સાથે હેલ્ધી પણ છે કેમકે આમા મેદા ના નુડલસ નહી પણ રોટલી છે અને સાથે વેજીટેબલસ પણ છે.
– નુડલસ બાળકો ને બહુ ભાવે એટલે આ નુડલસ ટ્રાય કરજો .જરૂર ભાવશે બધાને.

* સામગ્રી :-

* ૫ થી ૬ રોટલી ,
* બે ડુગળી,
* એક ગાજર,
* એક કેપ્સિકમ,
* એક કપ કોબી,
* ૧/૨ ટી સ્પૂન લસણ બારીક સમારેલુ,
* ૨ થી ૩ ચમચી તેલ,
* ૩થી ૪ ચમચી સેઝવાન ચટની,

** રીત :-

– સો પ્રથમ રોટલી ઓ ને રોલ કરી પતલી પતલી લાબી સ્ટીપસ કાપવી.
– ત્યારબાદ બધા વેજીટેબલસ પણ લાબા પતલા કાપવા.
– એક એક નોન સ્ટીક કડાઈ મા તેલ નાખી ગરમ કરવુ . તેલ ગરમ થાય એટલે તેમા લસણ નાખી સાતળવુ.પછી તેમા બધા વેજીટેબલસ નાખી ૫ મિનિટ સાતળવા હવે તેમા રોટલી નુડલસ નાખી સિચવીને મિકસ કરવુ .હવે તેમા સેઝવાન ચટણી નાખી હલાવવુ.અને થોડી વાર ગેસ પર ધીમા તાપે રાખવુ .
– હવે ગેસ બંધ કરી નુડલસ ને પ્લેટ મા કાઢી ગરમ ગરમ સવૅ કરો.
– આમા મીઠુ નથી નાખતા કેમકે ચટણી મા મીઠુ છે માટે.
* નોધ :- આ નુડલસ માટે તમે રોટલી વધી હોય એ પણ લઇ શકો છો આથવા તાજી પણ બનાવી ને લઇ શકો છો.
– તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપી ને લાઇક કરો અને share કરો.

રસોઈની રાણી – કાજલ શેઠ (મોડાસા)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી