તમારું SBI માં એકાઉન્ટ છે ? ૧ લી જુન થી આ બદલ આવી રહ્યા છે…

ભારતની અગ્રગણ્ય બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એા સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે જે 1 જૂનથી લાગુ પાડવામાં આવશે. SBI બેંક પોતાની બેસિક સેવિંગ ખાતાધારકો માટે સર્વિસ ચાર્જમાં નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.

જે અંતર્ગત ફ્રી કેશ ઉપાડ મર્યાદા 4 રહેશે, જેમાં એટીએમથી કરવામાં આવેલ ટ્રાન્ઝેક્શન પણ સામેલ હશે. એટલે કે કોઈ ગ્રાહક 4થી વધારે વખત બ્રાન્ચ અને એટીએમથી રોકડ ઉપાડ કરે છે તો તેને એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. દરેક ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા આપવાના રહેશે, જેના પર અલગથી સર્વિસ ટેક્સ લેવામાં આવશે.

SBI એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન એસબીઆઈના એટીએમથી કરવામાં આવશે તો તેના પર 10 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ લગાવશે. ઉપરાંત સર્વિસ ટેક્સ અલગથી ચુકવવો પડશે. આ સિવાય અન્ય બેંકના એટીએમથી એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે તો 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન આપવો પડશે ઉપરાંત સર્વિસ ટેક્સ પણ ચુકવવો પડશે.

બેંક આ ઉપરાંત બેસિક સેવિંગ ડિપોઝિટ એકાઉન્ટ પર મળનારા ડેબિટ કાર્ડ પર પણ ચાર્જ લેવાની તૈયારી કરી રહી છે. એક જૂનથી બેંક માત્ર રૂપે ડેબિટ કાર્ડ ફ્રીમાં ઈશ્યૂ કરશે. જ્યારે માસ્ટર અને વીઝા કાર્ડ ઈશ્યૂ કરવા પર બેંક ચાર્જ લગાવશે.

હવે SBI બેંક ફાટેલી અને જૂની નોટ માટે 2થી 5 રૂપિયા ચાર્જ વસુલશે. આ ચાર્જ 20થી વધારે નોટ અને તેની વેલ્યૂ 5000 રૂપિયાથી વધારે હોવા પર લેવામાં આવશે.

જો કોઈ ગ્રાહક ફાટેલી 20 જેટલી નોટ જેની વેલ્યૂ 5000 રૂપિયાથી ઓછી હશે તેને એક્સચેન્જ કરાવતા લઈ આવશે તો તેને કોઈ ચાર્જ નહીં આપવો પડે પણ જો વધારે નોટ હશે તો પ્રત્યેક નોટ માટે 2 રૂપિયા ચાર્જ આપવો પડશે. આ સિવાય એના પર અલગથી સર્વિસ ટેક્સ પણ લાગશે.

ટીપ્પણી