SAY NO TO CHINA ……LOVE INDIA …. COZ ” MERA BHAARAT MAHAAN “, અને એટલે જ …. “ઇન્ડિયન નુડલ્સ”

ChineseVegNoodlesસામગ્રી :-

– ચણાનો લોટ : ૧ બાઉલ

– દહીં : ૧ બાઉલ

– છાશ : ૨ બાઉલ

– મીઠું : જરૂર પ્રમાણે

– હળદર : ૧/૨ ટી.સ્પુન

– લાલ મરચું : ૧ ટી.સ્પુન

– હિંગ : ચપટી

– તેલ : ૨ ટી.સ્પુન

 

વેજીટેબલ માટેની સામગ્રી :

– તેલ : ૨ ટી.સ્પુન

– રાઈ : ૧/૨ ટી.સ્પુન

– જીરૂ : ૧/૨ ટી.સ્પુન

– હિંગ : ચપટી

– કોબીજ : ૧/૪ કપ

– ગાજર : ૨ ટી.સ્પુન

– બાફેલા વટાણા : ૩ ટી.સ્પુન

– ઝીણા સમારેલ ટામેટા : ૧/૪ કપ

– ડુંગળી : ૧ નંગ

– આદુ, મરચા, લસણની પેસ્ટ : ૨ ટી.સ્પુન

– મીઠું : જરૂર પ્રમાણે

 

રીત :-

એક નોન-સ્ટીક કડાઈમાં ચણાનો લોટ, મીઠું, મરચું, હળદર, હિંગ અને તેલ મિક્સ કરી ગેસ પર રાખી હલાવવું. આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું. ત્યારબાદ નીચે ઉતારી થોડું ઠંડુ પડે એટલે સેવનાં સંચામાં તેલથી ગ્રીઝ કરી સર્વિંગ પ્લેટમાં સેવ પાડી તૈયાર રાખવું.

હવે અન્ય એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ-જીરાનો વઘાર કરવો. ત્યારબાદ આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળી ડુંગળી સાંતળવી. હવે કોબીજ અને ગાજર સાંતળી છેલ્લે વટાણા, ટામેટા અને મીઠું નાખી હલાવવું. હવે ડીશમાં મુકેલ ઇન્ડિયન નુડલ્સની આજુ-બાજુ આ વેજીટેબલ્સ ગોઠવી કોથમીર અને ટોપરાનાં ખમણથી ગાર્નીશ કરી સર્વ કરવું.

આ ડીશમાં તેલ નું પ્રમાણ ઓછુ છે અને વેજીટેબલ્સ પણ સારા પ્રમાણમાં હોવાથી આ ડીશ ખુબજ હેલ્થી છે.

COURTESY :- HARSHA MEHTA, RAJKOT.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block