અકાળે થતા સફેદ વાળથી બચવાના ઉપાયો

અકાળે થતા સફેદ વાળથી બચવાના ઉપાયો

સફેદ વાળ થવાના પ્રમુખ કારણને જાણૉ અને તેના ઉપાય અજમાવો.

સફેદ વાળ થવાના પ્રમુખ કારણ-

(૧)જુની શરદી
(૨)વાળની અંદર ડાઈ અને રસાયણોનો ઉપયોગ
(૩)અસંતુલિત ભોજન
(૪)માનસિક તણાવ અને ચિંતા
(૫)જળ તેમજ વાયુ પ્રદૂષણ
(૬)વધારે તાવકે સંક્રામક રોગ જેવા કે-વાયરસ, ટાઈફાઈડ વગેરે
(૭)આનુવંશિકતા
(૮)તીવ્ર માંસિક ઝાટકા
(૯)પિગમેંટ નિર્માણમાં જન્મથી દોષ
(૧૦)વધારે પડતાં ગરમ પાણીથી વાળને ધોવા
(૧૧)વાળની સરખી રીતે સફાઈ ન કરવી

વાળને સફેદ થતાં બચાવવા માટેનાં થોડાક ઉપાય-

(૧)આમળાને મહેંદીના પાનની સાથે પીસીને તેની પેસ્ટ બનાવી લો અને તે વાળમાં લગાવીને એકથી દોઢ કલાક સુધી રહેવા દો.
(૨)કઢી પત્તાનું સેવન પણ વાળને સફેદ થવાથી બચાવી શકે છે.
(૩)તાજા આમળાનો રસ લગાવવો પણ ઘણો ફાયદાકારક છે.
(૪)સુકા આમળાના ચુર્ણની પેસ્ટ બનાવીને તેને વાળની અંદર લગાવવાથી પણ સફેદ વાળની
સમસ્યાનું સમાધાન થાય છે.
(૫)વાળને ગરમ પાણીથી ન ધોતા નવશેકા પાણીથી ધુઓ.
(૬)વાળને ધોવા માટે સારા હર્બલ શેમ્પુનો પ્રયોગ કરો.
(૭)વાળ શુષ્ક હોય તો નારિયેળના તેલમાં મહેંદીને ત્યાર સુધી ઉકાળો જ્યાર સુધી તેલ અદધું ન થઈ જાય. તેને વાળની અંદર બે કલાક સુધી લગાવી રાખ્યા બાદ વાળને ધોઈ લો.

થોડીક સાવધાની રાખો –

પૌષ્ટિક ભોજનનું સેવન કરો.
ચિંતા તેમજ તણાવથી મુક્ત રહો.
વાળની અંદર ડાઈ અને રસાયણનો ઉપયોગ ઓછો કરો.
જુની શરદી હોય તો કોઈ સારા ડોક્ટને બતાવીને તેનો તાત્કાલીક ઉપચાર કરાવો.

ટ્રાય કરજો ચોક્કસ પરિણામ મળશે !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block