સવારે લીંબુપાણી પીવાનું વિજ્ઞાન

ઘણા લોકો ફીટ રહેવા રોજ સવારે ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરી પીએ છે. તો ચાલો આજે જાણીએ કે આ પ્રેક્ટીસ કરવાથી કેવા ફાયદાઓ થઇ શકે !

1. પાચન શક્તિ વધારે છે :

લીંબુમાં વિટામીન સી નું પ્રમાણ વધારે હોય છે જે શરદીથી રક્ષણ આપે છે.લીંબુમાં રહેલ પોટેશીયમ મગજ અને જ્ઞાનતંતુની વ્યવસ્થા ને સંચાલિત કરે છે તેમજ બ્લડ પ્રેશરને નિયંત્રત કરે છે.

2. બેલેન્સ ph :

રોજ લીંબુ પાણી પીવાથી શરીરમાં એસીડિટીનું પ્રમાણ ઘટે છે.

3. વજન ઘટાડવામાં મદદ કરે છે :

લીંબુમાં રહેલ પેક્ટીન ફાઈબરનું ઉચ્ચ પ્રમાણ ભુખની તલપ ઘટાડે છે.
ઘણા લોકોમાં જોવા મળ્યું છે કે જેઓ અલ્કાઈન ડાયેટ મેઈન્ટેઈન કરે છે તેઓ ઝડપથી પાતળા થાય છે.

4. પચવામાં મદદ કરે છે :

લીંબુ પાણી શરીરથી બીન જરૂરી પદાર્થ બહાર કાઢે છે. તેમજ લીવરને બાઈલ નામનો સ્ત્રાવ ઉત્પન્ન કરવા પ્રેરે છે જે પાચન માટે જરૂરી છે. સારું પાચનતંત્ર એસીડિટી અને કબજીયાતનું પ્રમાણ ઘટાડે છે. ડૉ. ગિલીયન એમસીકૈથ ના પુસ્તક ” યુ આર વોટ યુ ઈટ” પ્રમાણે – એક કપ ગરમ પાણી લીંબુ સાથે સવારે સૌથી પહેલાં લેવાથી તે આંતરડાંમાંથી સીધુ પસાર થઈ, સફાઈ કરી કચરો બહાર કાઢે છે.

5. તે મૂત્રવર્ધક છે :

તે શરીરમાં મૂત્રનું પ્રમાણ વધારે છે જેથી શરીર શુધ્ધ થાય છે. ઝેરી પદાર્થો ઝડપથી બહાર નીકળી જાય છે જેથી મૂત્રમાર્ગ સ્વસ્થ રહે છે.

6. સ્કીન સાફ કરે છે :

વિટામીન સી કોમ્પોનન્ટ કરચલી અને દાગ ધબ્બા ઓછા કરે છે. લીંબુ પાણી બ્લડમાંથી ઝેરી તત્વો ખેંચીને ત્વચાને સાફ રહેવામાં મદદ કરે છે. નિશાન પર સીધું લગાડવાથી ધબ્બા ઓછા થાય છે.

7. મોઢામાં તાજગી લાવે :

લીંબુ ફક્ત આટલુંજ નથી કરતો પણ દાંતના દુઃખાવાથી અને ઝણઝણાટીથી રાહત આપે છે. સાઈટ્રીક એસિડ દાંત ના ઈનેમલને નુકશાન કરી શકે તેથી ધ્યાન રાખવું જરૂરી.

8. શ્વસનની તકલીફમાં રાહત આપે :

ગરમ લીંબુ પાણી છાતીમાં ચેપમાંથી મુક્તિ અપાવે છે. અસ્થમા અને એલર્જીવાળા વ્યક્તિઓને પણ મદદરૂપ છે.

9. શાંતિ આપે છે :

વિટામીન સી થી ભરપુર લીંબુ માનસિક અને શારીરિક સ્ટ્રેસથી લડવા માટે મદદ કરે છે.

10. કોફીની આદત છોડવામાં મદદ કરે છે :

એક ગ્લાસ ગરમ લીંબુ પીવાથી સવારે કોફી પીવાની ઈચ્છા ઓછી થઇ શકે છે !

ઉપરોક્ત ફાયદાઓ સિવાય તમે પણ તમારો અનુભવ શેર કરી શકો !!

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!