આ એક માની ન શકાય એવી જ એક ” પ્રેમ – કથા” અને “કરુણ – કહાની” છે….

સતી રાણકદેવી

સૌરાસ્ટ્રમાં અને એમાંય રાજાશાહી વખતનાં સમયમાં એવાં ઘણાં બધા કિસ્સાઓ આપણી સમક્ષછે. જ કે શુકન ,અપશુકન ,ચોઘડિયા , મુર્હત ….આવી બધી વાતો પર લોકોએ પોતાનાં જ સ્વજનોનો ત્યાગ કર્યો હશે જ.

આવો જ એક ઐતિહાસિક કિસ્સો આજે સતી રાણકદેવીનાં જીવનમાં પણ બન્યો જ હતો. રાણકદેવી એ સોરઠના દેવડા ઠાકોરના પુત્રી હતા . પણ એક્વાર એક જ્યોતિષે કહ્યું કે , ‘ આ દીકરીનાં ગ્રહો સારા નથી એ જ્યાં પણ રહેશે ત્યાં લોકો પર ખુબ જ દુખનો વરસાદ ટુટી પડશે ’ અને આ સાંમભળીને દેવડા ઠાકોરે એક રાત્રે નાની એવી જ એની દીકરી (રાણકદેવી) ને જંગલમાં છોડી આવે છે.

“અંધારી રાત્રે, ભુખ્યા પ્રાણીઓની વચ્ચે પોતાનાં જ લોહીને આમ એકલું –અટુંલું –વેરાન જંગલમાં અને એ પણ કોઇનાં કહેવામાત્રથી શું કોઈ પોતાનાં જ લોહીનો ત્યાગ કરી શકે ? પણ આ તો દેવડા ઠાકોર, ઘરે આવીને ફળીયામાં ઢાળેલ ખાટલામાં સુઇ જાય છે ” આટલું ક્રુર હ્રદયએક બાપનું હોઈ શકે ખરું ?”

એક તો હતું ધોર અંધારું અને એમાંય જંગલી પ્રાણીઓનાં ડરામણાં અવાજોની વચ્ચે એ નાની દીકરી એક્દમ શાંતીથી એક ઝાડ નીચે સુઇ જાય છે. નથી કોઈ ડર , નથી કોઈ ભય કહેવાય છે કે જ્યાં ખુદ રામના જ રખોપા હોય.એને શિદને ચીંતા હોય . એ તો પોતાની મસ્તીમાંઝાડની ડાળીઓ સાથે , મુકત વાતાવરણમાં કુદરતી લહેરોની સાથે બિન્દાસ બાળપણની નિ:દોષ મસ્તીનો આનંદ માણી રહી હતી.

એ જ સમયે ત્યાંથી મજેવડી ગામનાં એક યુવાન દંપતી જે નાતે પ્રજાપતિ હતાં . એમને આશ્ચર્ય થાય છે. જ્યાં લોકો આવતા પણ ડરતાં હોય છે. ત્યાં આ એકલી બાળકી રમી રહી છે. કોઈ જ દર વગર.

જઈને પુછ્યું , ‘ બેટા તું એકલી અહિં ક્યાથી ? તું કોણ છે? ‘
બહું સુંદર જ્વાબ આપ્યો ,
‘ગઈ રાત્રે ખોવાયા મારા સ્વજન,
– રહી હું અભાગણ , તો ક્યાંથી મળે પ્રિયજન…! ’
એ દંપતીને આમ પણ નિ: સંતાન હોવાથી એને પોતાનાં ઘરે લઈ જાય છે. અને એનાં પગલાનો પગરવ થાતાં જ ઘરમાં ખુશી ઉપર ખુશીઓ આવવાની શરૂઆત થાય છે. અને એક રણકાર જેવું ઘરનું ઘરનું વાતાવરણ થઈ જાય છે. ને નામ પાડ્યું એનું ” રાણક “.

રાણક હવે મોટી થઈ ગઈ . એનું રૂપ એ જ એનું અભિમાન , ને એનાં ગુણ એ જ એનું સ્વાભિમાન.
એક વખત જુનાગઢનાં જંગલમાં એની સહેલી સાથે વિહાર કરી રહી હોય છે, અને અચાનક જ વાદળ ધેરાય છે. મુશળધાર વરસાદ પડવાનું શરૂ થાય છે. પણ ….રાણક અને એની સહેલીઓને જંગલમાં જ રહેવાની ફરજ પડે છે.

આ બાજુ જુનાગઢનાં રાજા અને રા’નવઘણ ના પુત્ર રા’ખેંગાર એ પોતાની ફરજ સમજી વનમાં નિરિક્ષણ કરવા વિહાર માટે નિકળે છે, અને ધ્યાન રાણક અને એની સહેલીઓ જે વરસતાં વરસાદનો આનંદ લઈ રહ્યા હતાં. એ જોઈને નવાઈ લાગે છે.

“ મનની છે રાણી , રૂપે અપ્સરા, છે કોણ આ અપ્સરા ?
ડર નહીં ને માણે આનંદ , છે કોણ આ અપ્સરા ?

છે મર્દાની, આંખે અણીયારી ,એને આપવો સાથ સ્નેહે,
હાલને એક મુલાકાત કરું , પણ છે કોન આ અપ્સરા ?”

“ને પછી થાય છે એક મુલાકાત ને મિલન પછી મિલન થયા , અનેક ને લાગણી ફેરવાઈ એક તાંતણે પ્રીતીનાં. રાણક પોતે એક રાજકુમારી તો હતી જ , પણ એનું વ્યક્તિત્વ જ એવું હતું કે કોઇપણ એને પામવાનાં સપના જોવે જ”.

બન્યું પણ એવું જ …!

જ્યારે . સિદ્ધરાજ જયસિંહ રાણકને પહેલીવારજોવે છે . એ તો મંત્રમુગ્ધ બની જાય છે. ક્યાં મોઢે વખાણ કરી શકે એ રાણકનાં રૂપનાં . જ્યારથી રાણકને જોઇ ત્યારથી એક જ ઈચ્છા રાજકુમારી રાણક દેવી ને પરણવા ની હતી. પણ રા’ખેંગાર એ રાણક દેવી ને પરણે છે.
ગુસ્સે ભરાયેલો જયસિંહ જુનાગઢ પર હુમલો કરે છે. રા’ખેંગાર તેના ભત્રીજા ના દગા ને લીધે જુનાગઢ નો ઉપરકોટ કિલ્લો ગુમાવી દે છે. જયસિંહ રાણક દેવી ને તેની સાથે લગ્ન કરવા માંગણી કરે છે જે રાણક દેવી ઠુકરાવે છે .

જયારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા’ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને તેનીઇચ્છા વિરુધ્ધ પાટણની રાણી બનાવવા લઈ જાયા છે. , ત્યારે સતી રાણકદેવીની મદદ માટે કોઈ જ નથી આવતું .

આજે આ પ્રકૃતી , હવા , અને ઊંચો ગઢ ગિરનાર પણ હસી રહ્યો હોય એવું રાણકદેવી ને લાગી રહ્યું છે. ને ત્યારે દુ:ખી મને તે …,

ગિરનારને કહ્યુ કે,
“ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ?
મરતા રા’ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ?”

જેમકે તારો રાજા હણાયો છતા તુ હજી ઉભો છે ? આ વખતે ગિરનારને પણ પોતાનાં હોવા છ્તાં આવો અનર્થ..! ને ગિરનાર પડવા માંડ્યો ત્યારે જો આ ગિરનાર પડશે તો મારા રા’ ખેંગારનાં જુનાગઢનું શું થશે ? ને એ જ વિચારે રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે ‘પડમા પડમા મારા આધાર’.તું છે તો આ મારું જુનાગઢ છે. ને બે હાથનાં થાપા આપીને એને પડતો રોકે છે .ને ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી આજે પણ દેખાય છે.
હવે, સિદ્ધરાજ જૂનાગઢથી પાટણ તરફ રાણકદેવીને બળજબરીથી લઇ જાય છે. પણ એ લઈ જઈ શક્યો નહીં. વઢવાણમાં ભોગાવાને પાદર પાદર પહોચતાંજ સિદ્ધરાજની મેલી નજર રાણકદેવી પારખી જાય છે ને ત્યારે …,

રાણકદેવી બોલ્યા, “ હે , રાજા ! હું આ તમારી મારા પર પડેલ મેલી નજર સાથે તો ‘હું’ કેમ જીવીશ ? મેં રા’ ખેંગાર સિવાય અન્ય પર ક્યારેય જો નજર પણ નાખી ન હોય ! . જો મારામાં સત હોય ! તો મારાજમણા પગનાં અંગુઠામાંથી અગ્ની પ્રગટે…! ”
ને, આટલું બોલતાં જ અગ્ની પ્રગટે છે.ને એ અગનજ્વાળાની વચ્ચે પોતાનાં પ્રેમ માટે એક બલિદાન આપ્યું!
“આ જોઈને રાજા સિદ્ધરાજનું અભિમાન ટૂંટેછે . ને પોતે એક મોટું પાપ કરી બેઠો હોય એમ પસ્તાવો કરવા લાગ્યો.”

ત્યારે રાણકદેવી એ સિદ્ધરાજને કહ્યું, ’મને પામવાની લાલસા છે ને? તો આવ, આ સળગતી ચિતામાં મારી સાથે આવીને ભસ્મીભૂત થઇજા. કદાચ, આવતા ભવે તું મને મેળવી શકે.’
સ્ત્રી ‘સતિ’ થતી હોય અને પુરુષને ‘સતા’ થવાનું આવું આહ્વાન કરનારી આ એકલી નારી હતી રાણકદેવી!

અગ્નિચિતા પર તે ચઢી ત્યારે તેણે ભોગાવો નદીને ઉદ્દેશીને કહ્યું હતું : “ જેમ મારો દેશ ત્યજીને પતિ વિના હું વિફળ થઇ છું તેમ તું પણ મેઘ (વરસાદ) વિના દૂર્બળ છે; તેં મારા પર્વતરૂપી પ્રિયસ્થાનનો ત્યાગ કર્યો, મેં પણ કર્યો છે: આપણે બન્ને એક સરખા છીએં! “

આજે પણ એ વઢવાણની એ ભોગાવો નદી પણ આ ધટનાની સાક્ષી બની બેઠી છે. ચોમાસે બે કાંઠે વહેવા છ્તાંય નથી લોકો એનું પાણી પીતા કે નથી એ બારેમાસ વહેતી રહેતી!

ચોમાસું વિત્યે એક મહીનામાં જ એ નદી એક્દમ સુકાઈ જાય છે. અનું પાણી ક્યાં જાયા છે એની વર્તમાન સમયમાં પણ કોઇને ખબર જ નથી

લેખક : તૃપ્તિ ત્રિવેદી.

શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી