ભાવી સાસુથી ડર લાગે છે ? તો આ ટિપ્સથી જીતો તેમનું દિલ અને ખુશ કરી દો..

જેના લગ્ન થવાના છે, તે યુવતીને સૌથી મોટી ચિંતા તેની સાસુને લઈને થાય છે. યુવતીઓને હંમેશા સાસુ એક બીમારી જેવી લાગે છે, જેના માટે યુવતી લગ્ન નક્કી થતા જ ટેન્શનમાં હોય છે. યુવતી માટે બહુ જ જરૂરી છે કે તે પોતાના સાસરા વાળાઓને ખુશ રાખે અને તેમને પિયરની જેમ પ્રેમ આપે. આપણા સમાજમાં સાસુ વહુના ઝઘડા બહુ જ સામાન્ય વાત છે અને તે ઘર-ઘરની કહાની છે. તમે બહુ એવું ઘણું કરી શકો છો, જેનાથી તમારા સાસુને ગુસ્સો ન આવે. કેટલીક આસાન રીતથી તમે તમારા સાસુની સાથે સારો સંબંધ બનાવી શકો છો. આવામાં તમામ યુવતીઓએ લગ્ન બાદ કેટલીક બાબતોને જરૂર અપનાવવી, જેનાથી તે તેના સાસરા વાળાના દિલ જીતી શકે છે.અનેકવાર એવું થાય છે કે, નવ-વિવાહિત ચાહે છે કે શરૂઆતથી જ તે સારી વહુ બનાવીને બતાવે. એ પણ જરૂરી છે કે દરેક બાબત માટે સમયની જરૂર હોય છે. હાલ તમારા લગ્ન નવા નવા થયા છે, ધીરે ધીરે તમે નવા પરિવાર સાથે જોડાવા લાગશો અને એક દિવસ એવો આવશે કે તમે દિલથી તમારી જાતને આ પરિવારનો હિસ્સો માનવા લાગશો.જે રીતે લગ્ન પહેલા યુવતીઓ પોતાના માતાપિતાને પોતાના દિલની દરેક વાત કહે છે, તે રીતે જ સાસરા વાળાઓ સાથે પણ વાત કરો અને દરેક સમયે એકલા બેસવા કરતા ઘરવાળાઓની સાથે બેસીને વાતચીત કરો. તે ઉપરાંત જ્યારે ઘરમાં કોઈ સંબંધી આવે તો તેમની સાથે મિક્સ થવાનો પ્રયાસ કરો.સાસુને માતાની જેમ સમજીને તેમની સાથે દરેક વાત શેર કરો, જેનાથી તમારી બંને વચ્ચેનો વિશ્વાસ વધશે અને સંબંધ મજબૂત બનશે. આ ઉપરાંત સાસરામાં કોઈ પણ પ્રકારની સમસ્યા થવા પર પહેલા સાસુ સાથે વાત કરો.એ વાત સમજી લો કે, મા પોતાના દીકરા માટે હંમેશા ચિંતિત રહે છે અને તેના પર પોતાનો અધિકાર સમજે છે. તેથી તમારા સાસુને એ ન સમજાવો કે તમારે તમારા પતિ માટે કેવું ખાવાનું બનાવવું. ભલે તમારા પતિને તમારા હાથનું જમવાનું ગમતું હોય. તમારા સાસુના ગુણોના વખાણ કરો અને ખાવાની રેસિપી પણ સમજાવો.કેટલીક યુવતીઓની બોલવાની રીતમાં તોછડાઈ હોય છે, પંરતુ લગ્ન બાદ તમે તમારી આદત બદલો તો તમારા બધાની સાથે સંબંધ સારા બનશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી અને ઉપયોગી ટીપ્સ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી