સરદાર પટેલએ ઈ.સ. ૧૯૫૦માં જ ડોકલામ વિવાદ અંગે ગંભીરતા દર્શાવી હતી….શું થયું ત્યાર બાદ જાણો અહીં

ડોકલામ વિવાદ જે ઈ.સ ૧૯૬૫  નાં સમયથી ચાલતો આવ્યો છે, તેના કારણે ફરી એકવાર ભારત-ચીન સીમા ઉપર તણાવ ભરેલો માહોલ સર્જાયો હતો. આ અંગે ગોવાનાં મુખ્યમંત્રીએ પણ ઘણી આશ્ચર્યજનક વાતો સભા દરમિયાન જણાવી છે. આવો જાણીએ શું છે ડોકલામ વિવાદ અને કેવી રીતે આ વિવાદને ઉકેલવામાં આવ્યો.

ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરએ તાજેતરમાં એક સભામાં જણાવ્યું કે ભારતનાં પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને ચીન અને પાકિસ્તાન સાથેનાં યુદ્ધનું અનુમાન વર્ષ ૧૯૫૦માં જ કરી લીધો હતો. આ યુદ્ધ આશરે એક દશક પછી લડાયું હતું, પર્રિકરએ વધુમાં જણાવ્યું  કે ભારતનાં પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને લખેલ ત્રણ પાનાનો પત્ર મેં વાંચ્યો જેમાં સરદાર પટેલ એ ડોકલામ મુદ્દા વિશે ગંભીરતા દર્શાવી હતી. સરદાર પટેલની પુણ્યતિથિ ઉપર આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે રક્ષા મંત્રી તરીકે કાર્યભાર સંભાળતા તેમને સરદાર પટેલ અંગે ઘણું બધું જાણવાનો અને વાંચવાનો અવસર મળ્યો.

તેમણે જણાવ્યું કે ‘મેં જવાહરલાલ નેહરુને લખેલ એક પત્ર વાંચ્યો છે. પત્રનો વિષય ઉત્તર સીમા ઉપર આપણા શત્રુ અને વિરોધી હતું. ૧૯૫૦માં સરદાર પટેલએ અનુમાન લગાવ્યું હતું કે ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે. આ સિવાય ચીન સાથે યુદ્ધ અને ડોકલામ વિવાદ અંગે પણ તેમને જાણ હતી. તેઓ એકદમ સટિક અને પરિપૂર્ણ હતા.’

પર્રિકરએ કાશ્મીર વિશે વર્તમાનમાં  જે સ્થિતિ છે તે અંગે જણાવતા કહ્યું કે આ પરિસ્થિતિ એટલે છે કારણ કે વર્ષો પહેલા સરદાર પટેલનાં વિચારો ઉપર ધ્યાન દોરવામાં નહતું આવ્યું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ ૧૯૬૫ અને ૧૯૭૧માં યુદ્ધ થયું અને ભારત તથા ચીન વચ્ચે ૧૯૬૨માં યુદ્ધ થયું હતું. ૨૦૧૭ની શરુઆતમાં પણ ફરી એકવાર સિક્કિમ નજીક ડોકલામમાં ભારત અને ચીન સૈનિકો વચ્ચે લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો હતો.

ડોકલામ વિશે માહિતી

ડોકલામ નામક સ્થાન ભારતીય રાજ્યનાં સિક્કિમ સીમાથી જોડાયેલ છે, જે ચીન અને ભૂટાનનાં પઠાર સીમાથી અડેલો છે. જે હંમેશાથી વિવાદમાં રહ્યો છે, કારણ કે ભારત, ચીન અને ભૂટાન ત્રણે દેશોનો એક ત્રિવેણી જંકશન ક્ષેત્ર છે. આમ, તો ડોકલામ ભૂટાનનાં ક્ષેત્રમાં આવે છે, પરંતુ આની ઉપર ચીન પોતાનો પ્રભાવ જાળવી રાખવા ઈચ્છે છે, જે કારણથી આ ક્ષેત્ર પહેલેથી જ બન્ને દેશોનાં વિવાદનું કારણ રહ્યું છે.

વર્તમાનમાં ડોકલામ વિવાદ

હાલમાં આ વિવાદ એટલે ઉભર્યો છે કારણ કે ચીન વન બેલ્ટ વન રોડ (ઓબીઓઆર) અંતર્ગત એક રોડનું નિર્માણ તિબ્બતથી જોડવા માટે કરી રહ્યો છે. ચીન રોડનું નિર્માણ ભારત, ભૂટાન અને ચીનનો જે ત્રિવેણી બિંદુ છે, તેને એક ક્ષેત્રથી જોડવા માંગે છે જે ભૂટાન અને ભારત બન્ને દેશોની સુરક્ષા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ૨૯ જૂનનાં દિવસે પહેલા ભૂટાન દ્વારા રોડનાં નિર્માણ વિરુદ્ધ ચીનનો વિરોધ કર્યો, સાથે જ ભૂટાન એ પોતાની સેનાને હાઈ અલર્ટ ઉપર રાખીને પોતાની સીમા સુરક્ષામાં વધારો કર્યો. ભારત એ પણ આ સડક નિર્માણ કાર્ય ઉપર પોતાની અસહમતિ દર્શાવતા વિરોધ કર્યો. ભૂટાન સાથે ચીનનો કોઈ પણ પ્રકારે રાજનૈતિક સંબંધ નથી, પણ ભારત સાથે ભૂટાનની સહમતીની સાથે મિત્રતાનાં પણ સંબંધ છે. ભુટાન એ આ ચીની આક્રમણ ખિલાફ ભારત પાસે મદદની માંગ કરી છે. ભારતની અસહમતિ ચીનને નથી ગમી, જે કારણથી આ વિવાદ ઉત્પન્ન થયો છે.

ભારત અને ચીનમાં વિવાદનું મુખ્ય કારણ એ પણ છે કે ભારતને પૂર્વ તરફથી જોડનાર ચિકેન નેગનો ભાગ સિલીગુડી કોરિડોર ચુમ્બી વેલીથી માત્ર ૧૦૦ કિલોમીટર દૂર છે, સાથે જ ચાઈના એ રોડ નિર્માણ કરતા ચુમ્બી વેલીથી ડોકલામ સુધી પોતાની પોહોંચ બનાવી છે. ભારત હવે ઈ.સ. ૧૯૬૨ માં ભારત-ચીન યુદ્ધમાં થયેલ પરાજયનાં ઈતિહાસને ફર નથી જોવા ઈચ્છતા, એટલે જ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્માણ કાર્યનો ગંભીર રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડોકલામ બોર્ડર વિવાદ ઉપર ભારત અને ચીનની સેના લગભાગ ૨ મહિનાથી સામ-સામે છે. આ સમયે આ વિવાદ વિશ્વસ્તર ઉપર જઈ રહ્યો છે.

જો ભારત ડોકલામ વિવાદથી પીછે હઠ કરે છે તો ભારતને ઘણું નુક્સાન થઈ શકે છે કારણ કે આનાથી ભારતને પોતાનાં અમુક રાજ્યો ગુમાવવાની પણ નોબત આવી શકે છે, પણ જો ભારત કોઈ પણ કિંમતે ડોકલામથી નથી હટતા તો અમેરિકી સેના પણ ભારતનો સાથ આપી શકે છે, જે ચીન માટે મોટો જોખમ સાબિત થઈ શકે છે.

ડોકલામ વિવાદથી મુક્તિ

ડોકલામ વિવાદ ઉપર ૨૮ ઑગસ્ટ ૨૦૧૭નાં રોજ ભારત અને ચીનમાં સમંત્તિથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. આ વિવાદનાં કારણે બન્ને સેનાઓ ડોકલામની સીમા પર અઢી મહિનાથી તેનાત છે અને બન્ને સેના ત્યાંથી હટવાનું નામ નથી લેતી. પરંતુ આ વખતે બન્ને દેશોની સરકાર દ્વારા એક મોટો ફેસલો લેવાયો છે કે બન્ને દેશોની સેના હવે ડોકલામથી પાછી બોલાવામાં આવશે. આ નિર્ણય બાદ સેનાને પાછી બોલાવી લેવામાં આવી છે અને આ રીતે આ વિવાદથી છૂટકારો મેળવવા બન્ને દેશોની સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. આ વિવાદ માટે ભારતની પહેલાથી જ આ પ્ર્તિક્રિયા હતી કે વિવાદ યુદ્ધથી નહીં પણ વ્યવ્હાર કૌશલતાથી સૂલજાવવામાં આવશે અને આખરે આવું જ થયું. બન્ને દેશોએ સમજૂતીથી આ વિવાદને સંભાળી લીધો અને સેનાઓ સીમા ઉપરથી હટાવાનો આદેશ આપ્યો.

લેખક – સંકલક – જ્યોતિ નૈનાણી

ટીપ્પણી