સરગવાની સિંગનું સૂપ – નાના બાળકોથી લઈને મોટાઓની હેલ્થમાં મદદરૂપ થતું આ સૂપ આજે નોંધી લો …..

સરગવાની સિંગનું સૂપ

શું ક્યારેય વિચાર્યું છે કે આટલી ગુણકારી સિંગ માંથી માત્ર શાક. જ નહિ પરંતુ ટેસ્ટી ટેસ્ટી સૂપ પણ બનાવી શકાય છે.

સરગવાની સિંગ નાં ફાયદાઓ વિશે આપણે બધા ને ખબર છે. જેથી આપણે તેને ખાઈએ છીએ. પરંતુ તેમાં રહેલા પોષક તત્વો નાના બાળકો માટે પણ ખૂબ. જ ફાયદારૂપ બને છે. જે નાના બાળકો જમતા નાં હોય તેને માત્ર આ સૂપ પીવડાવવાથી રોટલી જેટલા. જ પોષક તત્વો મળી રહે છે. તેમજ મોટી ઉમર ના લોકો જેને અનેક બીમારીઓ હોય અને દાત પણ નાં હોય તે લોકો સરળતા થી આ સૂપ પી શકે છે. આ સૂપ માં અનેક રોગો નાં નિવારણ આવેલા છે. જેથી સરગવાની સિંગ ને આયુર્વેદ માં પણ સ્થાન મળ્યું છે. દૂધ થી પણ વધારે કેલ્સિયમ અને પ્રોટીન સિંગો માં આવેલું હોય છે. સરગવાની સિંગો થી આંખ ની જોવાની શક્તિ વધે છે. બાળકો ને જોઈતા વિટામિન A, વિટામિન C, અને વિટામિન B પણ ખુબ જ માત્રા માં આવેલા હોય છે. જે સરગવાની સિંગ નું શાક નાં ખાઈ સગતા હોય તેના માટે આજે હું લઈ ને આવી છું આ સ્પેશિયલ સૂપ.

સામગ્રી:

સિંગ બાફવા માટે:

 • ૩ નંગ સરગવાની સિંગ,
 • ૧ નંગ ટામેટું,
 • ૧ નંગ ડુંગળી,
 • ૧ નંગ મરચું,
 • ૨-૩ લસણ ની કળી,
 • ૨ ગ્લાસ પાણી,
 • ૨-૩ ચમચી તેલ,
 • વઘારવા માટે:
 • ૧ ચમચી કોર્ન ફ્લોર,
 • ૧/૨ ચમચી ગરમ મસાલો,
 • ૧/૨ લીંબુ,
 • ૧ ચમચી નમક,
 • ૧/૨ ચમચી સંચર,
 • ૧ ચમચી મરી પાઉડર,
 • ૧/૨ ચમચી જીરૂ.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું સરગવાની સિંગ જેને આપણે ધોઈ અને તેના નાના નાના કટકા કરી લઈશું. ત્યાર બાદ લઈશું ડુંગળી, ટામેટા, મરચું, અને લસણ જેને પણ છાલ કાઢી બધા નાં નાના નાના કટકા કરી લેવાત્યાર બાદ કૂકર માં તેલ ગરમ મુકીશું. તેલ ગરમ થાય ગયા બાદ તેમાં લસણ અને મરચું ઉમેરિશું ત્યાર બાદ તેમાં ડુંગળી, ટામેટા અને લસણ ઉમેરી તેને સાંતળી લઈશું.બધી. જવસ્તુઓ સાંતળી લઈએ ત્યાર બાદ તેમાં પાણી ઉમેરવું. જેટલી પણ સિંગ લઈએ એ પ્રમાણે પાણી ઉમેરી શકાય છે.ત્યાર બાદ તેને ૩સિટી થાય એટલી વાર થવા દેવું. ત્યાર બાદ સિંગ સરસ બફાય અને પોચી પડી જશે. અને તેનો કલર પણ હલકો બદલાય જશે.

ત્યાર બાદ કૂકર માં જ કે સિંગ ને બીજા બાઉલ નાં કાઢી તેને બ્લેન્ડર વડે પીસી લઈશું જેથી તેનુ સરસ જ્યુસ નીકળી જાય.ત્યાર બાદ તેને મોટી ગરણી વડે ગાળી લેવું. અને ત્યાર બાદ પાછું સિંગ ને એક બાઉલ માં કાઢી તેમાં પાણી ઉમેરી અને ગરણી થી ગાળી લેવું. એટલે સિંગ નો બધું. એક જ નીકળી જશે. .ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લઈશું.ત્યાર બાદ એક બાઉલ માં કોર્ન ફ્લોર લઈ તેમાં થોડું પાણી ઉમેરી થોડી વાર માટે રેહવા જેથી તે સરસ રીતે મિક્સ થઈ જશે. ત્યાર બાદ લઈશું લીંબુ. અને મસાલા જે તમે જેટલી પણ સિંગ લીધી હોય એટલી માત્રા માં ઉમેરી શકો છો. જેમાં નમક, ગરમ મસાલો, મરી પાઉડર, અને સંચર લઈશું.

હવે એક પેન માં તેલ ગરમ મુકીશું. ત્યાર બાદ તેમાં થોડું જીરું મૂકી સાંતળી લેવું. ત્યાર બાદ સિંગ નું જ્યુસ તેમાં ઉમેરી ધીમી આંચ પર પાકવા દેવું.હવે સૂપ માં ઉમેરિશું કોર્ન ફ્લોર જેથી સૂપ ઘટ્ટ બની જશે. ત્યાર બાદ બધા જ મસાલાઓ અને લીંબુ ઉમેરી લઈશું. અને સૂપ ને ધીમી આંચ પર ચડવા દેવું.

તો તૈયાર છે ગરમાગરમ સરગવાની સિંગ નું સૂપ. જેને કોથમરી થી સજાવી સર્વ કરીશું.

નોંધ: આ સૂપ ટેસ્ટ માં ખટાસ પડતું બનશે. જો ખાટું નાં કરવું હોય તો લીંબુ નાં ઉમેરવું અથવા તો થોડી ખાંડ ઉમેરી દેવી. જેથી સૂપ ખુબ જ ટેસ્ટી અને ખાટું મીઠું બનશે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી