300થી વધુ રોગોમાં સરગવો લાભદાયી… વધુ માહિતી માટે ક્લિક કરો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સંયુક્ત આરબ અમીરાતની મુલાકાતે ગયેલા શેફ સંજીવ કપૂરે ખૂલાસો કર્યો કે, પીએમને સરગવાના પરાઠા બહુ જ પસંદ છે. પીએમ મોદીએ સંજીવ કપૂરની સાથે તેની રેસિપી શેર કરી હતી. સરગવાને સુપરફુડ કહેવામાં આવે છે. તે શરીર માટે એટલો કામનો છે કે તેના ફાયદા જાણીને તમે હેરાન રહી જશો. તેનો ઉપયોગ ભારતીય કિચનમાં હજારો વર્ષોથી થાય છે. તેનાથી અનેક સારી રેસિપી બનાવી શકાય છે. તે પહેલા આજે આપણે તેના પરાઠા વિશે જાણીએ.

સરગવાના પરાઠા કેવી રીતે બનાવશો

સરગવાના પરાઠા તેના પાનમાંથી બનાવવામાં આવે છે. પાંદડાને ઉકાળી લેવાય છે. પછી તેમાં લોટને વણી લેવામાં આવે છે. પાંદડાને ઉકાળવા કરતા તેને પીસીની પણ લોટમાં નાખી શકાય છે. પછી લોટમાં મીઠું, અજમો અને મરચું વગેરે મિક્સ કરવામાં આવે છે. હવે સરગવાના પરાઠા બનાવવા લોટ તૈયાર છે. સ્વાદમાં લાજવાબ અને સ્વાસ્થય માટે પણ તે ઉત્તમ છે.

સરગવાના પાંદડામાં એન્ટી-ઓક્સિડન્ટ અને અન્ય આવશ્યક પોષક તત્ત્વ હોય છે. જે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલ રાખવામાં મદદરૂપ થાય છે. સરગવાના પાંદડાને દાળ અને શાકમાં મિક્સ કરીને પણ ખાઈ શકાય છે.

એક રિસર્ચ અનુસાર, સરગવાના પાનના રસથી અલ્ફા ગ્લુકોસિડેસ અને પેન્ક્રીએટિક અલ્ફા-એમિલેસ એન્ઝાઈમને રોકવામાં મદદ મળે છે. આ તત્ત્વો શરીરમાં ત્યારે વધે છે, જ્યારે વ્યક્તિ ડાયાબિટીસથી પીડિત હોય. તેનાથી ગ્લુકોઝના સ્તરમાં સુધારો લાવવામાં અને બ્લડ ગ્લુકોઝ સ્તર નિયંત્રિત કરવામાં મદદ મળી રહે છે.

300થી વધુ રોગોમાં સરગવો લાભદાયી

• આર્યુવેદમાં 300 રોગોનો ઉપચાર સરગવો હોવાનું કહેવાયું છે. તેની પાંદડામાં કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ પ્રચુર માત્રામાં જોવા મળ્યું છે.

• પેટ, કફ, આંખ, મચક, શિયાટિક, ગઠિયા જેવામાં તે બહુ જ ઉપયોગી છે. તેનાથી 80 પ્રકારના દુખાવા ગાયબ કરી શકાય છે.

• સરગવાના તાજા પાંદડાનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટી જાય છે.

• પાંદડાનો રસ બાળકોના પેટમાંથી કીડા કાઢવામાં ઉપયોગી થાય છે.

• તેનાથી ઊલટી રોકી શકાય છે.

• આ રસ રોજ સવાર-સાંજ પીવાછી ઉચ્ચ રક્તચાપમાં લાભ થાય છે.

• સરગવાની છાલમાંથી કાઢો બનાવાની તેના કુલ્લા કરવાથી દાંડના કીડા નાશ થાય છે.

• સરગવામાં દૂધની સરખામણીમાં ચાર ગણુ વધુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન હોય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block