શું તમને રોજ સતાવે છે ખરાબ સપના ? તો સરળ ઉપાય તમારી સમસ્યા કરશે પળવારમાં દૂર

રાત્રે સૂતી વખતે સપના દરેક વ્યક્તિને આવે છે. કેટલાક સપના એવા હોય છે જે ખુશી આપે છે જ્યારે કેટલાક એવા ડરામણા હોય છે કે અડધી રાત્રે ઊંઘ ઉડાડી દે છે. જો કે કેટલાક લોકો એવા હોય છે જેમને રોજ ડરામણા સપના આવે છે.

આ કારણે તેમનો આત્મવિશ્વાસ પણ ઘટવા લાગે છે. દિવસની શરૂઆત જ્યારે આ રીતે થાય છે ત્યારે દિવસભરના કામમાં પણ અડચણો આવતી રહે છે. ખરાબ સપના ન આવે તે માટે જાતક અગ્નિપુરાણમાં દર્શાવેલા સરળ ઉપાય કરવાથી તુરંત ફાયદો થાય છે.

 

  • જે વ્યક્તિને વારંવાર ખરાબ સપના આવતાં હોય તેણે નિયમિત રીતે તલના તેલનો દીવો ઘરના મંદિરમાં કરવો જોઈએ. આમ કરવાથી ખરાબ સપના આવતાં બંધ થઈ જશે.
  • સૂર્ય દેવને નિયમિત રીતે સવારે જળ ચઢાવવું, આ ઉપાય કરવાથી પણ સ્વપ્નદોષ દૂર થાય છે. સૂર્ય દેવના તેજથી વ્યક્તિના વિચારોની શુદ્ધિ થાય છે.
  • શિવ પૂજા નિયમિત કરવી અને ત્યાર બાદ મહામૃત્યુંજય મંત્રની એક માળા કરવી. મંત્ર જાપ રાત્રે સૂતા પહેલાં પણ કરી શકાય છે.
  • ઘરમાં રોજ સવારે અને સાંજે કપૂર પ્રગટાવવું. આ ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થાય છે. આ ઉપરાંત સંધ્યા સમયે બેડરૂમમાં પણ કપૂર પ્રજ્વલિત કરી દેવું.
  • ખરાબ સપનાના કારણે ઊંઘ ઉડી જાય તો પથારીમાંથી ઊભા થઈ હાથ-મોં ધોઈ અને ફરીથી સૂઈ જવું. રાત્રે સૂતા પહેલાં પણ નિયમિત રીતે સ્નાન કરવું અને સ્વચ્છા કપડા પહેરીને સૂવું.
 • જ્યારે પણ ખરાબ સપના આવે તો સવારે ઊઠીને અન્ય કામમાં મન પરોવવું. અન્ય કોઈ વ્યક્તિ સાથે તેની ચર્ચા ન કરવી. આમ કરશો તો મનમાં તેના જ વિચારો આવ્યા કરશે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

આધ્યાત્મિક માહિતી જાણવા માટે આજે જ અમારું પેજ લાઇક કરો 

 

ટીપ્પણી