સંતોષી જિંદગી – આવનાર ૧૦ વર્ષમાં આજની એક આખી પેઢી સંસાર છોડીને જતી રહેશે

આવનાર ૫-૧૦ વર્ષમાં આજની એક પેઢી આ સંસાર છોડીને જતી રહેશે.
કડવું પણ એ સત્ય છે કે આ પેઢીના લોકો સાવ જુુદા જ છે.

રાત્રે જલ્દી સુવાવાળા, સવારે વહેલા ઉઠવાવાળા, સવારમાં ફરવા જવાવાળા, આંગણમાં અને ફૂલ-છોડમાં પાણી નાખવાવાળા.

ભગવાનની પૂજા માટે ફૂલ તોડવાવાળા, પૂજન અર્ચન કરવાવાળા, પાપથી ભય રાખનારા, મંદિર જવા વાળા, રસ્તામાં મળે તેની સાથે વાત કરવા વાળા, તેમના સુખદુ:ખના ખબર અંતર પૂછવા વાળા, બન્ને હાથો વડે પ્રણામ કરવાવાળા. પૂજા કર્યા વગર ન જમવા વાળા.

તેઓનો અજીબ સંસાર છે, વસ્તુ, તહેવાર, મહેમાન પ્રત્યેનો શિષ્ટાચાર, અન્ન, ધાન્ય, શાકભાજીની ચિંતા,
તીર્થયાત્રા, રીતિરિવાજ, ઈદ – દિવાળી કે અન્ય કોઈપણ તહેવારમાં ફરવા ન જઈ ઘરે રહેવા વાળા.

જુના ફોન પર લગાવ રાખવા વાળા, ફોન નબરની પચાસ ડાયરી રાખવા વાળા, હંમેશા રોંગ નંબર લગાડવાવાળા, પરંતુ રોંગનંબર પર પણ અડધી મિનિટ શિષ્ટાચારથી વાતો કરનારા, દિવસમાં ત્રણ-ચાર છાપા વાંચવા વાળા, વિકો-વજ્રદન્તીનો ઉપયોગ કરવા વાળા, હંમેશા અગિયારસ યાદ રાખવા વાળા, ઈશ્વર પર ખૂબ જ વિશ્વાસ કરવા વાળા, સમાજથી ડરનારા.

જૂના ચપ્પલને ખીલી મારી ચલાવવા વાળા, જૂની બનીયન કાણાં પડી જવા છતા અવારનવાર પહેરવા વાળા, ગરમીમાં અથાણા-પાપડ બનાવવા વાળા, ઘરે જ ખાંડીને બનાવેલ હળદર, મસાલા વાપરવા વાળા, નજર ઉતારવા વાળા, શાકવાળા સાથે બે રૂપિયા માટે પણ રકઝક કરવા વાળા, વર્ષમાં એકાદ પિકચર જોવા વાળા…….

આ બધાજ લોકો ઘીરે-ધીરે આપણો સંગાથ છોડીને જઈ રહ્યા છે.

શું તમારા ઘરમાં પણ આવું કોઈ છે?

જો હા તો, તેનો ખ્યાલ રાખો, નહી તો એક મહત્વપૂર્ણ ઉપદેશ તેઓની સાથે જ ચાલ્યો જશે. તેઓ પાસેથી શીખો. શું શીખશો?
“સંતોષી જિંદગી”

અનુવાદક – નિરૂપમભાઈ અવાશિયા

પોસ્ટ તમને સ્પર્શી ગઇ? જો હા, તો આવા સરસ મજાના લેખ કાયમ વાંચવા માટે અત્યારે જ લાઈક કરો અમારું ફેસબૂક પેજ જલ્સા કરોને જેંતીલાલ – અને હા, પોસ્ટને અચૂક લાઇક અને શેર કરો

ટીપ્પણી