ચાલો જાણીએ શંખપુષ્પિ શું છે એ અને એનાથી થતાં ફાયદાને!

શંખપુષ્પિના ઔષધિય લાભોને કારણે શંખપુષ્પિ આયુર્વેદમાં ખુબ જ મહત્ત્વની જડીબુટ્ટી છે. શંખપુષ્પિના છોડ પર શંખના આકાર વાળા ધોળા ફુલ આવે છે.

માટે તેને શંખપુષ્પિ નામ આપવામાં આવ્યું છે. તેને ક્ષીર પુષ્પી (દૂધની જેમ ધોળા ફૂલ આવવાના કારણે), માંગલ્ય કુસુમા (જેના દર્શન કરવાથી હંમેશા મંગળ થાય છે) પણ કહેવામાં આવે છે. તે ભારતની મોટા ભાગની પથરાળ જમીન પર મળી આવે છે.

શંખપુષ્પિના ગુણ :

શંખપુષ્પી શુદ્ધિકારક, રેચક, બુદ્ધિ માટે ગુણકારી, વીર્ય વર્ધક, માનસિક દુર્બળતાનો નાશ કરનારી, રસાયણવાળી, કસાયેલી, ગરમ તેમજ સ્મરણ શક્તિ, કાન્તિ બળ અને અગ્નિને વધારનારી તેમજ વાઈ, ભૂખ, દરિદ્રતા, કુષ્ટ કૃમિ તેમજ વિષને નષ્ટ કરનારી હોય છે. તે અવાજને સારો કરે છે, મંગળકારી હોય છે, અવસ્થા સ્થાપક તેમજ માનસિક રોગોને નષ્ટ કરનારી હોય છે.

શંખપુષ્પિની ઓળખ :

શંખપુષ્પિ પથરાળ જમીનવાળા જંગલોમાં ચોમાસામાં પોતાના મૂળિયામાંથી ફરી ઉગે છે અને શરદ ઋતુમાં દ્રવીભૂત જમીન પર ઘાસની સાથે ફેલાયેલી જોવા મળે છે.

તેનો છોડ ઉપર તરફ નહીં પણ નીચે જમીન પર જ ફેલાય છે. તેના મૂળમાંથી સૂતર જેવી પાતળી ડાળો નીકળીને જમીન પર ફેલાવા લાગે છે.  અને તેના છેડા પર મૃદુ રોમની જેમ જમીન પર ફેલાયેલા પડ્યા હોય છે. આ ડાળી લગભગ એક થી બે ફૂટ લાંબી હોય છે . તેના મૂળિયા આંગળી જેટલા જાડા હોય છે. એકથી બે ઇંચ લાંબા હોય છે અને તે આગળથી જાડા અને પાછળથી સાંકડા હોય છે. તેની છાલ જાડી હોય છે જે બહારથી ભૂરા રંગની હોય છે અને ખરબચડી હોય છે. અંદરની છાલ અને ડાળીની વચ્ચેથી દૂધ જેવું દ્રવ્ય નિકળે છે જેની ગંધ તાજા તેલ જેવી દાહક હોય છે.

શંખપુષ્પિ ની ડાળી અને તેની આગળની શાખાઓ સૂતળી જેવી પાતળી અને સફેદ કૂપણોથી ભરેલી હોય છે. તેના પાન અરધાથી  એક ઇંચ લાંબા હોય છે. પાંદડાને મસળવાથી  મૂળાના પાંદડા જેવી ગંધ આવે છે. ફુલો પ્રમાણે શંખપુષ્પિની ત્રણ જાત જોવા મળે છે. શ્વેત, લાલ અને વાદળી પુષ્પિ. તેમાં સફેદ પુષ્પવાળો શંખપુષ્પિનો છોડ જ ઔષધિય ગુણો માટે સર્વોત્તમ છે. કેટલાક વિદ્વાનોએ પિત વર્ણી શંખપુષ્પિનું વર્ણન પણ કર્યું છે.

શંખપુષ્પિના ફુલો ચૈત્ર એટલે કે એપ્રિલ મહિનાની આસપાસ સૂર્યોદય પછી ખીલે છે. મે થી ડિસેમ્બર સુધી તેમાં ફુલો ઉપરાંત નાના નાના ગોળ ભૂરા રંગના ચિકણા ફળ પણ આવે છે. તેના બીજ ભૂરા કે કાળા રંગના ત્રણ ધારવાળા હોય છે. શંખપુષ્પિનો છોડ ડિસેમ્બરથી મે સુધી સુકો જ રહે છે.

શંખપુષ્પિની શુદ્ધતાની ઓળખ :

સામાન્ય ઔષધીય ઉપયોગ માટે શ્વેત પુષ્પવાળી શંખપુષ્પિનો જ ઉપોયગ કરવામાં આવે છે પણ શ્વેતપુષ્પિની સાથે લાલ અને વાદળી શંખપુષ્પિઓની ભેળસેળ હંમેશા જોવા મળે છે. અન્ય રંગના શંખપુષ્પિના ફુલો સફેલ ફુલો જેટલા ઔષધીય ગુણો નથી ધરાવતા હોતા. આ ઉપરાંત શંખપુષ્પિમાં કાલમેઘ નામના છોડની ભેળસેળ પણ કરવામાં આવે છે કારણ કે કાલમેઘનો છોડ ઘણાખરા અંશે શંખપુષ્પિ જેવો જ દેખાય છે. તેના પર પણ સફેદ ફુલ આવે છે પણ તેના છોડની ઉંચાઈ, તેનો ફેલાવો તેમજ તેના પાંદડા અલગ પ્રકારના હોય છે.  જો કે તેના ગુણધર્મો પણ શંખપુષ્પિ સાથે ઘણાબધા મેળ ખાય છે.

શંખપુષ્પિને લેવાની રીત :

શંખપુષ્પી પેસ્ટ – 1-2 ગ્રામ

શંખપુષ્પિનો ઉકાળો – પ્રતિદિવસ વહેંચાયેલા પ્રમાણમાં 50-100 મીલી લિટર

શંખપુષ્પિનો અર્ક – 250 મિલી ગ્રામ – 2 ગ્રામ રોજ વહેંચાયેલા પ્રમાણમાં.

શંખપુષ્પિની કેપ્સ્યુલ – 1 દિવસમાં એક કે બે વાર ડોક્ટરની સલાહ પ્રમાણે ભોજન પહેલાં કે ભોજન પછી લેવી.

બ્રેઇન પાવર :

શંખપુષ્પિ બ્રેઇન પાવર, યાદશક્તિ તેજ બનાવે છે. અને મગજની એકાગ્રતા તેમજ યાદ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ઉપરાંત મગજનું વધારે કામ કરતી દરેક વ્યક્તિ માટે શંખપુષ્પિનું સેવન ખુબ જ લાભપ્રદ છે. તેનું બારિક પીસેલું ચૂર્ણ 1-1 ચમચી સવાર-સાંજ, મીઠા દૂધ સાથે અથવા સાકરની ચાસણી સાથે લેવું જોઈએ.

સનેપાત વાળો તાવ :

ભારે તાવના કારણે કેટલાક લોકો પોતાના મગજ પરનો કાબુ ખોઈ બેસે છે અને તાવમાં કંઈકને કંઈક બબડે રાખે છે. આવી સ્થિતિમાં શંખપુષ્પિ અને સાકરને બરાબર પ્રમાણમાં મિક્સ કરી એક-એક ચમચી દિવસમાં ત્રણ –ચાર વાર પાણી સાથે લેવાથી લાભ થાય છે અને ઉંઘ પણ સારી આવે છે.

હાઈ બ્લડ પ્રેશર :

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને શંખપુષ્પિનો ઉકાળો સવાર તેમજ સાંજે પીવડાવવો જોઈએ. બે કપ પાણીમાં બે ચમચી શંખપુષ્પિ ચૂર્ણ નાખી ઉકાળવું. જ્યારે તેમાં અરધો કપ પાણી રહી જાય ત્યારે ઉતારી ઠંડુ કરી ગાળી દીવસમાં બેથી ત્રણવાર પીવડાવવું જોઈએ. સાથે સાથે એક-એક ચમચી પાણી લેવાનું પણ શરૂ કરી દેવું તેનાથી બ્લડપ્રેશર સામાન્ય રહે છે.

પથારીમાં પેશાબ :

કેટલાક બાળકો મોટા થયા પછી પણ પથારીમાં પેશાબ કરી દેતા હોય છે. આવા બાળકોને અરધી ચમચી શંખપુષ્પિનું ચૂર્ણ મધ સાથે ભેળવી સવાર-સાંજ ચટાડી તેના ઉપર ઠંડુ દૂધ કે પાણી પીવડાવવું. આ પ્રયોગ એક મહિનો ચાલુ રાખવો.

શક્તિવર્ધક :

શંખપુષ્પિ પંચાંગ, બ્રાહ્મી, અશ્વગંધા. બદામ, કોળાના બીજ, તરબુચના બીજ, નાની ઇલાઇચી, વરિયાળી, મરી, આંબળા, ખસખસ વિગેરે બધું જ 10-10 ગ્રામ ના પ્રમાણમાં લઈ જાડુ જાડુ વાટી લેવું. ઉનાળાની ઋતુમાં તેનું ઠંડુપીણુ (ઠંડાઈ) બનાવી સેવન કરવાથી શારીરિક તેમજ માનસિક બન્ને રીતે શક્તિ મળે છે.

તાણ નાશક :

શંખપુષ્પી ટેવ પાડનાર તાણનાશક દવાઓની સરખામણીએ ક્યાંય ઉત્તમ તેમજ સૌમ્ય ઔષધી છે કારણ કે તેમાં રસાયણ તાણને શાંત કરી મગજની ઉત્તેજનાને શાંત કરે છે અને શાંત તેમજ ગાઢ નિદ્રા આપે છે. તે હૃદયના અનિયમિત ધબકારાને સામાન્ય બનાવે છે.

પાઇલ્સ (મસા) :

એવું માનવામાં આ છે કે પાઇલ્સના રોગની ઉત્પત્તિ અજીર્ણ થયા બાદ મળ, મૂત્રના અવરોધ આવવાથી થાય છે. શંખપુષ્પી રોગ પાઈલ્સ ના મૂળ કારણરૂપ એવા મુત્રાવરોધ વિગેરેને દૂર કરે છે જેનાથી રોગની ઉત્પતિ થાય જ નહીં. શંખપુષ્પ, સેલમના ફૂલ, તજ, ઇલાઈચી, બીજ, અનંતમૂળ, હળદર, શ્યામ લતા, ખસખસ, મુલેઠી, સફેદ ચંદર, આંબળા, સફેદ મૂસલી, ભારંગી, પીળી હરડેની છાલ, દેવદાર, વંશલોજન અને લેહ ભસ્મસ પણ સરખા પ્રમાણમાં લઈ તેનું બારીક ચૂરણ બનાવી આ ચૂરણને રોજ 2-4 ગ્રામ બે વાર સવાર-સાંજ પાણી સાથે સેવન કરવું.

માનસિક થાક માટે :

માનસિક થાકના કેટલાએ કારણ હોઈ શકે છે, પણ સૌથી સામાન્ય કારણ વધારે પડતું કામ, કંપ્યુટરનું કામ, અભ્યાસ વિગેરે કેટલાએ કારણથી માનસિક તાણ ઉભી થઈ શકે છે. માનસિક થાકને ઓછો કરવા તેમજ કામમાં ઉત્સાહ વધારવા માટે શંખપુષ્પિ ખુબ જ મદદરૂપ થાય છે. માનસિક થાકને ઓછો કરવા માટે 1 ચમચી શંખપુષ્પિ પાવડરને પાણી સાથે દિવસમાં બે વાર લેવું.

મેમરી લોસ :

શંખપુષ્પિ સંજ્ઞાત્મક કાર્યોમાં સુધારો લાવે છે અને મેમરી બુસ્ટર તરીકે કામ કરે છે. તે તમારી યાદશક્તિને બળવાન બનાવે છે. આમ તો ડિમેંશિયાના ઘણા બધા કારણ હોય છે, પણ તેના બધા જ કારણો મગજની કોશિકાઓની ખામી તરફ ઇશારો કરે છે. શંખપુષ્પિ મગજનીકોશિકાની ખામીને રોકીને ડિમેંશિયામાં મદદરૂપ થાય છે. તે મનોભ્રંશ અને સ્મૃતિ નુકસાનના લક્ષણોને સુધારવા માટે બાકીની તંત્રિકા કોશિકાઓને સુધારવાનું કામ પણ કરે છે.

માથાના દુઃખાવામાં લાભપ્રદ:

માથાનો દુઃખાવો માનસિક નબળાઈ, માનસિક કામનો ભાર, માનસિક તાણના કારણે હોઈ શકે છે. શંખપુષ્પિ મગજને શક્તિ આપે છે. આ રીતે તે ડિસ્ટર્બ્ડ નસોને શાતં કરે છે અને માથાના દુઃખાવામાં રાહત આપે છે. આ બાબતમાં શંખપુષ્પિ સિરપ વધારે લાભપ્રદ સાબિત થયું છે.

અતિસંવેદનશિલતાનો ઉપાય :

જે વ્યક્તિ મોટા અવાજ, અતિ ઉજ્વળ પ્રકાશ, તીવ્ર ગંધને સહન નથી કરી શકતી તેને ખુબ જ સંવેદનશિલ વ્યક્તિ માનવામાં આવે છે. 250 મીલીગ્રામ પ્રવાલ પિષ્ટી, 125 મિલીગ્રામ અભ્રકની ભસ્મ અને 50 મિલીગ્રામ રજતની ભસ્મનું મિશ્રણ આવા લક્ષણોની સારવાર કરે છે.

ભુખ વધારેઃ

શંખપુષ્પિ ત્યારે ખુબ જ અસરકારક સાબિત થાય છે જ્યારે ભાવનાત્મક વિશિષ્ટતાઓથી એનોરેક્સિ દ્વારા ભુખ ઓછી થઈ જાય છે. શંખપુષ્પિમાં ભુખ અને પાચન ઉત્તેજક ગુણો પણ હોય છે, જેનાથી ભૂખમાં સુધારો કરવામાં મદદ મળે છે.

વારંવાર થતાં ગર્ભપાતને રોકે છે :

ગર્ભાશય અથવા તો તેની સંરચનાઓની નબળાઈના કારણે વારંવાર ગર્ભપાત થાય છે. ગર્ભાશયને મજબુત બનાવવા અને ગર્ભપાતને રોકવા માટે 1.5 ગ્રામ શંખપુષ્પિને 1.5 ગ્રામ અશ્વગંધા પાવડર સાથે મિક્સ કરી પિડિત સ્ત્રીને આ મિશ્રણનો ત્રણ મહિનાનો કોર્સ પુરો કરાવ્યા બાદ ગર્ભાધારણનો પ્રયાસ કરવો જોઈ.

સાવચેતી :

  • કેટલાક લોકોને તાજી હર્બલ પેસ્ટ લેવાથી કેટલીએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ હર્બલ પેસ્ટના સ્વાદના કારણે હોઈ શકે છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન આ જડી બુટીનું સેવન ન કરવું જેઈએ. આ ઔષધીને માત્ર ડોક્ટરની સલાહ લીધા બાદ જ લેવી જોઈએ.
  • સ્તનપાન કરાવનારી માતાઓના ઉપયોગ માટે શંખપુષ્પિ ખુબ જ સુરક્ષિત છે.
  • 3 વર્ષની ઉપરના બાળકોને માચે અલ્પ પ્રમાણમાં તેનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે.
  • તે હાઈ બ્લડપ્રેશને ઘટાડે છે માટે લો બ્લડપ્રેશર વાળા લોકોએ તેનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ.

લેખન.સંકલન : દીપેન પટેલ 

આયુર્વેદને લગતી માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ “જલ્સા કરોને જૈંતિલાલ”

 

 

ટીપ્પણી