આજે શરદ પૂનમ, જાણો શા માટે ચંદ્રના પ્રકાશમાં બેસીને લોકો આરોગે છે દૂધ-પૌવા ?

- Advertisement -

આસો માસમાં આવતી શરદ પૂર્ણિમા વર્ષ દરમિયાન આવતી પૂનમમાં સૌથી વધારે મહત્વ ધરાવે છે. હિંદૂ ધર્મ ગ્રંથોમાં પણ આ પૂનમને ખાસ ગણાવી છે. આ વર્ષે શરદ પૂર્ણિમા શનિવાર અને 15 ઓક્ટોબરે આવશે. ત્યારે આજે જાણો શા માટે છે શરદ પૂનમનું વધારે મહત્વ.

ચંદ્રમાંથી વરસે છે અમૃત

શરદ પૂનમ સાથે જોડાયેલી માન્યતા અનુસાર આ દિવસે ચંદ્રના પ્રકાશમાં અમૃત સમાન ગુણ હોય છે. જે અનેક બીમારીઓનો નાશ કરે છે, એટલા માટે જ આ શરદ પૂનમની રાત્રે લોકો ઢાબા પર ખીર બનાવીને ભોજન કરે છે. જેથી તેઓ ચંદ્રના પ્રકાશમાં સમય પસાર કરી શકે. કેટલાક લોકો દૂધ-પૌવા બનાવી અને તેને ચંદ્રના પ્રકાશમાં રાખે છે અને પછી તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે.

શ્રીકૃષ્ણનો મહારાસ

શરદ પૂનમ અંગે એવી પણ માન્યતા છે કે આ રાત્રિએ શ્રીકૃષ્ણે વૃંદાવનમાં રાધા અને ગોપીઓ સાથે મહારાસ કર્યો હતો. એવી પણ માન્યતા છે કે માતા લક્ષ્મી શરદપૂર્ણિમાએ રાત્રે ધરતી પર વિહાર કરે છે. જે ઘરમાં લોકો સૂઈ રહ્યા હોય છે ત્યાંથી તેઓ જતાં રહે છે અને જે જાગી રહ્યા હોય છે ત્યાં તેઓ સ્થાયી વાસ કરે છે.

દૂધ-પૌવાનું મહત્વ

શરદ પૂનમ એટલે ઋતુમાં ફેરફાર થવાનો સમય. આ દિવસથી વાતાવરણમાં ઠંડક થવા લાગે છે. ઠંડકમાં હંમેશા ગરમ વસ્તુઓ આરોગની જોઈએ, જેના પ્રતિકરૂપે રાત્રે દૂધ-પૌવા ખાવામાં આવે છે. જેનાથી શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે.

દિવાળી સુધી કરો આ ઉપાય ધનની નહીં રહે ખામી

આજથી દિવાળી સુધીના 15 દિવસ અત્યંત ખાસ છે. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસોમાં કરેલી પૂજા અવશ્ય ફળ આપે છે. પરંતુ માતા લક્ષ્મીનો સ્થાયી વાસ ત્યાં જ હોય છે જ્યાં સકારાત્મક વાતાવરણ અને સ્વચ્છતા હોય. કારણ કે માતા લક્ષ્મી સંસારનો આધાર છે, તેઓ ધન પ્રદાન કરવાની સાથે સુખ-શાંતિ પણ પ્રદાન કરે છે.

ધનથી જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદી શકાય છે પરંતુ સારું સ્વાસ્થ્ય અને શાંતિ પૈસાથી ખરીદી નથી શકાતું. માં લક્ષ્મીની કૃપાદ્રષ્ટી ઘર-પરિવાર પર હોય તો જ આ સુખની પ્રાપ્તિ શક્ય છે અને તેના માટે શ્રેષ્ઠ સમય છે આજથી દિવાળી સુધીના 15 દિવસ. દિવાળી સુધીમાં રોજ આ સરળ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

સૂર્યસ્ત સમય કાચા દૂધમાં મધ અને ગંગાજળ મીક્ષ કરો, આ દૂધના બે ભાગ કરો તેમાંથી એક ભાગને પરિવારના સભ્યોના સ્નાન માટેના પાણીમાં ઉમેરી દો અને બીજા ભાગને ઘરમાં છાંટી દો. જે દૂધ વધે તેને ઘરના મુખ્ય દરવાજા આગળ રેડી દેવું. શરદ પૂનમથી દિવાળી સુધી આ ઉપાય કરવાથી ઘરમાંથી નકારાત્મકતાની સાથે સમસ્યાઓ પણ દૂર થઈ જશે અને આર્થિક સમૃદ્ધિમાં પણ વધારો થશે.

સૌજન્ય: સંદેશ

ટીપ્પણી