બનાવો એકદમ સરળ રીતે, પીઝા સેન્ડવીચ, ઘરમાં બધાને પસંદ આવશે અને કઈક ચેન્જ લાગશે…

સેન્ડવીચ પીઝા

સામગ્રી:

૪- સ્લાઈઝ બ્રેડ,
૨ – કેપ્સીકમ,
૨ થી ૩- મિડીયમ સાઈઝ નાં કાંદા,
૨ થી ૩ – મિડીયમ સાઈઝ નાં ટમેટા,
૧ – નાની કાકડી / ગાજર(optional),
(જેમને નાખવા હોય નાખી શકે છે),
૧ – નાનો બાઉલ(વાટકી) કોથમીરની ચટણી,
ટોમેટો કેચપ,
પીઝા મસાલો,
સેન્ડવીચ મસાલો,
બટર,
ચીઝ ક્યુબ,

રીત:

એક બાઉલ માં કેપ્સીકમ, કાંદા અને ટમેટા બધુ જીણું કાપી લો.હવે તેમાં કોથમીરની ચટણી,ટોમેટો કેચપ, પીઝા મસાલો,સેન્ડવીચ મસાલો નાંખી બરાબર મિક્ષ કરી લો.
હવે બીજી સાઈડ નોન સ્ટીક પેન માં૧/૨ બટર નાંખી ૨ સ્લાઈઝ મુકો. થોડી ક્રીસ્પી/ બ્રાઉન થવા લાગે એટલે એ બંને સ્લાઈઝ ની સાઈડ ફેરવી બંને સ્લાઈઝ પર કોથમીરની ચટણી લગાવો.
હવે અેક સાઈડ પર મિક્ષ કરેલ મિશ્રણ નાંખી બીજી સ્લાઈઝ તેના પર મુકી ક્રીસ્પી બ્રાઉન કલર થાય એટલે એને બીજી સાઈડ ફરવી બીજી સાઈડ પણ ક્રીસ્પી બ્રાઉન કલર થવા દો પછી એને એક ડીશ માં કાઢી પીઝા કટર થી ચાર પીસ માં કટ કરી ઉપર બટર લગાવી ચીઝ નાંખી ગરમા ગરમ સર્વ કરો.
તો રેડી છે સેન્ડવીચ પીઝા.

રસોઇ ની રાણી : ખુશ્બુ દોશી, સુરત.

શેર કરો આ ટેસ્ટી વાનગી તમારા ફેસબુક પર અને સાથે તમે બનાવેલ સેન્ડવીચનો ફોટો પણ મુકજો. બધાને ખબર તો પડવી જોઈએ ને…

ટીપ્પણી