સેડવીચ ઢોસા – ડીનર સ્પેશિયલ ને એકદમ ન્યુ વેરાયટી, સ્વાદમાં પણ એકદમ પરફેક્ટ ઢોસા…..

સેડવીચ ઢોસા

ઢોસા નામ સાંભળતા જ એમ થઈ જાય કે આજે સાંજે ડિનર માં જ બનાવી નાખું સાચી વાત ને? ઢોસા તો અનેક પ્રકારના બને છે જેમ કે , મૈસૂર મસાલા ઢોસા: વેજીટેબલ મસાલા ઢોસા: પાલક મસાલા ઢોસા,આવા અનેક પ્રકારના ના ઢોસા આપણે બનાવીએ છે તો આજે કંઈક અલગ જ અને ટેસ્ટી એવા સેન્ડવીચ ઢોસા બનાવો ડિનર માં કંઈક સ્પેશિયલ થઈ જશે.

સામગ્રી

  • 1 બાઉલ ઢોસા નું બેટર,
  • 1 વાટકી ટામેટા ની સ્લાઇસ,
  • 1 વાટકી ગાજર ની સ્લાઇસ,
  • 1 વાટકી ઝીણી સમારેલ ડુંગળી,
  • 1 વાટકી ખમણેલું ચિઝ,
  • ગ્રીન ચટણી,
  • મરી નો ભુક્કો,
  • મીઠું સ્વાદ અનુસાર.

બનાવાની રીત

ઢોસા નું બેટર બનાવાની રીત

ચોખા + મેથી અને અડદની દાળને અલગ અલગ પલાળો (ઓછામાં ઓછું ૪ કલાક) પ્રથમ અડદની દાળ વાટો અને પછી ચોખા.આ બન્નેને મિશ્ર કરી ખૂબ ફીણો અને તેને આથો લાવવા ૧૨ કલાક હૂંફાળી જગ્યાએ મૂકી રાખો.
તૈયાર થયેલ મિશ્રણમાં થોડું મીઠું ઉમેરો.

થઈ ગયું બેટર તૈયાર હવે

સૌ પ્રથમ ઢોસા ના તવા પર તેલ કે બટર થી ગ્રીસ કરી તેના પર પાણી થી સ્પ્રિંકલ કરી ચોખ્ખા કપડાં થી તવો લુઓ. હવે તેના પર ઢોસા નું ખીરું સ્પ્રેડ કરી ઢોશો બનાવો હવે ગેસ સ્લો કરી ગ્રીન ચટણી લગાડો,તેના પર ડુંગળી,ટામેટા,ગાજર,આ બધા પર મરી નો ભૂકો છાંટો.અને સ્વાદ અનુસાર મીઠું છાંટો.હવે તેના પર ચીઝ છાંટી ટ્રેનગલ શેપ માં કટ કરી સાંભર અને ચટણી સાથે સર્વ કરો. તૈયાર છે સેડવીચ ઢોસા

નોંધઃઆમાં તમે ઢોસા ઉપર જે વેજિટેબલ સ્પેર્ડ કરો છો તેમાં ઝીણી સમારેલ કોબી,લાંબા સમારેલ કેપ્સિકમ, કાકડી તમારા મનપસંદ વેજિટેબલ ઉમેરી શકો.

ચીઝ ગ્રીન ચટણી ઉપર પણ સ્પ્રેડ કરી શકાય. ઢોસા ના બેટર માં ગ્રીન ચટણી ઉમેરી દો અને પછી તવા પર સ્પેડ કરી તેના પર ખાલી ચીઝ સ્પેર્ડ કરો તો ગ્રીન ચીઝ ઢોસા બની જાય.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી