નવરાત્રી ના હેલ્ધી નાસ્તો !! આજે જ શીખી લો “સેન્ડવીચ ઢોકળા”

ગુજરાતીનો પ્રખ્યાત એવો ટેસ્ટી, લીજતદાર, હેલ્ધી નાસ્તો :

“સેન્ડવીચ ઢોકળા”

સામગ્રી :-

3 કપ ચોખા
1/2 કપ ચણાની દાળ
1/2 કપ અડદ ની દાળ
1 ચમચી ઈનો
1 ચમચી લાલ મરચું
1 ચમચી સેકેલા જીરા નો ભૂકો
1 ચમચી મરી નો ભૂકો
મીઠું સ્વાદ અનુસાર

વઘાર માટે સામગ્રી :-

2 ચમચા તેલ
1 ચમચી તલ
1 ચમચી હિંગ
4/5 લીમડા ના પાન
3/4 સુકા લાલ આખા મરચા
1 ચમચી ટોપરા નો ભૂકો
1 લીલું મરચું જીનું સમારેલું
લસણ ની ચટણી
કોથમરી ની ચટણી
કોથમરી જીણી સમારેલી

રીત :-

ચોખા, ચણાનીદાળ, અડદ ની દાળ ને 4/5 કલાક પલાળી લ્યો. પછી તેને મિક્ષ્ચર માં પીસી લ્યો. 4/5 કલાક હવે તેને ઢાકી ને રાખી દયો .હવે તે બોળા ની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને ઈનો નાખી ને મિક્ષ કરો.થાળી માં તેલ થોડું લગાડી ને પાતળું ઢોકળા નું લેયર પાથરો, ને તેને વરાળ થી બાફો. 5 મિનીટ પછી તે લેયર ઉપર કોથમરી ની ચટણી, અને લસણ ની ચટણી પાથરો.

પાછુ તેની ઉપર ઢોકળા નો બોળો પાથરી ને બીજું લેયર પાથરો .તેની ઉપર મરચા નો ભૂકો, જીરા નો ભૂકો, મરી નો ભૂકો છાટો. 10 મિનીટ ચડવા દયો.

હવે ઢોકળા ને કાપી ને એક પ્લેટ માં સરસ રીતે ગોઠવી દયો .કડાઈ મેં તેલ મુકો. તેલ ગરમ થી જાય તેમાં રાઈ ને તલ મુકો. તે તતડવા લાગે તેમાં લીમડા ના પાન, સુકા લાલ મરચા ,લીલા મરચા, હિંગ નાખી ને વઘાર ને ઢોકળા ઉપર રેડો. સુકું કોપરું અને કોથમરી છાટો અને કોથમરી ની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

રસોઈ ની રાણી :-કવિતા શેઠ (એડીસા અબાબા, ઇથોપિયા )961187_10151569538236088_1732205123_n

ટીપ્પણી