સંદીપ અને સ્મિતા ની લવ સ્ટોરી ! તમે વાંચી ? Part – 2

સવારના 8.00 વાગ્યે હું ઉઠ્યો અને તૈયાર થયો, ત્યારે વિચાર આવ્યો કે સ્મિતાને પણ જગાવી દઉં ! મેં સ્મિતાને ફોન કર્યો અને સ્મિતા અડધી ઊંઘમાં બોલી, બોલ આટલો વહેલો ફોન શા માટે ? મેં કહ્યુ, આપણે 12.00 વાગ્યે નીકળવું પડશે ત્યારે જઈને 3.00 વાગ્યે ઓર્ગેનાઇઝરની ઓફિસે પહોંચશું !

સ્મિતા બોલી, ઓકે હું 11.00 વાગ્યા સુધીમાં તૈયાર થઇ જઈશ. મેં કહ્યું, ગુડ જોબ ! ત્યાં સુધી મેં બહાર જવાનું વિચાર્યું. અમારી હોટેલની બાજુમાં એક બુક સ્ટોર હતી અને મારું મન વારંવાર ત્યાં જ જતું હતું ! હું એ બુક સ્ટોરમાં ગયો અને 2 કલાકે પાછો આવ્યો ! મેં સ્મિતા માટે એક ડાયરી લીધી હતી અને મારા માટે શેક્સપિયરની કેટલીક બુક લીધી હતી.
હું મારા રૂમમાં જેવો પાછો ફર્યો એવો સ્મિતાનો કોલ આવ્યો ! મેં ફોન ઉઠાવ્યો, સ્મિતા બોલી, એક મિનિટ મારા રૂમમાં આવીશ !
મેં કહ્યું, હા, કેમ નહીં !

હું જેવો સ્મિતાના રૂમમાં ગયો ત્યારે સ્મિતા ડ્રેસીંગ ટેબલ પાસે ઉભી હતી અને મને કહ્યું, સંદીપ આ બાજુ આવજે ! હું સ્મિતાની બાજુમાં ગયો ત્યારે સ્મિતાએ કંઈક શૂટ જેવું પહેર્યું હતું અને એ પીઠ પાછળ ફરી અને શરમાતા બોલી, પ્લીઝ આ ચેન(ઝીપ) બંધ કરી આપીશ ? હું થોડો મુંઝવણમાં આવી ગયો અને થોડો શરમાયો પણ મેં મારા હાથથી એના પીઠના ભાગના ડ્રેસની ચેન બંધ કરી દીધી ! સ્મિતા બોલી, થેન્ક્સ !
હું મારા રૂમમાં જવા માટે પાછો ફર્યો ત્યારે સ્મિતા બોલી, ઉભો રે ને સંદીપ ચા પીને સાથે જ નીકળી એ !

મેં કહ્યું , ઓકે ! આજે સ્મિતા નો મૂડ કંઈક અલગ હતો પણ મને પણ એની સાથે ફરવાની અને કામ કરવાની મજા આવતી હતી !!! સ્મિતા એ એના રૂમના ઇન્ટરકોમથી ચા નો ઓર્ડર આપ્યો અને ચાલુ ફોને મને પૂછ્યું, સંદીપ નાસ્તામાં શું લઈશ ? મેં કહ્યું, જે તું મંગાવે એ મારા માટે મંગાવજે ! એ હસવા લાગી અને ફોનમાં બોલી, બે ડીશ થેપલાં પણ સાથે લાવજો ! આજે સ્મિતા ખુશ હતી કેમ કે તેનો પગ સારો થઈ ગયો હતો.

સ્મિતા આવી અને મારી બાજુમાં બેઠી, હું ત્યારે ન્યુઝ પેપર વાંચતો હતો ! સ્મિતા બોલી, આજે તો મારો પગ પણ ઠીક થઈ ગયો ! મેં કહ્યું, હા ખૂબ જ સરસ પણ હવે સાચવીને ચાલજે અને હું હસતાં હસતાં બોલ્યો કે હવે કોઈ ઢગલા પર ના ચડતી ! એ પણ હસવા લાગી અને બોલી, ઓહહ….! કેમ આટલી બધી ચિંતા ? હું હસતાં હસતાં પાછો બોલ્યો કે તને કંઈક થાય તો મારી જવાબદારી વધી જાય છે !

એ પણ હસવા લાગી અને કાંઈ બોલે એ પેલાં ડોર બેલનો અવાજ આવ્યો ! અને અમારો ચા નાસ્તો આવી ગયો હતો ! મેં અને સ્મિતાએ સાથે ચા નાસ્તો કર્યો અને પછી હોટેલ માંથી સાથે જ નીકળ્યા ! હોટેલની બાજુમાં જ મેટ્રો સ્ટેશન હતું ત્યાંથી અમારે મેટ્રો પકડવાની હતી અને ત્યાર બાદ બીજા સ્ટેશન પરથી બીજા રૂટની મેટ્રો !

હું અને સ્મિતા મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા અને ટિકિટ લીધી. ત્યાં લોકોમાં સેલ્ફ ડિસીપ્લિન જોવા મળતું હતું ! હું અને સ્મિતા મેટ્રોમાં બેઠા ! મેટ્રોમાં ભીડ હોવાને કારણે અમને જગ્યા ન મળી એટલે ઉભા રહેવું પડયું ! હું અને સ્મિતા બાજુ બાજુમાં ઉભા હતા ત્યારે મારું ધ્યાન સ્મિતાના પગ પર હતું કે એને કોઈ તકલીફ તો નથી પડતી ને , આ દરમિયાન સ્મિતા મારા સામે જોવા માંડી અને એણે મારા ખભા પર એક હાથ રાખ્યો અને સ્મિત સાથે બોલી, ડિયર હું એકદમ ઠીક છું !

મેં પણ સામે સ્મિત આપ્યું, આટલામાં અમારું સ્ટેશન આવી ગયું હતું. અમેં જેવા સ્ટેશન પર ઉતર્યા એની પાંચ મિનિટમાં બીજી મેટ્રો ટ્રેન આવી ગયી હતી. અમે બીજી મેટ્રોમાં બેઠા અને અમને જગ્યા પણ મળી ગઈ હતી. હું અને સ્મિતા બાજુ બાજુમાં બેઠા હતા ત્યારે હું બોલ્યો, હાશ…..આ વખતે જગ્યા મળી ગઈ ! કેમ કે આ વખતે અમારો રૂટ થોડો લાંબો હતો. આ દરમિયાન મેં મારા હેન્ડ્સ ફ્રી કાઢ્યા અને ગીતો સાંભળવા લાગ્યો ત્યારે સ્મિતાએ પૂછ્યું, શું સાંભળે છે ? બસ આટલું બોલીને હેન્ડ્સ ફ્રી નો એક છેડો તેને પોતાના કાનમાં નાખ્યો !!!

મારા હેન્ડ્સ ફ્રી બહું ટૂંકા હતા એટલે જેવો વાયર ખેંચાય એટલે સ્મિતા મારી નજીક આવતી ! હું એના શ્વાસને પણ મહેસુસ કરતો હતો !!!
સ્મિતા મારી સામે જોઈને સ્મિત આપવા લાગી અને બોલી, સોંગ્સ ખૂબ જ સુંદર છે. સાંજે હોટેલમાં જઈને મને સેન્ડ કરજે , ઓકે !
મેં કહ્યું , ઓકે …..!

અમે 2.00 વાગ્યે બીજા સ્ટેશન પર પહોંચ્યા. મેં મારા મોબાઈલમાં નેવિગેશન ચાલુ કર્યું ! સ્મિતા બોલી, સંદીપ મને બહુ જ ભૂખ લાગી છે, ચાલને પહેલા કંઈક જમી લઈએ ! મેં કહ્યું, હા યાર…. મને પણ ખૂબ ભૂખ લાગી છે. મેં મારા મોબાઈલમાં સર્ચ કર્યું ! બાજુમાં એક પીઝા કેફે હતું તો મેં અને સ્મિતાએ ત્યાં નાસ્તો કરવાનો નિર્ણય લીધો.

હું અને સ્મિતા પીઝા કેફેમાં પહોંચ્યા અને સ્મિતાએ ઓર્ડર આપ્યો અને ત્યારે જ મારા બોસનો ફોન આવ્યો, મેં ફોન ઉપાડ્યો અને બોસે મને મારી મિટિંગ્સ અને કોન્ફરન્સ વિશે પૂછ્યું ! હું ફોન પર વાત કરતો હતો અને અમારો ઓર્ડર આવી ગયો હતો.

સ્મિતાએ ખાવાનું ચાલુ કર્યું અને બીજી બાઈટ એને મારા મોઢામાં મૂકી ! મને નવાઈ લાગી પણ મજા પણ આવતી હતી ! આમ જ સ્મિતા પીઝાનો એક બાઈટ પોતે લે’તી અને પોતાના હાથથી બીજી બાઈટ મારા મોઢામાં મુક્તી ! આમ જ મારો અને એનો પીઝા પૂરો થઈ ગયો હતો, ત્યારબાદ મેં ફોન મુક્યો અને સ્મિતા સ્મિત સાથે બોલી, જનાબ હવે માત્ર કોક વધી છે એ તમે જાતે પી’શો કે એ પણ હું પીવડાવું !

હું હસવા લાગ્યો અને બોલ્યો, ડોન્ટ વરી મિસ હું પી લઈશ ! નાસ્તો કર્યા બાદ અમે સી.ઈ.ઓ. ની ઓફિસે પહોંચ્યા. રિસેપ્શન પર મેં મારું અને સ્મિતાનું કહ્યું ! પાંચ મિનિટ બાદ અમને એપોઇન્ટમેન્ટ માટે અંદર બોલવામાં આવ્યા !

હું અને સ્મિતા એમની ઓફિસમાં પહોંચ્યા, એમનું નામ સ્ટીવ કેન્રી હતું. એમણે વેલકમ કહીને અમારું સ્વાગત કર્યું અને કોફી પણ મંગાવી અને મિટિંગ શરું થઇ. સૌથી પહેલા મેં મારી કંપનીને રિપ્રેઝેન્ટ કરી અને બાદમાં સ્મિતાએ એની કંપનીને રિપ્રેઝેન્ટ કરી ! તેઓએ મને મારી કંપની વિશે મને કેટલાંક પ્રશ્નો કર્યા અને સ્મિતાને પણ એ જ પ્રશ્નો કર્યા !

એમણે મને અને સ્મિતાને પોતપોતાની કંપનીની વિશેષતા જણાવવા કહ્યુ.
હું મારી કંપની વિશે બોલ્યો અને સ્મિતા એની કંપની વિશે બોલી ! આખરે અઢી કલાકે અમારી મિટિંગ પુરી થઈ. સી.ઇ.ઓ કેન્રી બોલ્યા, આખરે હું મારો ડિસીઝન કહું છું. આર યુ ગાઈઝ રેડી ???

હું અને સ્મિતા બોલ્યા, યસ સર ! તેઓ બોલ્યા, મેં આપ બંનેની કંપની વિશે જોયું અને હું ઈચ્છું છું કે તમારી બંનેની કંપની અમારી કંપની સાથે કામ કરે !!! હું અને સ્મિતા ખૂબ જ ખુશ થઈ ગયા ! સ્મિતા બોલી, થેન્કયુ વેરી મચ સર કેન્રી બોલ્યા, મોસ્ટ વેલકમ અને ત્યાર બાદ મેં થેન્કયું કહ્યું !
મિ. કેન્રી એ કહ્યું કે મારે તમારા બોસીસ સાથે વાત કરવી છે. ત્યારે મેં અને સ્મિતાએ વારાફરથી વિડિઓ કોલ પર વાત કરાવી !

મારા અને સ્મિતાના બોસ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને આખરે અમે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો, ત્યાં સુધી સાંજના 7.00 વાગ્યા હતા. મને મારી કંપની તરફથી મેઈલ મળ્યો અને એ મેઇલમાં મારો પગાર બમણો કરવાની વાત હતી અને સ્મિતાને પણ આવો જ મેઈલ મળ્યો હતો.

મેં ઘરે ફોન કર્યો અને મમ્મી પપ્પાને આ વાત કહી ત્યારે મમ્મી – પપ્પા પણ ખૂબ ખુશ થઈ ગયા. અમે ત્યાંથી બહાર નીકળ્યા ત્યાં સુધી 8.00 વાગી ગયા હતા. સ્મિતા બોલી, સંદીપ હવે તો પાર્ટી થઇ જાય ! મેં પણ કહ્યું થઇ જાય !
હું અને સ્મિતા એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ડિનર માટે ગયા. હોટલનો માલિક અને મેનેજર ગુજરાતી હતા તેથી મેં પણ એમની સાથે ગુજરાતીમાં જ વાત કરી !

મેં રેસ્ટોરન્ટના મેનેજર કહ્યું, અમને સ્પેશ્યલ ગુજરાતી ડિનર જોઈએ છીએ, તેમણે સામે કહ્યું, ઓકે સર સમજી ગયો ! તેઓ મને અને સ્મિતાને એક રૂમમાં લઇ ગયા અને તે રૂમ સ્પેશ્યલી કપલ માટે અને કેન્ડલ લાઈટ ડિનર માટે હતો ! હું ચકિત થઈ ગયો ! મેં રેસ્ટોરન્ટના મેનેજરને કહ્યું કે તમારાથી કોઈ સમજવામાં ભૂલ થઇ છે ત્યારે સ્મિતાએ કહ્યું, સંદીપ આ રૂમ કેટલો મસ્ત રીતે સજાવેલો છે ! મારે તો અહીં જ જમવું છે ! સ્મિતા મારો હાથ પકડીને ટેબલ તરફ લઈ ગઈ. રૂમ એટલો સુંદર રીતે સજાવેલો હતો કે સ્મિતા તો જાણે પાગલ જ થઈ ગઈ હોય !!

સ્મિતા મારા સામું જોવા માંડી અને બોલી, સંદીપ આપણે કેટલા જલ્દી અને કેટલા સારા ફ્રેન્ડ્સ બની ગયા ને ! મેં કહ્યું, હા એતો છે જ ને. વેઈટર આવ્યો અને મેં અને સ્મિતાએ ઓર્ડર આપ્યો ! પાંચ જ મિનિટમાં અમારું ડિનર આવી ગયું અને સાથે એક વાયોલિન વાદક પણ આવ્યો અને મધુર વાયોલિન વગાડવા લાગ્યો !

હું સ્મિતાને ધ્યાનથી જોવા લાગ્યો કેમ કે તે આજે ખૂબ જ ખુશ હતી અને મેં તેને આટલી ખુશ ક્યારેય નહોતી જોઈ ! હું જમી લીધું હતું અને સ્મિતાને મેં કહ્યું, સ્મિતા એક જ મિનિટ હું વોશ રૂમમાં જઈને આવ્યો !
સ્મિતા બોલી, ઓકે હું વોશરૂમમાં જવાને બદલે હું વેઈટર પાસે ગયો અને મેં બિલ આપી દીધું કેમકે મને ખબર હતી સ્મિતા મને બિલ નહી આપવા દે !

હું પાછો સ્મિતા પાસે ગયો અને સ્મિતા બોલી, ચાલ નીકળીએ ?
સ્મિતા બોલી, જનાબ આમ છાનું માનું બિલ ભરવું યોગ્ય ન કહેવાય હો !
હું વિચારમાં પડી ગયો કે સ્મિતાને ખબર કેવી રીતે પડી હશે ?
સ્મિતા બોલી, જનાબ મને બધુ જ ખબર હોય છે ! મેં કહ્યું, એવું એમ !!
સ્મિતા બોલી, હમમમમમમ..હું અને સ્મિતા મેટ્રો સ્ટેશન પર આવ્યા અને પાછા અમારી હોટેલ પર પહોંચ્યા !

સ્મિતા તેના રૂમમાં ગઈ અને હું મારા રૂમમાં પહોંચ્યો, મારા માથામાં ખૂબ જ દુઃખાવો થતો હતો અને મેં સ્મિતાને ફોન કર્યો અને કહ્યું, હેલો સ્મિતા, તારી પાસે કોઈ માથાની કોઈ દવા છે ! સ્મિતા બોલી, કેમ માથું દુખે છે ? મેં કહ્યું, હા સ્મિતા બોલી હું તને રૂમમાં દવા આપવા આવું છું ! મેં કહ્યું, હા
બે મિનિટ પછી દરવાજો નોક કર્યો, દરવાજો ખોલ્યો તો સ્મિતા હતી. સ્મિતા કોઈ પ્રકારનું હર્બલ ઓઇલ લાવી હતી અને બોલી, સંદીપ તું સુઈ જા હું તને હેડ મસાજ કરી આપું !!!

મેં કહ્યું, ના તું આટલી બધી તકલીફ ના લે ! સ્મિતા બોલી, આમાં તકલીફ શાની અને તે મારા માટે આટલી તકલીફ લીધી એનું શું ?
હું બોલ્યો, ઓકે મિસ. એમ પણ હું તમારી સામે જીતવાનો નથી, કરી દો હેડ મસાજ ! સ્મિતા બોલી, ગુડ બોય !

હું મારા બેડ પર સુઈ ગયો, સ્મિતાએ એક ઓશિકુ પોતાના ખોળામાં મૂક્યું અને મને એ ઓશિકા પર માથું રાખવાનું કહ્યું, મેં ઓશિકા પર માથું રાખ્યું. સ્મિતાએ ઓઇલથી મસાજ કરવાનું ચાલુ કર્યું ! એવું લાગતું હતું કે સ્મિતાના કોમળ હાથ મારા માથા માટે જાણે વરદાન હોય ને !

સ્મિતા બોલી, સંદીપ જીવનમાં થોડા આરામની પણ જરૂર હોય ! મેં કહ્યું હા ! એવું લાગતું હતું કે આખી જિંદગી સ્મિતાના ખોળામાં જ સૂતો રહું ! સ્મિતા વાળ મારા ચહેરા પર અડતા હતા અને જિંદગીની બધી જ ખુશી મળતી હોય એવું લાગતું હતું !
મને ઊંઘ આવવા લાગી ! સ્મિતાએ ઓશિકુ હટાવ્યું અને ઊંઘ ઊડી તો સવાર થઈ ગઈ હતી !!!

સવારમાં હું વહેલો ઉઠ્યો હતો ! રાત્રે ઊંઘ ખૂબ સરસ આવી હતી. સવારના 8.00 વાગ્યે હું અને સ્મિતા નીચે રેસ્ટોરેન્ટમાં નાસ્તો કરવા માટે ગયા.
સ્મિતા થોડી ઉદાસ હતી ! મેં સ્મિતાને પૂછ્યું, સ્મિતા શું થયું ? કેમ આટલી ઉદાસ છે ? સ્મિતાએ જવાબ આપ્યો, યાર સંદીપ આવતીકાલે આપણે ઇન્ડિયા માટે નીકળવાનું છે ! મેં કહ્યું, એમાં શું ?

સ્મિતા બોલી, આપણે આટલા દિવસ સાથે હતા હવે ઇન્ડિયા જઈએ તું અને હું પોતપોતાના કામમાં લાગી જશું ! મેં કહ્યું, હા એ વાત પણ બરાબર છે . સ્મિતા થોડી ગુસ્સામાં બોલી, શું બરાબર છે !!! પછી સ્મિતા ચૂપ થઈ ગઈ !
હું બોલ્યો, ડોન્ટ વરી, આપણે મળીશું !

સ્મિતા અને હું મિટિંગ માટે નીકળ્યા અને રસ્તામાં પણ સ્મિતા ઉદાસ હતી ! સ્મિતાના દિલમાં મારા માટે પ્રેમ હતો એ વાત તો હું જાણી ગયો હતો પણ એ કહેતી નહોતી. એ વાત પણ સાચી હતી કે હું પણ સ્મિતાને ચાહવા લાગ્યો હતો પણ મેં આ વાત સ્મિતાને ક્યારેય નહોતી કીધી !

હું અને સ્મિતા મિટિંગના સ્થળ પર પહોંચ્યા અને અમારી મિટિંગ શરું થઈ !
અમારી મિટિંગ 2 કલાક ચાલી. સ્મિતા હજુ પણ થોડી ઉદાસ હતી ! મેં નિર્ણય લીધો કે આજે તો એને પ્રપોઝ કરી જ દઉં !
મેં સ્મિતાને પૂછ્યું, સ્મિતા મારી સાથે એક જગ્યાએ આવીશ ? એ બોલી ક્યાં જવું છે ? મેં કહ્યું, ચાલ તો ખરી ! એણે કહ્યું, સારું હું સ્મિતાને એક કોફી શોપમાં લઈ ગયો અને એક સ્પેશ્યલ ટેબલ પર બેઠા ! મેં સ્મિતા માટે એની ફેવરિટ કોફી ઓર્ડર કરી ! અને એ કોફી આવી અને મેં સ્મિતાનો હાથ પકડ્યો !

સ્મિતા મારી આંખોમાં જોતી હતી અને હું પણ એની આંખોમાં જોતો હતો ! મેં સ્મિતાને પૂછ્યું, વીલ યુ મેરી વિથ મી ?? સ્મિતા કાંઈ જ ના બોલી અને રડવા લાગી ! મેં કહ્યું કેમ શું થયું ?? સ્મિતા ઉભી થઇ અને મારી પાસે આવી અને મારી બાજુમાં બેઠી અને મને બાથ ભરીને રડવા લાગી !
એ રડતાં રડતાં બોલી, આઈ લવ યુ સંદીપ !!!!
ઘણી વાતો મારા મનમાં રહી જતી હતી પણ આજે તો ફક્ત પ્રેમ જ છે…….

લેખક – પ્રદિપ પ્રજાપતિ (અમદાવાદ)

આપ સૌ ને આ નવલિકા કેવી લાગી અચૂક જણાવજો !!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block