સંદીપ અને સ્મિતા ની લવ સ્ટોરી ! તમે વાંચી ? Part – 1

હું આજે સવારે જ મુંબઈથી અમદાવાદ આવ્યો, બપોર સુધી પથારીમાં જ હતો ને ત્યારે જ મમ્મી આવી ને બોલવા માંડી કે
” જો બાજું વાળી છોકરી પણ મુંબઈથી આજે જ સવારે આવી છે અને એ ઘરનું કામ કરવા પણ લાગી ગઇ ! ને તુ હજી પથારીમાં જ પડ્યો છે ! ચાલ ઉઠ હવે ” આમ મારી મમ્મી એ જ મારી બપોર બગાડી પણ એ છોકરી વાળી વાત મારા મનમાં રહી ગઈ હતી. પછી હું ઉઠ્યો અને ફ્રેશ થઈ બહાર નીકળ્યો અને તે છોકરી બહાર આવીને કપડાં સુકવતી હતી. પણ કપડાં પાછળ એનો અડધો જ ચહેરો દેખાતો હતો. તે મારા સામે જુએ એ પહેલાં મમ્મીનો અવાજ આવ્યો
” સંદીપ બેટા ”
” હા મમ્મી ” મે કહ્યુ

બેટા જમી લે, સવારનો સૂતો હતો હવે તો ભુખ લાગી જ હશે ને ” આટલું મમ્મી એ કહ્યુ ને કોઈકના હસવાનો અવાજ મારા કાનમાં આવ્યો. મે પાછળ જોયું તો એ જ છોકરી હસતી હતી, સાથે સાથે મારા ચહેરા પર પણ એક સ્મિત આવી ગયુ હતું પણ એ સ્મિત એની સુંદરતાનો પડછાયો હશે એવું મને લાગ્યું.

સાંજ પડી અને હું મારા જુના મિત્રો સાથે ફરવા નીકળ્યો, મિત્રો સાથે વાત કરતા કરતા જતો હતો ત્યારે રસ્તામાં જ મેં જોયું તો એ જ છોકરી દુકાનમાંથી કાંઇક વસ્તુની ખરીદી કરતી હતી. હું રાત્રે ઘરે આવ્યો અને જમવા સમયે મારા મોં માંથી નીકળી ગયું કે
મમ્મી ” બાજુના પાડોશીમાં કોઈ નવું રહેવા આવ્યું છે કે શું ? ” “હા બેટા, બે મહિના પહેલાં રહેવા માટે આવ્યા છે અને તને ખબર છે એમની છોકરી પણ મુંબઈમાં સોફ્ટવેર એન્જિનિયર છે ! ” મારી મમ્મીએ કહ્યુ ત્યારબાદ હું મારા રૂમમાં સુવા માટે ગયો.

બીજા દિવસે સવારે વહેલો ઉઠ્યો હતો અને બ્રશ કરવા માટે જતો હતો એવો જ એક ફોન આવ્યો, મેં ફોન ઉપાડ્યો તો ખબર પડી કે અમારાં બોસે બધા જ એમપ્લોઇસને પાછા બોલાવ્યા છે. આ વાતથી હું થોડો નારાજ થઈ ગયો હતો. ફ્રેશ થયા બાદ મેં આ વાત ઘરમાં કરી તો મારા પપ્પાએ કહ્યુ કે, “સંદીપ, એમને કાંઇક કામ હશે એટલે બોલાવ્યા હશે તો તારે જવું જોઈએ” મેં પણ એમની વાતમાં સંમતિ દાખવી હું અને મારો મિત્ર ફ્લાઇટની ટીકીટ બુક કરાવવા ગયા પણ બધે વેઇટિંગ જ હતું. પછી અમદાવાદથી મુંબઈ વોલ્વોમાં જવાનું વિચાર્યું અને તેની ટીકીટ પણ બુક કરાવી.

ઘરે આવીને કપડાં પેક કર્યા અને સાંજે બસસ્ટોપ પર ગયો અને વોલ્વો બસમાં બેઠો. મારી બસની સીટનો નંબર 7 હતો તેથી હું ત્યાં જ બેઠો અને મારી બાજુની સીટ પર કોઈ નહોતું એટલે કે સીટ નંબર 8 ખાલી હતી. થોડીવાર બાદ એક મીઠો અવાજ આવ્યો “સીટ નંબર 8 આ જ છે ?” મે જોયું તો એ જ છોકરી હતી કે જે મારા ઘરની બાજુમાં રહેતી હતી.
તેણે પુછ્યું “તમે અહી ?”

મેં પણ આ જ સવાલ પૂછ્યો ! પછી હું જ બોલ્યો કે હું સોફ્ટવેર એન્જિનિયર છું અને મારા બોસે અમને બધાને પાછા બોલાવ્યા છે !
તેં પણ એક સ્મિત સાથે બોલી, “હું પણ સોફ્ટવેર એન્જિનિયર જ છું અને અમને પણ અમારાં બોસે પાછા બોલાવ્યા છે !”
આપણાં હોલીડેઝ તો આમ જ નીકળી જવાના ને ! “હા”, તેને કહ્યુ તે મારી બાજુંની સીટ નંબર 8 પર બેઠી અને બસ ઉપડી, હું અને એ છોકરી એકસાથે બોલ્યા, “What is your Name ?” અને આ બોલતાં જ એકસાથે હસી પડ્યાં એ સ્મિત સાથે બોલી ” મારું નામ સ્મિતા છે ”
સંદીપ, મે કહ્યુ પાછા અમે બન્ને સાથે બોલ્યાં કે “Nice to meet you” અને પાછાં હસી પડ્યાં !

બસ ધીમે ધીમે આગળ જતી હતી તેમ તેમ હું અને સ્મિતા એક બીજાની નજીક આવતાં હતાં. એ એની કંપની વિશે વાત કરવાં લાગી તો મેં પણ મારી કંપની વિશે વાત કરવાનું ચાલું કર્યું. તેં કાંઇક નાસ્તો લાવી હતી તેથી અમે બન્ને સાથે મળીને નાસ્તો કરતાં હતાં.
“તું અને હું એકજેવા જ છીએ ને !” સ્મિતા બોલી મે કહ્યુ, હા બસ બહું જ સ્પીડમાં જતી હતી અને એ જ સમયે બસનું ટાયર ફાટ્યું !!! વોલ્વોની સિક્યોરિટી ને કારણે બસ સીધી ઊભી જ રહી ગઈ હતી. સ્મિતા ખૂબ જ ડરવા લાગી હતી અને એણે કહ્યુ, “મને આવી ચીજોથી બહું ડર લાગે છે”

બસ સુમસામ જગ્યા પર ઊભી હતી અને ડ્રાઇવર અને કંડક્ટર બન્ને ટાયર બદલવા નીચે ઉતાર્યા હતાં. એ સમયે સ્મિતા એ મારો હાથ પકડી રાખ્યો હતો અને બોલી, “મને તારી સાથે ડર ઓછો લાગે છે ! ”

મેં કહ્યુ કે આમાં ડરવાનું ના હોય તો પણ એણે મારો હાથ પકડી રાખ્યો અને બોલી “મને આવી ચીજોથી ડર લાગે જ છે”
લગભગ એક કલાક પછી અમારી બસ ઉપડી અને એ સમયે હું સ્મિતા ખૂબ નજીક આવી ગયા હતાં ! સ્મિતા પોતાનુ માથું મારા ખભા પર રાખીને સુઈ ગઈ હતી. સવાર પડી અને મુંબઈ આવવાની તૈયારીમાં જ હતું અને સ્મિતા ઉઠી અને બોલી, “થેન્ક્સ સંદીપ, તું આજે મારી સાથે નાં હોત તો હું તો ડરના કારણે બીમાર પડી જાત” મેં કહ્યુ, મોસ્ટ વેલકમ

બસ મુંબઈ સેન્ટ્રલ પર ઊભી અને હું અને સ્મિતા નીચે ઉતર્યાં અને સ્મિતા એ મારો નંબર માંગ્યો અને બોલી, “પાછો અમદાવાદ જાય ત્યારે કે’જે સાથે જઈશું ” હું આ વાતથી જ ખુશ થઈ ગયો અને હું અને સ્મિતા પોતપોતાના રસ્તે વળ્યાં……

સવારે હું તૈયાર થઈને ઓફીસે ગયો અને સીધો જ બોસની કેબીન ગયો કારણકે બોસે કહ્યુ હતું કે ઓફીસ આવીને સૌપ્રથમ મને મળજે. દરવાજાને નોક કરીને હું અંદર ગયો ત્યારે બોસે કહ્યુ “આવ…સંદીપ ! માફ કરજે મે તારા હોલીડેઝમાં તને ઓફીસે બોલાવ્યો !” મેં કહ્યુ “ઇટ્સ ઓકે સર ! હવે મને કામ કહો ?” બોસે કહ્યુ કે “આખા ઈન્ડિયા માંથી માત્ર બે કંપની યુ. એસમાં યોજાનારી કોન્ફરન્સનું ઈન્ડિયા તરફથી પ્રતિનિધિત્વ કરશે !”
મે કહ્યુ, “ખૂબ સરસ”

“સૌથી મોટી ખુશ ખબર તો છે કે આ કોન્ફરન્સમાં આપણી કંપની પણ જોડાશે !” હું બોલ્યો, “આ તો આપણી બહુ જ મોટી એચીવમેન્ટ કહેવાય !” બોસે કહ્યુ , “હા અને મારી ઇચ્છા એવી છે કે આપણી કંપની તરફથી તારે અમેરિકા જવાનું છે !”

હું એટલો ખુશ થઈ ગયો હતો કેમ કે આ મારું સ્વપ્ન હતુ તેથી બોસને મેં હા પાડી અને બોલ્યો “થેન્કયુ સર….!” બોસે કહ્યુ,”મોસ્ટ વેલકમ ડિયર, એક અઠવાડિયા પછી તારે જવાનું છે ત્યાં સુધી તારો પાસપોર્ટ મને આપી જા તેથી તારો વિઝા જલદી આવી જાય”
મેં કહ્યુ સારું ! મેં બોસને પુછ્યું, “બીજી કઈ કંપની છે જે આપણી સાથે આવવાની છે ?” બોસે કહ્યુ, “સન ટેક. સોલ્યુશન માંથી સ્મિતા શાહ નામની ગર્લ તારી સાથે અમેરિકા જશે !”
મેં કહ્યુ, “સ્મિતા શાહ…..???”
બોસે કહ્યુ, “હા”

“હું એનો ફોટો જોઈ શકું ?” મેં કહ્યુ બોસે હા પાડી અને મને એ છોકરીનો ફોટો બતાવ્યો અને હું જોતો જ રહી ગયો કેમ કે આ તો એ જ સ્મિતા હતી જેની સાથે હું રાત્રે બસમાં અમદાવાદથી મુંબઈ આવ્યો હતો ! હું ઓફીસથી ઘરે જવા નીકળ્યો અને ઘરે પહોંચ્યો એવો જ સ્મિતાનો ફોન આવ્યો ! મેં ફોન ઉપાડ્યો અને સ્મિતા બોલી,”હાય સંદીપ, ઓફીસ જઈને આવ્યો”
મેં કહ્યુ, “હા” સ્મિતા બોલી,”તો તો આજની ખુશ ખબર મળી ગઈ હશે ને !”

હું વિચારમાં પડી ગયો કે આને ખબર પણ પડી ગઈ સ્મિતા બોલી, “મારું સપનું હતું કે હું અમેરિકા જવું…” મેં કહ્યુ, મારું પણ સપનું હતું જે પુરું થવાં જઈ રહ્યુ છે” સ્મિતાએ કહ્યુ, ” મને નવાઈ લાગે છે કાલે આપણે બસમાં મળ્યાં અને અઠવાડિયા પછી સાથે અમેરિકા જઈ રહ્યા છીએ.” મેં કહ્યુ મને પણ નવાઈ લાગે છે અને હું ખૂબ ખુશી પણ થાય છે
ત્યારે સ્મિતા બોલી, “એમ…..!!!” મેં કહ્યુ, હા એ હસતાં હસતાં બોલી, “પાર્ટી તો બનતી હૈ..!!!”
મે પણ કહ્યુ, બનતી તો હૈ, સ્મિતા બોલી, “ચાલ આજે સાથે પાર્ટી કરીએ તું મને પાર્ટી આપ અને હું તને પાર્ટી આપું”

મેં કહ્યુ, હા આ સારો આઈડિયા છે !
“આજે સાંજે સાત વાગ્યે મળીએ હું તને એડ્રેસ મેસેજ કરું, ઓકે !” સ્મિતાએ કહ્યુ મેં પણ કહ્યુ, ઓકે
ત્યાર બાદ મેં ઘરે ફોન કર્યો અને આ ખુશ ખબર બધાને કહી અને ઘરનાં બધા જ લોકો ખૂબ જ ખુશ થઈ ગયા ! સાંજનો સમય થઈ ગયો અને હું તૈયાર થયો અને સ્મિતાએ જે એડ્રેસ મોકલ્યું હતું ત્યાં પહોંચ્યો અને સ્મિતા ત્યાં જ ઊભી હતી અને મે કાર ઊભી રાખી, તેં કારમાં બેઠી અને મને કહ્યુ, “થોડી આગળ એક હોટેલ છે ત્યાં ઊભી રાખજે ” મેં કહ્યુ , “ઓકે” એક હોટેલ પાસે કાર ઊભી રાખી અને સ્મિતા બોલી, ” પહેલા તું પાર્ટી આપ પછી હું આપીશ !”

હું હસવા લાગ્યો અને બોલ્યો, સારું મેડમ એ પણ હસવા લાગી અને અમે બન્ને એક ટેબલ પર બેઠા અને મેં ઓર્ડર કર્યો અને સ્મિતાએ પણ ઓર્ડર કર્યો અને જમ્યા બાદ મેં બિલ પે કર્યું ! મેં સ્મિતાને કહ્યુ હવે તારી પાર્ટી !
એ બોલી, “સારું ચાલ હવે હું તને પાર્ટી આપું.” હું અને સ્મિતા મારી કારમાં બેસીને ગયા. થોડે આગળ સ્મિતાએ કાર ઊભી રાખી અને બોલી “બસ એક મિનીટ” સ્મિતા કાર માંથી ઉતરી અને હું પણ ઉતર્યો એક બાજુમાં એક સ્ટેશનરી હતી ત્યાં અમે બન્ને ગયા અને તેને સ્ટેશનરીવાળાને 4000 રૂપિયા આપ્યાં અને સ્ટેશનરીવાળાએ ચાર મોટા બોક્સ આપ્યાં અને સ્મિતા બોલી,”સંદીપ તારી કારની ડેકીમાં જગ્યા હશે ?”

મેં કહ્યુ, હા, ખાલી જ છે તેને કહ્યુ, “પ્લીઝ આ બોક્સ તારી કારમાં મુકીશ ?” મેં કહ્યુ, એમાં કાંઇ પૂછવાનું હોય પણ આ બોક્સમાં છે શું ?
સ્મિતાએ કહ્યુ, “થોડીવારમાં ખબર પડી જશે !” સ્મિતાએ એક ગેટ બહાર કાર ઊભી રાખવા કહ્યુ અને પોતે કારમાંથી ઉતરી અને ગેટ ખોલ્યો અને મને કાર અંદર લાવવા કહ્યુ ! હું કાર અંદર લાવ્યો તો મેં જોયું કે ત્યાં કોઇક ખુલ્લામાં શાળા ચાલતી હોય એવું લાગતું હતું
સ્મિતા બોલી કે ” હવે ખાલી એક જ કામ છે કે આ બોક્સ બહાર કાઢીને તને તે રૂમમાં લઈ જવાના છે ! ”

હું એ બોક્સ ને તે રૂમમાં લઈ ગયો તો ત્યાં એક વૃદ્ધ ઉભા હતા અને સ્મિતાને જોઈ કહ્યુ કે આવ સ્મિતા બેટા ! સ્મિતાએ મારો પરિચય કરાવ્યો અને ત્યાર બાદ એ બોક્સ ખોલ્યા અને મેં એ બોક્સમાં જોયું તો ભણતરનો સામાન હતો એટલે કે તેમાં નોટબુક, સ્લેટ , પેન્સિલ જેવી વસ્તુ ઓ હતી.

સ્મિતા બોલી, “અંકલ હું એક અઠવાડિયા પછી કંપનીના કામથી અમેરિકા જવાની છું તેથી તેની ખુશીમાં બાળકો માટે આ ગિફ્ટ”
ત્યારે તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યુ કે “અહી હું છેલ્લા પાંચ વર્ષથી ગરીબ બાળકોને ભણાવવું છું અને એક વર્ષથી સ્મિતા આ બાળકો માટે કાંઇક ને કાંઇક લાવતી જ હોય છે” સ્મિતાએ મારી સામે જોઈને સ્મિત આપ્યું અને બાદમાં હું અને સ્મિતા બહાર નીકળ્યાં અને કાર પાસે આવીને સ્મિતા બોલી કે “આ હતી મારી પાર્ટી, મને માફ કરજે કેમ કે તને આ થોડું બોરિંગ લાગ્યું હશે !”

આ સાંભળતા જ મારી આંખમાંથી આંસુ ચાલુ થઈ ગયા અને સ્મિતાએ તેનાં હાથથી આંસુ લુંછ્યા અને પુછ્યું “કેમ યંગમેન આજે સેન્ટી થઈ ગયા” મેં કહ્યુ કે આજે ખબર પડી કે સાચી પાર્ટી કોને કહેવાય !
સ્મિતા બોલી, “તો તો ઠીક” સ્મિતાને એનાં ઘરે ઉતારી અને હું મારા ઘરે ગયો.

વેકેશનનો સમય હતો એટલે હું અને સ્મિતા દરરોજ મળતાં અને વાતો કરતા. છેલ્લે એક જ દીવસ બાકી રહ્યો હતો અને સવારે વહેલી 5:00 વાગ્યે અમારી ફ્લાઇટ હતી ત્યાં સુધી મેં કોન્ફરન્સની તૈયારી કરી નાખી હતી.હવે એ દીવસ આવી ચુક્યો હતો. હું સવારે વહેલો 5.00 વાગ્યે એરપોર્ટ આવી ચુક્યો હતો અને મને છોડવા માટે મારા બોસ અને મારા મિત્રો આવ્યા હતા. મારા ફોનમાં હું મેસેજ ચેક કરતો હતો અને ફોન મુક્યો અને સામે જોયું તો સ્મિતા અને એની કંપનીના માણસો આવતાં હતા.

મને મારા બોસ સ્મિતાનો પરિચય આપતાં હતાં અને હું મનમાં જ હસતો હતો અને થોડીવાર બાદ અમારી ફ્લાઇટનો સમય થઈ ગયો અને મેં અને સ્મિતાએ ચેક ઈન કર્યું.

ફ્લાઈટમાં હું અને સ્મિતા બિઝનેસ ક્લાસમાં બેઠા અને સ્મિતા બોલી, આજે મારો સૌથી લકી ડે ! મેં પણ કહ્યું કે મારો પણ લકી ડે !
વિમાનનું ટેક ઓફ થયું અને એક કલાક બાદ મેં અને સ્મિતા એ ચા નો ઓર્ડર કર્યો. એક એર હોસ્ટેસ ચા લઈને આવી અને મેં અને સ્મિતાએ ચા પીવાનું શરું કર્યું અને એ દરમિયાન સ્મિતાનો હાથ મારા કપને અડ્યો અને ચા મારા હાથ પર ઢોળાઈ !!!

સ્મિતાએ બૂમ પાડી અને એર હોસ્ટેસ આવી અને ટીસુ પેપર આપ્યા ! સ્મિતા મારી સામે જોઈને મારી માફી માંગવા લાગી અને ટીસુથી મારા હાથ પર ઢોળાયેલ ચા ને લુછવા લાગી ! એક કૃ- મેમ્બર ફર્સ્ટ એઇડ બોક્સ લાવ્યો અને સ્મિતાએ મારા હાથ પર ક્રીમ લગાવીને પાટો બાંધ્યો ! આ દરમિયાન સ્મિતાની આંખમાં આંસુ હતાં !!!

સ્મિતા બોલી, આઈ એમ સોરી, બહુ દર્દ થતો હશે ને ? મેં કહ્યું કે, મર્દ કો દર્દ નહીં હોતા ! એ સ્માઈલ આપીને બોલી, જાને હવે જુઠ્ઠા ! આમ, અમારી સવાર મસ્તી ભરીને દર્દ ભરી ગઈ. રાત થઈ ગઈ હતી, સ્મિતાને પણ ઊંઘ આવવા લાગી ! સવારના 6:30 કલાકે ન્યુયોર્કમાં વિમાનનું લેન્ડિંગ થયું. ન્યુયોર્કમાં ખૂબ જ ઠંડી હતી પણ એ ઠંડીની પણ એક અલગ જ મજા હતી ! ન્યુયોર્કના એરપોર્ટ પર અમને પિક કરવા માટે કાર આવવાની હતી પણ કોઈક કારણસર તે કાર મોડી પડી અને તેથી હું અને સ્મિતા 20 મિનિટ વેઇટિંગ રૂમમાં બેઠા !

કાર આવી ગઈ અને કારનો ડ્રાઇવર અમારી સામે માફી માંગવા લાગ્યો કેમ કે તે લેટ હતો, મને વિચાર આવ્યો કે આવી વાત ઇન્ડિયામાં કોમન છે ! અમે કારમાં બેઠા, મારી અને સ્મિતાની નજર અમેરિકાની ઉંચી ઇમારતોથી હટતી જ નહોતી ! અમેં હોટલમાં પહોંચ્યા, હોટલ ફાઈવ સ્ટાર હતી અને નવાઈ વાત એ હતી કે હોટલના માલિક ગુજરાતના હતાં !!! મારો રૂમ નંબર 240 હતો અને સ્મિતાનો 241 માં નંબરનો રૂમ હતો. હું મારા રૂમમાં ગયો અને સ્મિતા એના રૂમમાં ગઈ. અમેરિકાનો સમય ભારતીય સમય કરતાં ઉલટો હોય છે એટલે મને બહુ જ ઊંઘ આવતી હતી અને હું સુઈ ગયો.

એક ફોન આવ્યો ! મારી ઊંઘ ઊડી ગઈ અને ફોન સ્મિતાનો હતો, મેં કહ્યું બોલ સ્મિતા, એ બોલી, શું કરે છે ?? મેં કહ્યુ સૂતો હતો ! એ બોલી બપોરના બે વાગ્યા છે તને ભૂખ નહીં લાગી ! મેં કહ્યું, લાગી છે ને એને કહ્યુ નીચે રેસ્ટોરન્ટમાં જમવા જવું છે ? મેં કહ્યું 10 મિનિટ પછી જઈએ ? એ બોલી એક કામ કરજે, 10 મિનિટ પછી મારા રૂમમાં આવી જજે, આપણે સાથે જમશું ! હું ખુશી સાથે બોલ્યો, સારું ! હું તૈયાર થઇને સ્મિતાના રૂમની બહાર પહોંચ્યો અને રૂમને નોક કર્યો ! સ્મિતા એ દરવાજો ખોલ્યો અને બોલી વેલકમ મિસ્ટર સંદીપ ! હું બોલ્યો થેન્કયું મિસ સ્મિતા ! અને અમે બન્ને એક સાથે હસી પડ્યા ! સ્મિતા બોલી શું લેશો જમવામાં ?

મેં કહ્યું જે તમારી ઈચ્છા ! એ સ્મિત સાથે બોલી, એક કામ કરીએ તમે અને હું અલગ અલગ ઓર્ડર કરીએ અને જોઈએ કે આપણા બન્નેનો ઓર્ડર કેટલો સરખો છે ! મેં કહ્યું , આ સારો આઈડિયા છે ! મેં ઓર્ડર આપ્યો બાદમાં સ્મિતાએ ઓર્ડર આપ્યો. ૫ મિનિટ પછી અમારા રૂમમાં જમવાનું આવ્યું અને મને નવાઈ લાગી કે મારો ઓર્ડર અને સ્મિતાનો ઓર્ડર ૯૦ ટકા સરખો હતો ! સ્મિતા બોલી, ઓહહ… તારી પસંદગી પણ મારા જેવી જ છે ને !
હું બોલ્યો, હા

હું મારા રૂમમાં ગયો અને પાછો ઊંઘી ગયો ! ઉઠ્યો ત્યારે સાંજના ૫ વાગ્યા હતા. મેં સ્મિતાને ફોન કર્યો અને કહ્યું, ચાલ ક્યાંક ફરવા જઈએ !
સ્મિતા બોલી ક્યાં જશું ? મેં કહ્યું બહાર નીકળીએ ત્યારે ખબર પડે ! સ્મિતા બોલી, ઓકે ડન હું અને સ્મિતા હોટલથી બહાર નીકળ્યા અને બાજુમાં આવેલ ગાર્ડનમાં બેઠા ! ત્યાંનું વાતાવરણ થોડું ઠંડુ હતું પણ મજાનું હતું ! ત્યાં એક પથરાના ઢગલા જેવું કંઈક બનાવેલ હતું અને સ્મિતા તેના પર ચાલતી હતી અને ત્યાં તો સ્મિતાનો પગ લ્પસ્યો !!!

સ્મિતાના પગ પર પથ્થર પડવાથી સ્મિતાએ ચીસ પાડી !! હું દોડતો ગયો, સ્મિતાના પગમાં લોહી જેવું કંઈ દેખાયું નહીં પણ એને પગમાં દુખાવો હતો ! તેની આંખમાં આંસુ હતા ! સ્મિતાએ કહ્યું, સંદીપ આવતીકાલની કોન્ફરન્સનું શું થશે ? મેં કહ્યુ, ચિંતા ના કર, કંઇ જ નહીં થાય ! મેં કહ્યુ, સ્મિતા ચાલ તને રૂમ સુધી જવામાં મદદ કરું !

એણે મારા ખભા પર હાથ મુક્યો અને એને હું રૂમ સુધી લઇ ગયો ! હોટેલનો માલિક ગુજરાતી હતો એટલે મેં કહ્યુ, કોઈ સારા ડોક્ટરને બોલાવજો ને ! સ્મિતાનો રૂમ નંબર 241 હતો અને હું તેના રૂમમાં ગયો, સ્મિતાને બેડ પર આરામથી બેસાડી ! સ્મિતાનું રડવાનું બંધ જ નહોતું થતું ! ત્યાં તો રૂમની બેલ વાગી અને ડોક્ટર આવી ગયા હતા !

ડોક્ટરે સ્મિતાનો પગ ચેક કર્યો અને કહ્યું કે ગભરાવાની જરૂર નથી, ખાલી માર જ વાગ્યો છે ! ડોક્ટરે કેટલીક દવાઓ લખી આપી. સ્મિતાએ ડોક્ટરને રિકવેસ્ટ કરી કે આવતીકાલ સુધી પગ ઠીક થઈ જાય એવું કરો ! ત્યારે ડોક્ટરે એક મસાજ ક્રીમ પણ આપી અને કહ્યુ, સ્મિતાના પગની મસાજ દર 3 કલાકે કરજો તો આવતીકાલ સુધી ઠીક થઇ જશે ! ત્યારે હોટેલના મેનેજર બાજુમાં જ હતા અને તેઓ બોલ્યા સોરી સર, હમારા સ્પા અભી બંધ હૈ ! ત્યારે સ્મિતા જોરથી રડવા લાગી !!!

ત્યારે મારાથી સ્મિતાના આંસુ જોવાય નહીં અને મેં કહ્યું, ડોન્ટ વરી સર, હું મસાજ કરી દઈશ ! ડોક્ટર બોલ્યા, ધેટ્સ ગુડ આઈડિયા !!!
ત્યાર બાદ હું ડોક્ટરને રિસેપ્સન સુધી મુકવા ગયો. વળતા ડોક્ટરના કહ્યા પ્રમાણે તેના પગની મસાજ માટે તેના રૂમમાં ગયો ! ત્યારે લગભગ સાંજના 6.00 વાગ્યા હતા. સ્મિતાના રૂમની ચાવી મારી પાસે હતી તેથી મેં રૂમ ખોલ્યો ! રૂમમાં પ્રવેશતાની સાથે સ્મિતા ખૂબ ઉદાસ થઈ ને બોલી, સંદીપ આઈ એમ સોરી !!! મારા કારણે તને કેટલી તકલીફ પડે છે !!! મેં કહ્યુ, એમાં તકલીફ શેની ? પછી હું બાથરૂમ માંથી એક મોટા બાઉલમાં ગરમ પાણી લાવ્યો ! ડોક્ટરે એક લિકવિડ પણ આપ્યું હતું તે ગરમ પાણીમાં નાખ્યું અને સ્મિતાના બેડ નજીક લઇ ગયો !

સ્મિતાને ઉભા થવામાં મેં મદદ કરી અને તેણે તેનો પગ બાઉલમાં મુક્યો ! હું હળવેથી માલિશ કરવા લાગ્યો અને સ્મિતા કેટલીક વાર દર્દના કારણે બૂમ પણ પાડતી !! સ્મિતાએ પાણીમાંથી પગ બહાર કાઢ્યો અને મેં એક કોરા કપડાથી પગને લૂછયો અને ક્રીમ અને ગરમ પાટો બાંધ્યો !! સ્મિતાને સુવાડીને હું મારા રૂમમાં ગયો અને મારું કામ કરવા લાગ્યો. રાતના 9.00 વાગ્યા અને મેં સ્મિતાને ફોન કર્યો અને બોલ્યો, સ્મિતા જમવા નથી આવું !

સ્મિતાએ કહ્યુ, તું મારા રૂમમાં આવીશ પ્લીઝ ! મેં કહ્યું, સારું ! એનો રૂમ મારી સામે જ હતો અને એના રૂમની ચાવી મારી પાસે હતી તેથી હું એના રૂમમાં ગયો ! સ્મિતા બેડ પર સૂતી હતી ! મેં સ્મિતાને પૂછ્યું, ભૂખ નહી લાગી ? સ્મિતા બોલી, લાગી છે ને ! મેં કહ્યુ, ચાલ અહીંયા જ જમવાનું મંગાવીએ ! એણે કહ્યું ના પ્લીઝ અહીં દવાની સ્મેલ આવે છે એટલે અહીં નહીં ! એની વાત પણ સાચી હતી મેં પૂછ્યું , તો મારા રૂમમાં ? એણે પણ પૂછ્યું, નીચે જઈએ તો ? અને પાછી બોલી કે તું મારી હેલ્પ કરીશ ને નીચે જવામાં ?
મેં કહ્યુ, હા !

એ બોલી ચાલ જઈએ, મને બહુ જ ભૂખ લાગી છે ! બેડ માંથી ઉઠી અને એણે મારો હાથ પકડ્યો અને અમે બન્ને રૂમમાંથી બહાર નીકળ્યા !
સ્મિતાએ મારી કમરમાં હાથ રાખ્યો હતો અને મેં એના ખભા પર !!! અમે લિફ્ટમાં પહોંચ્યા અને એક સમયે તો એવું થયું કે લિફ્ટ ઉભી જ ના રહે ! હું અને સ્મિતા રેસ્ટોરન્ટમાં પહોંચ્યા ! મેં એક વેઇટરને બોલાવ્યો અને પૂછ્યું, અહીં આરામથી બેસી શકાય એવું ટેબલ છે ? વેઇટરે મને સ્મિતાને કપલ માટેના સ્પેશ્યલ ટેબલ પર બેસાડ્યા અને મેં એક કુશન મંગાવ્યું અને સ્મિતાના પગ નીચે મૂક્યું જેથી સ્મિતાના પગને આરામ રહે ! કુશન મુક્તા જ સ્મિતાએ મારો હાથ પકડીને કહ્યુ કે તારો આભાર કઈ રીતે માનું ? મેં સ્મિતાને સ્મિત આપ્યું !

અમે બંને જમીને રૂમમાં પાછા ગયા ! હું સ્મિતાને એના રૂમમાં લઈ ગયો અને ડોક્ટરના કહેવા પ્રમાણે પગની પાછી મસાજ કરીને પાટો બાંધ્યો ! પછી સ્મિતાને સુવાડીને હું મારા રૂમમાં ગયો ! મેં મારા મોબાઈલ ફોનમાં 3 – 3 કલાકના રિમાઇન્ડર મુક્યા અને રાત્રે 12 વાગ્યે, 3 વાગ્યે અને સવારના 6 વાગ્યે સ્મિતાના પગની માલિશ કરી !!! સવારના 8.30 કલાકે સ્મિતાનો ફોન આવ્યો અને મને તેના રૂમમાં આવવા કહ્યુ ! હું તેના રૂમમાં ગયો અને જોયું તો સ્મિતા તેના બેડ પર કુદકા મારતી હતી અને આ જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગયો !
સ્મિતાએ મારી પાસે આવીને મને બાથ ભરી અને કાનમાં બોલી થેન્કયું ડિયર !!! પછી મેં કહ્યું કે હવે ચાલ ફટાફટ 12.00 વાગ્યે આપણે નીકળવાનું છે એટલે તૈયાર થઇ જા !!!

બપોરના 12.00 વાગ્યે હું અને સ્મિતા કોન્ફરન્સ માટે નીકળ્યા. કોન્ફરન્સનું સ્થળ અમારી હોટેલથી નજીક હતું એટલે અમે થોડા જલ્દી ત્યાં પહોંચ્યા. અમે અમારી ખુરશી પર બેઠા, સ્મિતા મારી બાજુમાં જ બેઠી હતી. કોન્ફરન્સ શરું થઇ અને સ્મિતાના પ્રેઝન્ટેશનનો સમય આવી ગયો હતો અને સ્મિતા સ્ટેજ તરફ જવા માટે ઉભી થઇ અને હું પણ ઉભો થયો અને મેં સ્મિતાનો હાથ પકડ્યો અને સ્મિતાને સ્ટેજ તરફ લઇ જવામાં મદદ કરી !

સ્મિતાએ ખૂબ જ સુંદર પ્રેઝન્ટેશન આપ્યું અને પ્રેઝન્ટેશન બાદ મેં તેને સ્ટેજ પરથી તેની ખુરશી તરફ આવવા માટે પણ મદદ કરી, આ દરમિયાન સ્મિતાના ચહેરા પર એક અનોખી ખુશી હતી !!! ત્યાર પછી પ્રેઝન્ટેશન માટે મારું નામ બોલવામાં આવ્યું ! બાદમાં મેં પ્રેઝન્ટેશન આપ્યું, ત્યાં સુધી સાંજ પડી ગઈ હતી. મારું અને સ્મિતાનું પ્રેઝન્ટેશન આયોજકોને ખૂબ જ ગમ્યું હતું એટલે તેઓએ એમની ઓફિસની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું ! મેં અને સ્મિતાએ ‘હા’ માં જવાબ આપ્યો. અમારું ડિનર ત્યાં હતું પણ ત્યાં નોનવેજ જમવાનું વધારે હતું એટલે મેં અને સ્મિતાએ અમારી હોટેલ પર જઈને જમવાનો નિર્ણય લીધો.

બીજા ડેલીગેટ્સ જમતાં હતા એ દરમ્યાન એમેરિકાની જાણીતી સોફ્ટવેર કંપનીના સીઈઓ અમને મળ્યા અને કહ્યું કે હેલો ફ્રેન્ડ્સ, તમે આવતીકાલે અમારી કંપનીની વિઝીટ કરવા માટે આવી શકશો ? મેં કહ્યું સોરી સર અમારો આવતીકાલનો શિડ્યુલ પેક છે તમે ઇચ્છો તો પરમદિવસે રાખીએ ? એમણે કહ્યું, ઓકે ડન !!! એટલે કે આવતીકાલે અને પરમદિવસની મિટિંગ અમારી ફિક્સ થઇ ગઇ હતી. આજે અમારો પ્રોગ્રામ અને પ્રેઝન્ટેશન પૂરું થઈ ગયું હતું તેથી આવતીકાલે આરામથી જુદી જુદી કંપનીની વિઝીટ કરવા જેટલો સમય અમને મળી ચુક્યો હતો.

હું અને સ્મિતા રાત્રે 10.00 વાગ્યે હોટેલ પર પહોંચ્યા. સ્મિતાને તેના રૂમ સુધી મુકવા માટે ગયો અને સ્મિતાને મેં કહ્યુ, ફ્રેશ થઇને 10 મિનિટમાં નીચે જમવા જઈએ ! 10 મિનિટ બાદ સ્મિતાનો ફોન આવ્યો અને બોલી, સંદીપ મારા પગમાં હજુ થોડો દર્દ છે એટલે તું મને લઈને જજે..ઓકે..!!! મેં કહ્યું, હા ઓકે. હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો, ખબર નહી કેમ !
હું રૂમની બહાર આવ્યો અને સ્મિતાના રૂમની સામે ગયો અને રૂમને નોક કર્યો !

સ્મિતાએ દરવાજો ખોલ્યો અને બહાર આવી, આજે સ્મિતા ખૂબ જ સુંદર લાગતી હતી. સ્મિતાએ મારો હાથ પકડ્યો અને હું અને સ્મિતા લિફ્ટ તરફ ગયા. લિફ્ટ અમારા ફ્લોર પર આવી અને જોયું તો લિફ્ટમાં ખૂબ જ ભીડ હતી ! હું અને સ્મિતા લિફ્ટમાં બેઠા, સ્મિતાના પગમાં દુઃખાવો હતો એટલે હું સ્મિતાને લિફ્ટના એક ખૂણામાં લઇ ગયો. લિફ્ટ નીચે તરફ ગઇ અને આ દરમિયાન સ્મિતાએ મારો હાથ પકડીને રાખ્યો હતો !.

લિફ્ટ બીજા માળે આવી અને હું અને સ્મિતા લિફ્ટથી બહાર આવ્યા ! અમે રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા અને એક ખૂણા પરના ટેબલ પર બેઠા. મેં સ્મિતાને પૂછ્યું, બોલો શું ખાશો ? એ ખુશ થઈને બોલી, આપ જે ખવડાવશો ! ત્યારબાદ મેં અને સ્મિતાએ ઓર્ડર આપ્યો. સ્મિતાએ પંજાબી કુર્તિ પહેરી હતી અને એ એમાં ખૂબ જ સુંદર લાગતી હતી ! એ મારી સામે જોવા લાગી અને બોલી, તો મિ. સંદીપ આવતીકાલે કેટલા વાગ્યે સી.ઇ.ઓ ની ઓફિસ પર પહોંચવાનું છે ? મેં કહ્યુ, બપોરે 3.00 વાગ્યે.

સ્મિતા બોલી, સંદીપ ચાલને આજે કોઈ મૂવી જોવા જઈએ ! મને નવાઈ લાગી અને હું બોલ્યો, મી. સ્મિતા એક તો તમારો પગ બરાબર નથી અને અહીંયા નજીકમાં કોઈ થિયેટર નથી ! સ્મિતા મારી વાત સાંભળીને ઉદાસ થઈ ગઈ ! એટલામાં જમવાનું આવી ગયું હતું ! મેં અને સ્મિતાએ જમવાનું શરું કર્યું.

સ્મિતા જમતાં જમતાં બોલી, સંદીપ તારા લેપટોપમાં કોઈ મુવી છે ? મેં કહ્યુ, હા, બે પડી છે ! સ્મિતા બોલી ગ્રેટ !!! આપણા રૂમમાં આટલું મોટું ટી.વી પણ છે અને તારી પાસ મૂવી પણ છે તો આપણે આજે મારા રૂમમાં મુવી જોઈએ તો ??? આ દરમિયાન સ્મિતા ખૂબ જ ખુશ હતી અને હું એની ખુશીને તોડવામાંગતો નહોતો ! તેથી હું બોલ્યો, ઓકે ડન !

સ્મિતા બોલી, તો 20 મિનિટમાં મારા રૂમમાં આવી જજે, ઓકે ? ભૂલતો નહીં ! મેં કહ્યું, હા મિસ, નહીં ભૂલું ! હું અને સ્મિતા પોતપોતાના રૂમમાં પહોંચ્યા. મેં કપડાં બદલ્યા અને નાઈટ ડ્રેસ પહેર્યો ! બાદમાં હું સ્મિતાના રૂમની બહાર ગયો અને દરવાજો નોક કર્યો ! સ્મિતાએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું, તું મૂવી તો લાવ્યો છે ને ? મેં કહ્યું, હા લાવ્યો છું.

મેં સ્મિતાને પેનડ્રાઇવ આપી અને સ્મિતાએ રૂમની એલ.ઈ.ડી. સાથે કનેક્ટ કરી. સ્મિતાએ તેના બેડ પર બે તકિયા રાખેલ હતા અને એટલામાં સ્મિતા બોલી, સંદીપ આવ, આ બાજુમાં બેસ ! સ્મિતા બેડના જમણી બાજુએ બેઠી હતી અને હું ડાબી બાજુએ બેઠો હતો !

સ્મિતાએ રઝાઈમાં પગ લાંબા કર્યા અને મને પણ આવું કરવાનું કીધું ! સ્મિતા બોલી, આટલું આરામથી કયા થિયેટરમાં મુવી જોઈ શકાય ? હું હસવા લાગ્યો અને બોલ્યો, સાચી વાત ! હું અને સ્મિતા હોલિવુડનું મિશન ઇમ્પોસીબલ 1 જોતાં હતા. આ દરમિયાન સ્મિતાએ રૂમની બધી જ લાઈટો બંધ કરી નાખી ! સ્મિતા ખૂબ જ ખુશ લાગતી હતી. મારા અને સ્મિતાના ખભા અડતા હતા. અડધો કલાક થયો અને સ્મિતા મારા ખભા પર પોતાનું માથું રાખીને ઉંધી ગઈ !!! મેં સ્મિતાને બરાબર રીતે સુવાડી અને એના શરીર પર રઝાઈ ઓઢાડી !!!

સ્મિતાને જોઈને મારા મનમાં વિચિત્ર ખ્યાલો આવવા લાગ્યા પણ મેં મારા વિવેકથી કામ લીધું !!! મેં ટી.વી. બંધ કર્યું અને હું મારા રૂમમાં આવ્યો અને ઉંધી ગયો !

આગળ ની સ્ટોરી વાંચવા અહી ક્લિક કરો સંદીપ અને સ્મિતા ની લવ સ્ટોરી ! Part – 2

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block