સઁપુર્ણ સુખ – આંખ નહિ, દ્રષ્ટિ બદલશો તો જ જીવન બદલશે !

એક વખતની વાત છે જયારે ઇશ્વર સકળ સૃષ્ટીની રચના કરી. પછી થોડો આરામ ફરમાવી દિધો. આ આરામની ક્ષણોમાઁ ઇશ્વર એટલે કે ભગવાનને વિચાર આવ્યો કે મૈ આ સકળ સૃષ્ટી તો રચી, બધા જ જીવજઁતુ, પ્રાણિ અને પક્ષીઓ રચ્યા. ઉપરાઁત આ બધા જીવોમાઁ શ્રેષ્ઠ એવા માનવની પણ રચના કરી. પણ કોઇ માનવ ગરીબ છે, કોઇ અમીર, કોઇ કદરુપુ છે, કોઇ સુઁદર, કોઇ વિકઁલાગ છે, તો આવુ કરવા કરતા એક એવી રચના પણ બનાવુ જે સૌથી શ્રેષ્ઠ હોય તો !

બસ આ વિચાર આવતા જ ભગવાનને એક શ્રેષ્ઠ રચના કરવા માટે મહેનત કરવા લાગ્યા. એક એવી રચના કે જે આખા વિશ્વમાઁ અજોડ હોય, ભલા ભલા જીવોને એની ઇર્ષ્યા આવે કે આ તો સૌથી શ્રેષ્ઠ જ છે. એમ. આ રચના માટે એમણે એક મનુષ્ય બનાવવાનુ શરુ કર્યુઁ. એને સૌથી શ્રેષ્ઠ રુપ આપ્યુઁ., સૌથી વધુ સંપત્તિ આપી, એવી નામના અને જાહોજલાલી આપી કે જે કોઇએ પણ પહેલા સ્વપ્નમાઁ પણ કલ્પના કરી ન હોય. એવા અઁગઉપાઁગો આપ્યા કે જે જોઇને કોઇપણ મોહિત થઇ જાય. એવો સ્વભાવ આપ્યો કે જેના પ્રત્યે કોઇપણ આકર્ષિત થય જાય. આ રીતે ઇશ્વરે પોતાના દરેક સર્જનને ચડી જાય એવુ સર્જન તૈયાર કર્યુ. અને એને તાકી રહ્યા. ઇશ્વર વિચારી રહ્યા હતા કે જો આ માનવ સદેહે પૃથ્વી પર અવતરશે ત્યારે એ જરુર મારી જ ભક્તિ કરશે. મારા જ ગુણગાન ગાશે ઉપરાઁત દરેક જગ્યાએ એ મારી જ કિર્તી ફેલાવશે.

આવુ વિચારી રહ્યા હતા. આ રચનાને પૃથ્વી પર અવતરણ કરવા માટેની તૈયારી કરી રહ્યા હતા. એ દરમ્યાન બ્રહ્માજી ત્યાઁથી પસાર થયા. એમણે આ બાબત જોઇ. ઇશ્વરને રોકતા કહ્યુ.” હે પ્રભુ, આપ તો ત્રિકાળ જ્ઞાની છો, આપે યોગ્ય વિચારીને જ આ રચના કરી હશે, પરઁતુ જો આપ આ રચનાનુ એક વખત ભવિષ્ય જોઇ લો એ મારી વિનઁતી છે. પછી આપને યોગ્ય લાગે એ કરો. આ વાકય સાઁભળીને ઇશ્વરને થોડુ આશ્વર્ય થયુ. છતાઁ એમણે બ્રહ્માજીની વિનઁતીને માન આપવાનુ નક્કી કર્યુઁ. એમણે તાત્કાલીક ચિત્રગુપ્તને ભવિષ્યવાણી પુસ્તિકા સાથે હાજર થવા માટે નુ આમઁત્રણ મોકલ્યુઁ. ભવિષ્યવાણી એ એક એવી પુસ્તિકા હતી જેમાઁ પૃથ્વીના દરેક મનુષ્યના લેખા-જોખા રાખવામાઁ આવતા હતા. ઉપરાઁત કોઇપણ મનુષ્ય કે જે જન્મ કે મરણ ઉપરાઁત તેનુ ભુત, વર્તમાન અને ભવિષ્ય પણ જોઇ શકાય.

ચિત્રગુપ્ત ભવિષ્યવાણી સાથે ઇશ્વરના દરબારમાઁ હાજર થયો. ઇશ્વરે ચિત્રગુપ્તને સઁબોધન કરતાઁ કહ્યુ” ચિત્રગુપ્ત આ મારી શ્રેષ્ઠત્તમ રચના છે, મારે આ રચનાનુ ભવિષ્ય જાણવુ છે કે જો આ રચના પૃથ્વી પર અવતરે તો એનુ જીવન કેવુ હોય, એના પ્રતિભાવ શુ હોય શકે વગેરે વગેરે… …. … ., આ સાથે જ ચિત્રગુપ્તે ભવિષ્યવાણી તપાસવા માઁડી. થોડુ જોયુ. વાઁચન કર્યુઁ. આ સાથે જ આશ્વર્યચકિત થઇને ઇશ્વરને હાથમાઁ જ ભવિષ્યવાણી સોપતા કહ્યુ.”પ્રભુ હુ આનુ ભવિષ્ય આપને નહિ જણાવી શકુ, આપ જ જોઇ લો તો વધુ સારુ પછી જ યોગ્ય નિર્ણય લો.” ચિત્રગુપ્તના આવા વાક્યો સાઁભળીને ઇશ્વરે જાતે જ ભવિષ્યવાણી તપાસવાનુ શરુ કર્યુઁ.

પણ આ શુ !, ઇશ્વર પોતે જ શુન્યમનસ્ક બની ગયા. કારણકે એ મનુષ્યે કે જેની રચના ઇશ્વરે કરેલી એણે પોતાના સમગ્ર જીવન દરમ્યાનમાઁ એકપણ વખત ઇશ્વરને યાદ જ કર્યા ન હતા. ઉપરાઁત એ પોતે જ પોતાના વૈભવ વિલાસમાઁ રચ્યોપચ્યો રહેતો હતો. કોઇપણ ને ગણકારવા નહિ. જીવન ના અઁત સમયમાઁ તો જાણે અભિમાનની ચરમસીમા હોય એવુ રુપ અને રુપિયાનુ એના વાણી વર્તનમાઁ દેખાય આવતુ હતુ. જેમ જેમ ઇશ્વર એ રચનાનુ ભવિષ્ય જોતા ગયા તેમ તેમ એમને દુખ વધતુ જતુ હતુ. થોડીવાર માટે એમને એમ થયુ કે આ રચના ન રચી હોત તો વધુ સારુ હોત.

બસ આ સાથે જ એમણે સ્વર્ગના સેવકોને હુકમ કર્યો કે “સેવકો આ રચનાને હવે પૃથ્વી પર અવતરવા માટે નથી રાખવી. આને સ્વર્ગના પુતળાઘરમાઁ સ્થાન આપી દો. હવેથી આ રચના આપણા સ્વર્ગના પુતળાઘરની શોભા વધારશે. બીજો એક અગત્યનો નિર્ણય કે કોઇપણ મનુષ્યને સઁપુર્ણ સુખ નહિ આપવાનુ એને થોડુ ઘણુ દુખ તો આપવુ જ કે જેથી એને પોતાના જીવનની કિઁમત સમજાય, એ એના જીવન દરમ્યાન ઇશ્વરને યાદ કરે. ઉપરાઁત પોતાની આસપાસના સઁબઁધોને સમજે, એનુ જતન કરે. આમ ઇશ્વરને પોતે એક ભુલ કરી રહ્યા છે એ અઁગે ધ્યાન દોરવવા બદલ બ્રહ્માજીનો આભાર માની પોતે પરત આરામમાઁ લીન થઇ ગયા.

? વાચક મિત્રો, ઇશ્વરની દરેક રચના શ્રેષ્ઠ જ છે, જરૂરી છે આપણા દ્રષ્ટીકોણની. આપણને લાગે કે પેલો વ્યકિત સઁપુર્ણ સુખી છે, એની પાસે ગાડી-બઁગલા છે, સારો બિઝનેસ કરે છે વગેરે, પરઁતુ હકીકત ઘણ્રી વખત હકીકતથી વિરુધ્ધ હોય છે. દરેક વ્યકિતના જીવનમાઁ થોડાક અઁશે દુખ હોય છે. જો આપણે દુખી હોય તો આપણ કઁઇક સુખ પણ હશે જ !, શક્ય છે કે એ આપણા ધ્યાનમાઁ ન આવતુ હોય એવુ બની શકે. દરેકને પોતપોતાનુ દુખ હોય છે જ પણ એવુ હોય કે એ લોકો બહાર પ્રકટ ન થવા દેતા હોય. જીવનની કોઇપણ પરીસ્થિતીમાઁ ખુશ રહેતા શીખો. જીવનની દરેક બાબતમાઁ ખુશી શોધતા શીખો.

? આભારી :- મુકેશભાઇ સોજીદ્રા

? લેખક :=- વસીમ લાઁડા – “વહાલા”

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી