“સેમ ટુ યુ” – ગામની પ્રાથમિક શાળા માં બનેલી ઘટના !!

આજે નવયુગ પ્રાથમિકશાળામાઁ કોહરામ મચી ગયેલો. પ્રિંસીપલની ઓફિસમાઁ તો જાણે એક ટોળુ ધસી આવ્યુ. ”કોણ છે ? એ કે જેણે મારા છોકરાનુ માથુ ફોડી નાખ્યુ ? “ અમારા પર ભેદભાવ રાખમાઁ આવે છે, અમારી જાતીના બાળકો સાથે આવુ જ વર્તન કરમાઁ આવે છે !” વગેરે આક્ષેપો પણ થવા લાગ્યા.

શાળામાઁ નવા નવા આવેલા આચાર્ય હસમુખભાઇ તો જાણે ડઘાઇ જ ગયા. પોતાનુ ગામ હોત તો તરત જ આવુ વર્તન કરનારને બે થપાટ મારીને બેસાડી પણ દેત. પણ આ તો શહેર હતુ. અહીઁ કઁઇપણ કરવુ એટલે પોતાની કારકીર્દી પર જાણે પુર્ણવિરામ મુકવા બરાબર હતુ. હસમુખભાઇ ને પરિસ્થિતી હાથ બહાર જતી લાગી એટલે એણે તરત જ પોતાના બાળપણના મિત્ર મનોજ રાવળને ફોન કર્યો. તાબડતોબ પોતાની શાળામાઁ હાજર થવા કહ્યુ. જાજી વાતનો તો નો સમય ન હતો. પણ ઓફિસની બહાર તો ટોળુ ઉમટી પડેલુ હતુ. આક્ષેપો સાથે ધમકીઓ પણ વરસી રહી હતી. મીડીયાને બોલાવવાની.

વાત જાણે એમ હતી કે શાળાના ફ્રી તાસ દરમ્યાન બે બાળકો વચ્ચી સામાન્ય મશ્કરીમાઁથી અઁદરોઅઁદર ઝઘડી પડયા હતા. એક બાળકે બીજા બાળકને ઉશ્કેરાટ કે ગુસ્સાથી પથ્થર વડે માથુ ફોડી નાખ્યુ હતુ. બસ ત્યારપછીની ઘટનાઓ જાણે સમય સાથે હરીફાઇ કરતી હોય તેમ ઝડપભેર બની ગઇ. બાળકના માતાપિતાએ બાકી કઁઇ હોય તો જાતિવાદનુ મુદ્દો બનાવીને વાતનુ વતેસર કરી રહ્યા હતા. હસમુખ થોડીવાર તો ઓફિસમાઁ પુરાઇ રહ્યો પણ મીડીયાની વાતથી એને લાગ્યુ અત્યારે નહિ તો પછી જવાબ તો આપવા આગળ થવુ જ પડશે ખોટુ શાળાનુ નામ બદનામ થાય એના કરતાઁ અત્યારે જ આ મુસીબત નો સામનો કરવો જ રહ્યો.

હસમુખે જેવો ઓફિસની બહાર નીકળ્યો એ ભેગી તરત જ ટોળુ અઁદર ઓફિસમાઁ જ ધસી આવ્યુ. એટલી વારમાઁ મનોજ આવી પહોઁચ્યો. મનોજ પણ અહીઁની શહેરની એક શાળામાઁ છેલ્લા પઁદર વષોથી શિક્ષક તરીકે સેવા આપતો હતો. એને જોઇને ટોળુ તરત જ શાઁત થઇ ગયુ. ટોળાના કેટલાઁક આગેવાનો મનોજને ઓળખતા હશે એટલે આઁખની શરમ ભરી રહ્યા હતા. એણે તરત જ પરીસ્થિતી સઁભાળતા કહ્યુ કે “અહીઁ શુ થયુ છે એની મને કઁઇ જ ખબર નથી પણ બાળકના વાલી અને એના એકાદ સઁબઁધી સિવાયના દરેક વ્યકિત બહાર બેસો, હુ શકય એટલુ યોગ્ય જ કરીશ.”

એમ કહીને એણે ટોળાના ઓફિસની બહાર કાઢયા.ઉપરાઁત બહાર જઇને ટોળાના આગેવાનોને વિશ્વાસ આપતા કહ્યુ” અહીઁથી બિનજરુરી લોકોને દુર કરો, મિડિયાની પણ કોઇ જરુર છે જ નહિ. અહીઁ ના સ્ટાફને હુ સારી રીતે ઓળખુ છુ. આપના લોકોની ફરીયાદ કરવા જેવુ નહિ રહે.” આમ શાળા જાણે મનોજનો પઁદર વરસનો અનુભવ પણ પોતાનુ કામ બતાવી રહ્યો હતો. આ બધુ પતાવ્યા પછી ઓફિસમાઁ આવીને મનોજે વાત શરુ કરી. કહો શુ હતુ. હસમુખે પોતાના મિત્રને સઘળી વાત જણાવી. પછી મનોજે બાળકના વાલીને પુછ્યુ ”આપ શુ કહેવા માઁગો છો ?” તો બાળકના વાલીએ કહ્યુ” જુઓ, મનોજભાઇ અમારે આ શાળા સાથે કઁઇ જ વાઁધો નથી અમારે ફકત એ જાણવુ છે કે આ શાળાના વ્યવસ્થાતઁત્રએ આ બનાવ પછીએ બાળક પર શુ એકશન લીધુ છે, ઉપરાઁત એ બાળકનુ નામ બસ વધુ કઁઇ જ નહિ.”

મનોજે તરત જ કહ્યુ કે “ જુઓ વિનોદભાઇ અમે બાળકનુ નામ ન આપી શકીએ, ઉપરાઁત અમે એ બાળકને ત્રણ દિવસ માટે સસ્પેંડ કરીએ છીએ. વિનોદભાઇ ગરમ થય ગયા કે “માનો કે મારુ બાળક જયારે શાળામાઁ નિયમિત બને અને એ બાળકને ઇજા પહોચાડે તો પણ તમે ફકત ત્રણ દિવસ સસ્પેંડ જ કરો !” આ સાઁભળીને મનોજભાઇ એ કહ્યુ “આ કાઁઇ જાણી જોઇને કોઇ બાળકે નથી કર્યુ, ફક્ત અજાણતા જ થયેલ છે છતા જો આપનુ બાળક ભવિષ્યમાઁ એ બાળકને ઇજા પહોચાડે તો એ અમારી જવાબદારી કહેવાય.” હસમુખે કહ્યુ, “વિનોદભાઇ આપની માઁગણી અયોગ્ય છે, અમારે બાળકોને ભવિષ્ય બનાવવુ છે, સુધારવુ છે પણ કોઇનુ બગાડવુ નથી. આપને શાળા છોડવી હોય તો હુ આપના બાળકની ભલામણ બીજી શાળામાઁ કરી આપુ, બાકી અમે એ બાળકને લિવિંગ પણ નથી જ આપવાના.” આવી ચર્ચાઓ ચાલી રહી હતી.

ત્યાઁ જ અનીતાબેનનો ઓફિસમાઁ પ્રવેશ થયો. એમણે કહ્યુ, “સર, ભુલ આમના બાળકની છે, આમનુ બાળક પેલા બાળકને એ દિનાના, એ દિનાના એમ ખીજવતો હતો, ઉપરાઁત બીજા વિધ્યાર્થીઓને પણ વર્ગમાઁ તારો બાપો આમ કે તેમ વગેરે કહીને ખીજવે છે. હુ વર્ગશિક્ષિકા હોવાથી આવી ફરીયાદો અવાર નવાર આવતી જ હોય છે.” અનીતાબેન ની વાત સાઁભળતા જ જાણે હવે વિનોદભાઇ ઢીલા પડી રહ્યા હતા. વાઁક તો પોતાના જ સુપુત્રનો છે એ વાત જાણે એમનુ મન સ્વીકારવા તૈયાર જ ન હતુ. આ વાતની ખબર પડતા જ જાણે હસમુખભાઇ ના જીવમાઁજીવ આવ્યો.

એમણે કહ્યુ” હવે કહો વિનોદભાઇ શુ અમે આપના બાળકને લિવિઁગ આપી દઇએ ?” આ સાઁભળતા જ વિનોદભાઇ દઘાઇ ગયા. એમણે તરત જ પોતાની સાથે આવેલ આગેવાનો સામે જોયુ. તો આગેવાનોએ તરત જ કહ્યુ ”સાહેબ, છોકરુ છે જવા દો, બીજી વાર આવુ નહિ કરે, અમે જવાબદારી લઇએ છીએ. કહોતો લેખિત પણ આપી દઇએ. અને આપે જ કહ્યુ કે અમે કોઇ બાળકનુ ભવિષ્યુ બગાડવા માટે રાજી નથી.” મનોજભાઇ એ આ સાઁભળીને તરત જ કહ્યુ, “ ના અમારે કશુ લેખિતમાઁ નથી જોઇતુ, અને અમે એ બાળકને નિશાળમાઁથી કાઢવાના પણ નથી, બસ એક વાત માનજો મારી હવેથી કોઇપણ બાબતને મુળથી જાણ્યા વગર કોઇનો પક્ષ લેવા દોડીના જતા, શક્ય હોય ત્યાઁ સુધી તપાસ જ કરીને વચ્ચે પડવુ. ભલે વિનોદભાઇ આપના બાળકને સારુ થઇ જાય ત્યાર પછી એને શાળાએ મોકલજો.

આમ બધુ જ શાઁત થય ગયા પછી મનોજ અને હસમુખ આ બાબતે ચર્ચા કરવા બેઠા.સાવ ક્ષુલ્લક બાબતમાઁ ઘડીકમાઁ તો ન થવાનુ થય ગયુ. મનોજેકહ્યુ ”ભાઇ આ ક્ષુલ્લક બાબત નથી, બાળકો જાણતા અજાણતા એકબીજાને મજાકમાઁ જાતિના નામે કે બાપા નામે ખીજવતા જ હોય છે. પણ ક્યારે હસવામાઁથી ખસવુ થઇ જાય તેની ખબર જ ન પડે” હસમુખે પુછતા કહ્યુ” તો આનો કોઇ ઉપાય ખરી કે નહિ ?” મનોજે કહ્યુ” હા ઉપાય છે, બધા જ તમામ વર્ગના બાળકોને અત્યારે જ પ્રાર્થના રુમમાઁ ભેગા કરો, એમની જ ભાષામાઁ સમજાય એવો ઉપાય છે, આપણે સમજાવી દઇએ.” થોડીવાર પછી પ્રાર્થનારુમમાઁ મનોજભાઇ બાળકોને સઁબોધતા કહ્યુ “ બાળકો તમે બધા એકબીજાનીમજાક કરો છો, મજાક કરો , મજાક તો કરવાની જ, હસવુ એ તો જીઁદગીનો એક ભાગ છે.

જેમ રડવુ આવે અને રડીએ એવી જ રીતે હસવુ આવે તો એને પણ રોકવુ ન જોઇએ. ખડખડાટ હસી શક્તો માણસ દુનિયામાઁ સૌથી સુખી માણસ કહેવાય છે. પણ એવુ પણ સાઁભળીયુ છે કે તમે એકાબીજાને એની જાતી, કે બાળકોના નામે ખીજવવામાઁ પણ આવે છે, પછી ફરીયાદિ પણ આવે છે કે સર આ મારા બાપા સામે ગયો, મારી બેન સામે ગયો કે મારી જાતિ સામે ગયો, પણ હવેથી કોઇ આવુ કહે તો એને કહેવાનુ કે “સેમ ટુ યુ.” શુ કહેવાનુ બાળકો એકસાથે કહો તો “સેમ ટુ યુ.”

આ સાથે જ પ્રાર્થના રુમના તમામ બાળકોએ “સેમ ટુ યુ.” કહ્યુ. મનોજે આગળ સમજાવતા કહ્યુ જેમ કે કોઇ બાપાની સામે જતા કહે કે “એ હરીના” તો એને “સેમ ટુ યુ.” કહી દેવાનુ. કોઇ જાતી પર જાય કે બીજી કોઇ મશ્કરી કરે તો પણ સામે જવાબમાઁ “ સેમ ટુ યુ.” જ કહેવાનુ, બાળકો મહાત્મા ગાઁધીજીએ કહ્યુ છે કે “આઁખની સામે આખઁથી બદલો લેશો તો દુનિયા આઁધળી થઇ જશે” એવી જ રીતે આપણે કોઇને મારવાનુ કે ઇજા પહોચાઁડવી એ અયોગ્ય કહેવાય. જો કોઇ વધુ પડતો હેરાન કરે તો તમારા વર્ગશિક્ષકને ફરીયાદ કરો, અમે બધા તમારી સાથે જ છીએ. પણ હવેથી કોઇ ખીજવે તો શુ કહેવાનુ ખબર છે ને, એ સાથે જ આખુ પ્રાર્થનાખઁડ ગાજી ઉઠયુ “સેમ ટુ યુ.”

લેખક :- વસીમ લાંડા “વહાલા”

મિત્રો, શિક્ષકો એ કાઢેલો આ હલ તમને પસંદ પડ્યો હોય તો કોમેન્ટ કરજો “Same To You” !!

ટીપ્પણી