“સાંભાર ભાત” – આ ભાત ની વેરાઈટી પાપડ કે દહીં સાથે પીરસવા માં આવે છે . એક વાર ટ્રાય જરૂર કરજો…

સાંભાર ભાત , તમિલનાડુ પ્રદેશ નો મુખ્ય ખોરાક છે . અહી ના તમિલ લોકો રોજ ના જમવા માં આ વાનગી નો ઉપયોગ કરે છે .. મને આ વાનગી બહુ ગમે , કારણ એ જ કે આ સ્વાદિષ્ટ છે, પૌષ્ટિક છે અને બનવા માં બહુ જ સરળ છે . આ વાનગી માં ચોખા,દાળ,શાકભાજી અને બહુ જ સરસ એવી સંભાર ની ફ્લેવર … આ બધું જ છે એટલે એક complete meal.

સામગ્રી :

• ૧ વાડકો ચોખા ,
• ૧/૪ વાડકો તુવેર ની દાલ ,
• સરગવા ના નાના-નાના થોડા કટકા ,
• ૧/૪ વાડકો ફણસી , થોડી લાંબી સુધારવી ,
• ૧/૪ વાડકો ગાજર , લાંબા કટકા ,
• ૧/૪ વાડકો ડુંગળી , લાંબી સુધારવી ,
• ૧/૪ વાડકો ટામેટા , જીના સમારેલા ,
• થોડા લીમડા ના પાન ,
• આમલી નું પાણી ૨-૩ ચમચી ,
• ૧ ચમચી સાંભર મસાલો,
• ૧/૪ ચમચી હળદર ,
• ૧/૪ ચમચી લાલ મરચું ,
• મીઠું ,
• ૨-૩ ચમચી તેલ,
• ૧/૨ ચમચી રાઈ ,
• ૧/૨ ચમચી હિંગ ,
• ૨ ચમચી જીણી સમારેલી કોથમીર ,

રીત :

દાળ અને ચોખા ને ભેગા કરી ધોઈ લો.પૂરતા પાણી માં ૩૦-૪૦ min માટે પલળવા મૂકી દો.

કુકર માં તેલ ગરમ કરો .. તેલ માં રાઈ નાખો . ત્યાર બાદ હિંગ નાખી ડુંગળી અને લીમડા ના પાન ઉમેરો .

થોડી સેકન્ડ્સ માટે હલાવો. હવે એમાં બધા શાક ઉમેરો , થોડું મીઠું નાખો અને ૧ min હલાવો .

હવે એમાં બધા મસાલા નાખો-સાંભર મસાલો , હળદર, લાલ મરચું અને હલાવો.

પલાળેલા દાળ ચોખા ઉમેરો . ૨ ગ્લાસ પાણી ઉમેરો .

આ વાનગી આપણી ઢીલી ખીચડી જેવી થાય એટલે એ પ્રમાણે પાણી ઉમેરવું. પાણી ના માપ નો આધાર દાળ ચોખા ની અને પાણી ની ગુણવત્તા પર આધાર રાખે છે .

બધું હલાવી ને સરસ મિક્ષ કરો. એકાદ ઉભરો આવે એટલે આંબલી નું પાણી ઉમેરો . ૧-૨ min સુધી ઉકાળવા દો . વચ્ચે વચ્ચે હલાવતા રહો.

કુકર બંધ કરી માધ્યમ આંચ પર ૩-૪ સીટી વગાડો . ઠરે એટલે હલાવી કોથમીર થી સજાવટ કરી ગરમ ગરમ પીરસો ..

તમિલનાડુ ના જુનવાણી લોકો દાળ ચોખા અલગ અલગ રાંધી ને પછી મિક્ષ કરે , પણ અહી બતાવેલ રીત એક ઝડપી version છે જેમાં સ્વાદ અને ફ્લેવર એવા જ છે ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

શેર કરો આ નવીન રેસીપી તમારા દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી

ટીપ્પણી