સબંધોનું ગણિત – સંબંધો ના ખેતર માં પ્રેમનું પાણી રેડતા રેહજો…અચૂક વાંચજો !!

“ખાલી નારિયળની ચટણી। તને ખબર છે, આ ઢોંસા જોડે મમ્મી મસ્ત મજાનું ગળ્યું દહીં બનાવીને આપતી હતી. આ હા હા, એ સ્વાદ!” રાજે ઢોંસાની ડીશ જોઈને મીરાને કંઈક આમ પ્રતિક્રિયા આપી.

મીરા કદાચ તેને જવાબ આપવા માંગતી હતી પણ ડાયનીંગ પર તેના સસરા પણ બેઠા હતા એટલે કંઈ પણ બોલી નહીં અને ચુપચાપ રસોડા તરફ જતી રહી.

રાજના પિતા ચુપચાપ બધુ જ નોંધી રહ્યા હતા. મીરાના ગયા પછી તેમણે કહ્યું, “તને ખબર છે દીકરા? મારી પત્ની તો મારી માટે આ નારિયેળની ચટણી પણ નતી બનાવતી।”

“શું? પણ મમ્મી તો…” રાજ આશ્ચર્ય પામીને તેના શબ્દ ઉમેરવા જઈ રહ્યો હતો ત્યારે જ તેના પિતાએ તેને અટકાવતા કહ્યું, “હાઁ! મમ્મી। તેણે તારી માટે મારા કરતા વધારે કર્યું કારણ કે તે તારી માઁ હતી. આપણે પુરુષો હંમેશા આ ભૂલ કરીયે છીએ. એક પત્નીના પ્રેમને એક માઁ ના પ્રેમ સાથે સરખાવીએ છીએ અને પ્રેમમાં સરખામણી ના હોય.”

“અચ્છા! મારા વ્હાલા બાપુજી તમે આટલું બધું જાણો જ છો તો તમે કેમ મમ્મીને આવું જ બધું કહેતા।” રાજે એક પુરુષના ભાવાર્થે પૂછ્યું।

તેના પિતા લૂંછતા-લૂંછતા ઉભા થયા અને હસતા-હસતા કહ્યું, “દીકરા, દુર્ભાગ્યપૂર્ણ મને સમજાવવા મારા વડીલ પિતાજી હયાત નતા.”

આટલું કહીને રાજના મનમાં ગૂંચવાયેલ સબંધોની સરખામણી ગૂંચળું પ્રેમપૂર્વક સુલજાવીને રાજના પિતાજી ચાલતા થયા.

ત્યારેજ મીરા ગળ્યું દહીં બનાવીને લાવી અને તેને ડાયનીંગ ટેબલ પર મૂકીને કહ્યું, “બહુ ના ખાતા। તમને શર્દી થઇ છે એટલે આપ્યું નતું.”

આટલું કહીને મીરા તેના બેડરૂમ તરફ ચાલી પડી. ત્યારે જ રાજને તેની ભૂલનું ભાન થયું.

પછી શું? આખરે રાજને સબંધોનું ખરું ગણિત સમજાઈ ગયું હતું. તે તરત જ પતિ-પત્નીના સબંધનો ઘૂંચવાયેલો દાખલો ઉકેલવા રૂમમાં ગયો અને મીરાંને મનાવવા લાગી પડ્યો. મીરાને મનાવવામાં તેને કંઈક 2 કલાક લાગી ગયા.

લાગે જ ને, આખરે મીરા એક પત્ની હતી અને પત્નીઓ ને મનાવવું એટલે તમે જાણો જ છો ને?

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

ટીપ્પણી