સંબંધોને સમજવા માં મોડું ના કરતા !! – પતિ-પત્ની માટે ખાસ લેખ

0
12
Senior woman praying for sick man sleeping in hospital bed

લો ડૉક્ટર સાહેબ…આ મારા ઘરેણાં 15 થી 20 લાખ રૂપિયા ની કિંમત છે..
કઈ પણ કરો મારા પતિને સારા કરી દો….એક પત્નીનું હોસ્પિટલ મા ICU મા આક્રંદ જોતા….આજુ બાજુ બેઠેલ વ્યક્તી ને પણ આખ મા પાણી આવી ગયા….

પત્નીને આગલે દિવસે બનેલી ઘટના યાદ આવી ગઈ…..
પતિનો પગાર સારો હતો, પણ વાસ્તવિકતાથી કદી દૂરના જતો..સાથે..સાથે..પોતાના પરિવાર, પત્નીને તેનાથી બનતો આનંદ આપવાની કોશિશ પુરી કરતો…!!

લગ્ન તિથિ હોય કે જન્મદિવસ પોતાનાથી બનતી નાની મોટી ગીફ્ટ પ્રેમથી પોતાની પત્નીને આપવાનું ચુકતો નહીં…પણ પત્નીના સ્વભાવ મુજબ પતિના પ્રેમને બદલે તે લાવેલ ગિફ્ટની કિંમત જોવામા વધુ રસ હતો…

આગલે જ દિવસે તેની પત્નીનો જન્મદિવસ હતો….પતિ એ ગિફ્ટ આપી..અને પત્નીએ હજુ ગિફ્ટ ખોલ્યા પેહલા જ કટાક્ષ કરવાનું ચાલુ કરી દીધું…”તમે તો લોભિયા છો..આપી આપીને ખોટા ઘરેણાના સેટ….ઘણું બધું બોલી…પતિ શાંતિથી સાંભળતો હતો”

પતિના શબ્દો આજે પત્નીને હોસ્પીટલમા યાદ આવ્યા ” અરે ગાંડી
જે છે તેમા આનંદ કર, સાચા પ્રેમને પારખવાની કોશિશ કર” આ ગિફ્ટ ભલે તારે મન નાની હોય પણ મારે મન મારી જીંદગી મોટામા મોટી ગિફ્ટ છે!

પત્નીએ અસંતોષ સાથે ગિફ્ટને ખોલ્યા વગર જ બાજુ પર મૂકી દીધી…અને એ જ રાત્રે પતિને છાતી મા દુખાવો ઉપડ્યો…108 બોલાવી હૉસ્પિટલમા દાખલ કર્યો…ડોક્ટરે કીધું નાજુક કેસ છે..તાત્કાલિક રૂપિયાની વ્યવસ્થા કરો અમે ઓપરેશનની તૈયારી કરીએ છીયે….!

પત્નીને હવે, વાત સમજ મા આવી.. કે રૂપિયા કરતા લાગણી પ્રેમ મહાન છે…પોતાના પતિને કોઈ પણ સંજોગમા નથી ગુમાવો એ સંકલ્પ સાથે ઘરેણાની બેગ ડૉક્ટર ના ટેબલ ઉપર મૂકે છે..

ડૉક્ટર સાહેબ કહે છે બેન..પેહલા એ કહો.. તમારા પતિ ..બોલ બોલ કરે છે

“ડાર્લિંગ ગિફ્ટ તો ખોલીને જોઈલે” બેન પેહલા ઘરે જઈ ગિફ્ટ જોઈલો, તમારા પતિ નુ નું ઓપરેશન પછી જ કરીએ…

પત્ની ઘરે જાય છે…ગિફ્ટ પેકેટ ખોલે છે…જુએ તો “Rs 50 લાખ નું સિર્ટિફિકેટ” સાથે “પ્રેમ પત્ર”

પ્રિય સ્વીટુ..આ રૂપિયા અમારા ગામની જમીન વહેચી અને મારા ભાગમાં આવેલી અમાનત તને સોપુ છું…જે તારું ભવિષ્ય સલામત બનાવશે..તારે કોઈ પાસે ભવિષ્યમા હાથ લાંબો નહીં કરવો પડે..

એક પતિ તરીકે ની ફરજ તને આર્થિક સલામતી આપવાની પણ હતી તે પુરી કરું છું…બીજાની જેમ મને face book પર વાણી વિલાશ કરતા નથી આવડતું..પણ એટલુ જરુર કહીશ I love you….

લી. તારો દિપક

હવે પત્નીને પોતાની જાત ઉપર નફરત આવી ગઇ… પોતાના પિયર પક્ષ માથી વેચેલ મિલ્કતના રૂપિયા પતિના ધ્યાન બહાર પોતાના નામે મુકેલ ફિક્સમાં…!!

એક દાંપત્યજીવન પર પોતાનો અવિશ્વાસ આજે તેને ડંખવા લાગ્યો…..પત્નીનું ખુલ્લા પગે હોસ્પીટલ તરફ પ્રાયશ્ચિત ના આંસુ સાથે દોડવું… અને રીક્ષામાં બેસવું બતાવી રહુ છે..કે મુશ્કેલીમાં જ પ્રેમની કસોટી થાય… રીક્ષામા ગીત વાગી રહું છે….

“एक पल है हँसना एक पल है रोना कैसा है जीवन का खेला एक पल है मिलना एक पल बिछड़ना दुनिया है दो दिन का मेला ये घड़ी न जाए बीत ये तुझे मेरे गीत बुलाते हैं आ लौट…”

સંકલન – રાજ અઘારા

આપ સૌને આ વાર્તા કેવી લાગી ? અચૂક કહેજો !

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here