ફરાળી સામાની ખીર – ઉપવાસનાં દિવસે જરૂર બનાવો

ફરાળી સામાની ખીર
જામનગરથી હિરલબેન લાવ્યા છે….શિવરાત્રી, રામનવમી, શ્રાવણ મહિનો આવે એટલે લોકોનું મન ફરાળી વાનગી તરફ  ખેંચાય… કેમ કે લોકો ઉપવાસ કરતા હોય છે, હવે તો લોકો ઘણી ફરાળી વાનગીઓ બનાવવા લાગ્યા છે… પણ તે બધી વડીલોને ભાવે કે ન ભાવે પણ તેમના માટે ખાસ સામાની ખીર…સામો એક હલકા પ્રકારનું ધાન છે.ચોમાસાની ઋતુમાં નિંદણ તરીકે સામો થાય છે. તેના દાણા બિલકુલ જીણા હોય છે. પહેલાના સમયમાં દુષ્કાળના વર્ષમાં બીજું ધાન જયારે ના મળતું ત્યારે દુષ્કાળગ્રસ્ત લોકો તેના રોટલા બનાવી ખાતા.
સામાની ખીર માટે જોઈતી સામગ્રી:
1 વાટકી સામો/ મોરૈયો,
7 વાટકી દૂધ,
1 વાટકી ખાંડ (સ્વાદ મુજબ),
ડ્રાય ફ્રુટ્સની કતરણ,
એલચી જાયફળનો ભુક્કો.
સામાની ખીર બનાવવાની રીત:  સૌ પ્રથમ સામો એક વાસણમાં લઇ, ધોઈ લેવો (ચોખા ભાત માટે ધોઈયે તેમ) પછી તેને 5-10 મિનિટ માટે પાણીમાં પલાળવો. એક જાડા તળિયાવાળા વાસણમાં સામો લઈ દૂધ ઉમેરી મીડીયમ તાપે ચડવા દેવો.
 દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ ઉમેરી હલાવી ચડવા દેવું.જો વચ્ચે વચ્ચે જમવામાં કાજુ બદામના ટુકડા આવે તે પસંદ હોય તો આ સ્ટેજ વખતે કાજુ અને બદામના ટુકડા ઉમેરી શકાય.  વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી નીચે તળિયે ચોંટી ન જાય, જો નોનસ્ટિકનું વાસણ હોય તો વધારે સારું પડે.
 સામાનો દાણો ચડી જાય પછી ગેસ બન્ધ કરી દેવો. જેટલી ઘટ્ટ જોતી હોય તેટલી ખીરની કન્સીટન્સી રાખવી, જો વધારે દુધવાળી ભાવતી હોય તો દૂધ વધારે ઉમેરવું… જો ઘટ્ટ ભાવતી હોય પીકચર પ્રમાણે તો દૂધ બાળવું….
 પછી ઉપરથી કાજુ બદામ પીસ્તાનો ભુક્કો કે કતરણ વડે ગાર્નિશ કરવું. તો તૈયાર છે ફરાળી સામાની ખીર.
 હું તો મારા પંચાણું વર્ષના દાદા માટે ફરાળમાં આ ખીર તો બનાવવું જ જેથી તેમને ચાવવાની તકલીફ નહિ, સાથે સાથે મારી અગિયાર મહિનાની દીકરી પણ હોંશે હોંશે ખાય.તમને પસન્દ આવી હોય તો લાઈક કરો અને શેર કરો.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી