“સામાની ખીચડી” – સામાની ખીચડી ભાવે છે તો હવે આજે જ બનાવો અને મજા માણો…

“સામાની ખીચડી”

સામો/ મોરૈયો,
બટેકા,
શિંગદાણાનો ભૂક્કો,
લીલા મરચા,
ટામેટું,
લીમડો,
લાલ મરચું,
હલદર,
મીઠું,
ખાંડ,
1 નાની વાટકી છાશ,
જીરુ,
કોથમીર,

રીત:

સૌ પ્રથમ બટેકાને જીણા સમારી લેવા.
એક કડાઇમા તેલ લઈ તેમા જીરુ, લીમડો, હલદર, લીલા મરચા ઉમેરી વઘાર કરવો.
પછી તેમા બટેકા ઉમેરી મીઠું ઉમેરવું સહેજ હલાવી તેમા બે વાર ધોયેલ સામો ઉમેરવો.
પછી છાશ ઉમેરી મિક્ષ કરવુ, બે મિનિટ પછી તેમા જીનુ સમારેલ ટામેટું ઉમેરી બરાબર હલાવી મિક્ષ કરવું.
જરૂર મુજબ પાણી ઉમેરી ચડવા દેવી.
ખીચડી અડધી ચડે એટલે તેમા લાલ મરચું, ખાંડ અને જરૂર મુજબ પાણી ઉમેરી મિક્ષ કરવી.
ખીચડી પૂરી ચડવા આવે તેની એક મિનિટ પેલા શિંગદાણાનો ભૂક્કો ઉમેરી ચડવા દેવી.
ખીચડી ઢીલી જ રાખવી.
કોથમીર ભભરાવીને સર્વ કરવી.
તો તૈયાર છે સામાની ખીચડી.

રસોઈની રાણી: રિદ્ધિ પરમાર (રાજકોટ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી