લોકડાઉન સમયે કાળજાળ ગરમીમાં પોલીસ કર્મીઓ બજાવી રહ્યા છે પોતાની ફરજ, લોકો આપી રહ્યા છે સલામી

બાળી નાખતા તડકામાં ફરજ બજાવી રહેલા પોલીસ જવાનને – લોકોએ આપી સલામી

image source

કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે છેલ્લા એક મહિનાથી દેશ સંપૂર્ણ લોકડાઉનમાં છે. લોકો બીનજરૂરી રીતે બહાર ન નીકળે, અવ્યવસ્થા ન સર્જાય તેમજ સામાજીક શાંતિ જળવાઈ રહે તે હેતુથી દેશના પોલીસ જવાનો 24×7 ફરજ બજાવી રહ્યા છે. તે પણ કોઈ એસીવાળી ઓફિસમાં બેસીને નહીં પણ બળબળતા તડકામાં ઉભા રહીને દેશ સેવા કરી રહ્યા છે.

ગરમીનો પારો વધવા લાગ્યો છે અને ઘણા ઘરોમાં તો અઠવાડિયાઓ પહેલાથી એ.સી પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ઘરની અંદર પંખા નીચે પણ આપણને ગરમી સતાવી રહી છે તેવામાં ભર ઉનાળામાં ખુલ્લા રોડ પર ફરજ બજાવી રહેલા પોલીસ જવાનની શું સ્થિતિ હશે તે આપણે સારી રીતે જાણીએ છીએ. ઉપરથી આવા કટોકટીના સમયે જવાનોએ સામાન્ય કરતાં વધારે કામ કરવું પડી રહ્યું છે. આવા જ એક જવાનની તસ્વીર હાલ સોશલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. અને લોકો તેના આ જુસ્સાને સલામ કરી રહ્યા છે.

આ તરસ્વી ને આઈપીએસ એસોસિએશન ના ટ્વીટર અકાઉન્ટ પરથી રીટ્વીટ કરવામાં આવી છે. આ તસ્વીર ગુજરાત પોલીસના એક જવાનની છે તેમણે ગુજરાત પોલીસને ટેગ કરતા લખ્યું છે, ‘બાળી નાખતી ગરમી હોય કે પછી હાડ ગાળી નાખથી ઠંડી હોય કે પછી જીવલેણ વાયરસ હોય અમે ક્યારેય હાર નથી માની – ખાકી તમારા માટે છે અને તમારા માટે જ રહેશે.’

આ તસ્વીર ગુજરાતના દાહોદની છે જ્યાં હાલ ગરમીનો પારો 42 ડીગ્રીને ક્રોસ કરી ગયો છે. આ તસ્વિરને ટ્વીટર અકાઉન્ટ @DahodMahitiએ 22મી એપ્રિલે શેર કર્યો હતો. તેમણે આ તસ્વીર સાથે લખ્યું હતું, ‘અમે માત્ર એટલું જ દર્શાવવા માગીએ છીએ કે જ્યારે આ તસ્વિરને ખેંચવામાં આવી ત્યારે વેધર એપ્લિકેશન દાહોદ શહેરનું 41 ડીગ્રી સેલ્સિયસનું તાપમાન દર્શાવી રહી હતી.’

આ તસ્વીરને રીટ્વીટ કરતાં આ પોલીસ જવાન પર ટ્વીટરાટી તરફથી અભિનંદનનો ધોધ વરસવા લાગ્યો હતો. અને કેમ ન થાય. પણ કેટલાક યુઝર્સે જવાનની ચિંતા કરતાં જણાવ્યું છે કે આવા જવાનોને તડકાથી બચાવવા માટે છાંયડો આપતા શેલ્ટર્સની વ્યવસ્થા કરવી જોઈએ. તો વળી ઘણાબધા યુઝર્સે પોલીસ જવાનોનો પોતાનો જીવ જોખમમાં મુકીને ફરજ બજાવવા માટે આભાર માન્યો છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હાલ કોરોના વાયરસના 2407 કેસ પોઝિટિવ છે. અને મૃત્યુઆંક 103 થઈ ગયો છે. જ્યારે સમગ્ર ભારતમાં સંક્રમીતોની સંખ્યા 23077 પહોંચી ગઈ છે અને 718 સંક્રમિતોના મૃત્યુ નીપજ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ