સાલ્સા કયુબ

સાલ્સા કયુબ બનાવવા માટે જોઇશે-

ફ્રેશ બ્રેડ ક્રમ્સ 400 ગ્રામ
સાલ્સા સોસ 5 ટે.સ્પૂન
બાફેલા બટાકા 4 ટે.સ્પૂન
ક્રશ કરેલી મકાઇ 3 ટે.સ્પૂન
સમારેલી લીલી ડુંગળી 3 ટે.સ્પૂન
ક્રશ કરેલા સોયાબીન 3 ટે.સ્પૂન
સમારેલા કેપ્સિકમ 1 ટે.સ્પૂન
આદુંની પેસ્ટ 1 ટે.સ્પૂન
મીઠું સ્વાદ અનુસાર
લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
ખાંડ 1 ટે.સ્પૂન
લીંબૂનો રસ 1 ટે.સ્પૂન
ગરમ મસાલો 1 ટી.સ્પૂન
લીલાં મરચાંની પેસ્ટ 1 ટી.સ્પૂન
ઓરેગાનો 1 ટી.સ્પૂન
ચીલી ફલેકસ 1 ટી.સ્પૂન

ગાર્નીશ માટે જોઇશે-
ટમેટો કેચપ
ચીઝ

સાલ્સા કયુબ બનાવવાની રીત-

સૌ પ્રથમ એક બાઉલ માં ફ્રેશ બ્રેડ ક્રમ્સ ,સાલ્સા સોસ, બાફેલા બટાકાનો માવો, ક્રશ કરેલી મકાઇ, સમારેલી લીલી ડુંગળી, ક્રશ કરેલા સોયાબીન, સમારેલા કેપ્સિકમ, આદુંની પેસ્ટ, મીઠું, લસણની પેસ્ટ, ખાંડ,લીંબુનો રસ, ગરમ મસાલો, લીલા મરચાંની પેસ્ટ, ઓરેગાનો અને ચીલી ફલેકસ ઉમેરી
મિકસ કરી લો.

પછી મીશ્રણના કયુબ વાળી પ્લેટમાં લઇ લો. ત્યારબાદ ગરમ તેલમાં ડીપફ્રાય કરી પ્લેટમાં લઇ લો. હવે ટમેટો કેચપ અને ચી{ થી ગાર્નીશ કરી . સર્વીગ પ્લેટમાં લઇ સર્વ કરો તો તૈયાર છે. સાલ્સા કયુબ

 

ટીપ્પણી