કાળિયાર હરણ શિકાર કેસમાં દોષિત સલમાનને બે દિવસમાં મળ્યા જામીન, જાણો કેવી રીતે….

કાળિયાર હરણના શિકારમાં દોષી જાહેર કરવામાં આવેલા અભિનેતા સલમાન ખાનને જોધપુર કોર્ટેએ જામીન મંજૂર કરી દીધા છે. બિશ્નોઈ સમાજે સેશન્સ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. બિશ્નોઈ સમાજે કહ્યું કે, તેઓ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે. સેશન્સ કોર્ટે રૂ. 50,000ના બોન્ડ ભરીને સલમાન ખાનના જામીન મંજૂરી કર્યા છે. 20 વર્ષની લાંબી કાયદાકિય પ્રક્રિયા બાદ સલમાન ખાન દોષિત જાહેર થયો હતો. જ્યારે તેને જામીન માત્ર બે જ દિવસમાં મળી ગયા છે.

આ પહેલાં સલમાન ખાનના જામીન અંગોને નિર્ણય 2.0 વાગે લેવાનો હતો. એવું જણાવામાં આવી રહ્યું છે કે, જોષી બહુ શિસ્તબદ્ધ છે અને તેઓ હંમેશા કોર્ટમાં સમયરલ પંહોચી જાય છે. એવી અપેક્ષા બહતી કે હવે 2.00 વાગે ફાઈનલ ચુકાદો આપવામાં આવશે. પરંતુ જજ જોષીએ લગભગ એક કલાક પછી ચુકાદો આપવાનો નિર્ણય કર્યો, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે જોષી પર આ કેસને લઈને બહુ દબાણ હતું. જજ જોષી પોતાની કેબીનમાં એક કલાક સુધી બેસી રહ્યા હતા અને કેસનો અભ્યાસ કરીને ચુકાદા વિશે લખતા હતા. તેમણે તેમના પટ્ટાવાળા દ્વારા જાણ કરી હતી કે તેમણે હજું એક કલાક જેટલો સમય લાગશે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, આજે જામીન અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન વકીલોની દલીલો સાંભળીને થોડી થોડી વારે જજ કાગળ પર કંઈક લખી રહ્યાં હતાં. જોષીએ આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વકીલોની દલીલ સાંભળીને પછી ચુકાજો આપવાનો નિર્ણય કર્યો હતો.

સલમાનને જામીન મળવા બાદ બિશ્નોઈ સમાજના વકીલ મહિપાલ બિશ્નોઈએ જણાવ્યું કે, સલમાને 25 હજારના બે બોન્ડ ભરવા પડશે અને કોર્ટની મંજૂરી વગર દેશ છોડી શકશે નહીં. સલમાને 7 મેના રોજ રૂબરૂ કોર્ટ સમક્ષ હાજર રહેવું પડશે.

સલમાન ખાનના વકીલે કહ્યું કે, અમને ન્યાય મળ્યો છે. રૂ. 50,000ના બોન્ડ ભરીને સલમાનને આપ્યા જામીન.

શું થયું હતું આજે કોર્ટમાં

સલમાનના વકીલ મહેશ બોડાએ કહ્યું કે, 20 વર્ષથી ચાલી રહેલા આ કેસમાં સલમાન હંમેશા જામીન પર હતા. તેમણે હંમેશા કોર્ટનાં દરેક આદેશનું પાલન કર્યું છે. તેમને જ્યારે પણ કોર્ટ દ્વારા બોલાવવામાં આવ્યા છે ત્યારે તેઓ કોર્ટમાં હાજર રહ્યાં છે અને દરેક આદેશનું પાલન કર્યું છે.

ત્યાર પછી સરકારી વકીલ પોકરામે કહ્યું કે, પુરાવા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સ્પષ્ટ છે કે, સલમાને ગોળી મારીને હરણનો શિકાર કર્યો છે. તેના આધારે ટ્રાયલે કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. તેથી તેમને જામીન ન આપવા જોઈએ.બિશ્નોઈ સમાજના વકીલ મહિપાલ બિશ્નોઈએ કહ્યું છે કે, સલમાન વિરુદ્ધ આરોપ સાબીત થઈ ગયા છે. તેથી તેમને જામીન આપવાની જગ્યાએ તેમને જેલમાં રાખવા વિશેની સુનાવણી થવી જોઈએ. પુરાવાના આધારે આગામી સમયમાં પણ તેમને દોષિત જ માનવામાં આવશે.

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ

મિત્રો, આપ સૌ ને શું લાગે છે ? આટલા જલ્દી જામીન મળ્યા એની પાછળ શું કારણ હોઈ શકે ? સાથે, જે કોર્ટના જજે સુનવણી કરી હતી, એની પણ ટ્રાન્સફર થઇ ગઈ છે…તમારું શું માનવું છે ?

ટીપ્પણી