કાળિયાર હરણ શિકાર કેસમાં ટાઈગર દોષિત, શું સલમાન સાચે જેલવાસ ભોગવશે ?

કાળિયાર હરણ શિકારના કેસમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને અન્ય લોકોની વિરુદ્ધ જોધપુરની અદાલતએ પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટએ સલમાન ખાનને આ કેસમાં દોષી જાહેર કર્યો છે. તે સિવાય અન્ય આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે તબ્બુ, સેફ અલી ખાન, સોનાલી અને નીલમને નિર્દોષ જાહેર કર્યા છે.જોધપુરની ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની અદાલતમાં સજા અંગે ચર્ચા ચાલું છે. તમને જણાવી દઈએ કે કાળિયાર હિરણનાં શિકારના કેસમાં સલમાન ખાનને વધારેમાં વધારે છ વર્ષની જેલની સજા થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, સલમાન પર આરોપ છે કે જે બંદૂકથી તેણે હરણનો શિકાર કર્યો હતો. તે બંદૂકનું લાઇસન્સ પણ તેની પાસે ન હતું. આ કેસમાં અન્ય બે શખ્સ પર પણ આરોપ લગાવામાં આવ્યા હતા. જેમાં એક ટ્રાવેલ એજન્ટ દુશ્યંત સિંહ અને બીજા સલમાનનો ખાનનો આસિસ્ટન્ટ દિનેશ ગાવરેનો સમાવેશ છે.

આ કારણોને લીધે સલમાન ખાનને દોષી જાહેર કરવામાં આવ્યો

સલમાન ખાનએ ત્રણ વખત શિકાર કર્યો હતો તેના પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આ કેસમાં સલમાન ખાનની સામે કેટલાંક પ્રત્યક્ષદર્શી પુરાવા પણ છે. તેમજ આ કેસનો સાક્ષી બિશનોયએ ગોળીનો અવાજ સાંભળ્યો હતો અને તેઓ તરત ઘરમાંથી બહાર આવી ગયા હતા. તેમજ અન્ય બે લોકોએ બાઈકથી સલમાન ખાનનો પીછો કર્યો હતો. પુરાવા તરીકે જગ્યા પર મૃત હાલતમાં હરણ મળી આવ્યું હતું જ્યાંથી સલમાન ખાન પોતાની જીપ્સીમાં ભાગી ગયો હતો. તેમજ કાળિયાર હરણનો શિકાર અન્ય હરણના શિકાર કરતા વધારે ગંભીર મામલો હતો.

તમને જણાવી દઈએ કે, આ ઘટનાં “હમ સાથ સાથ હૈ” ફિલ્મના શૂટિંગ દરમિયાન ઓક્ટોબર 1998ની છે. સલમાન ખાન પર વન્યજીવન સંરક્ષણન કાયદાની કલમ 51 અને અન્ય વન્યજીવન સંરક્ષણ કાયદાની કલમ 51 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 149 હેઠળ આરોપ લગાવવામાં આવ્યા હતા.

કાળિયાર હરણના શિકાર દરમિયામ સરકારી વકીલ ભવાની સિંહ ભાટીએ કહ્યું કે, તે રાતે તમામ કલાકારો જીપ્સી કારમાં હતા તેમજ સલમાન ખાન ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. હરણનું ટોળું જોતા તેમને ગોળી ચલાવી હતી અને તેમાંથી બે હરણ મરી ગયા હતા. જો કે સરકારી વકીલે સલમાન ખાનને 6 વર્ષની સજા કરવાની માંગણી કરી છે.

તેમજ તમને જણાવી દઈએ કે આ પહેલાં પણ કાળીયાર શિકાનાંર કેસમાં સલમાન 3 દિવસ જોધપૂર જેલમાં રહ્યો હતો..જો કે આ કેસમાં જોધપુર સેશન્સ કોર્ટે સલમાનને નિર્દોષ જાહેર કર્યો હતો.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

બોલીવૂડ જગતની સેલિબ્રિટીઓના ન્યુજ તેમજ ફિલ્મી જગતનું રોજ બનતા બનાવોનું અપડેટ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ….. 

ટીપ્પણી