શું આપના ટીનએજર બાળકની સ્કૂલમાંથી જાતીય બાબતની ફરિયાદ આવે છે?

શું આપના ટીનએજર બાળકની સ્કૂલમાંથી જાતીય બાબતની ફરિયાદ આવે છે ?

 • આ પ્રકારના વર્તનમાં તેની માત્ર કુતુહલ વૃતિ જ જણાય છે ?
  હા
  ના
 • વધુ પડતી ફિલ્મો કે સિરિયલ જોઈને તે ફિલ્મસ્ટારનું અનુકરણ કરે છે ?
  હા
  ના
 • આપણા માટે જે ગંભીર જાતીય બાબત હતી તે આજની જનરેશન માટે થોડી નોર્મલ થઇ રહી છે. તે તમે સ્વીકારો છો ?
  હા
  ના
 • શું તે એકાંતમાં સોશ્યલ મીડિયા કે ઈન્ટરનેટનો ગેર ઉપયોગ કરે છે ?
  હા
  ના

સાંઈટીપ્સ

 1. આજના ટીનએજર્સ ‘હિસ્ટ્રી ક્રિએટ કરવા કરતા હિસ્ટ્રી ડિલીટ કરવા માટે વધુ તત્પર હોય છે.’ એવા સમયે બાળકને વાંચન, સંગીત અને સપોર્ટસ તરફ વાળો.
 2. ફિલ્મોની રીલ લાઈફ અને રિયલ લાઈફમાં ખૂબ મોટો તફાવત હોય છે આ સત્ય બાળકને પ્રેમપૂર્વક સમજાવો.
 3. બાળકને ગિલ્ટી ફિલ થાય એવી રીતે તરત જ સજા ન આપવી જોઈએ. પરંતુ સમસ્યાના મૂળ સુધી પહોંચી ધીરજ ગુમાવ્યા વિના ઉકેલ લાવવો જોઈએ.
 4. ટીનએજર બાળકના માતા-પિતાએ મોબાઈલ અને કમ્પ્યૂટરનો વિવેક અને સંયમપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.

યાદ રાખો…………
ટીનએજર બાળક માટે માતાપિતાનો રોલ વોચમેનનો હોવો જોઈએ, નહીં કે પોલીસમેનનો !!!

 

“પેરેન્ટિંગ Solutions” પુસ્તકની પ્રસ્તાવનામાંથી થોડા અંશો…

આ Parenting Solutions પુસ્તકમાં સૂચવેલા બાળ ઘડતરના ઉપાયો અમારા ઘણા સમયની ચર્ચાનું મંથન છે. મારો એકાદ સવાલ કે એકાદ ‘સાઈટીપ્સ’ બાળ ઘડતરના રસ્તે તમને અજવાળું પાથરે એટલે મારી તથા સમગ્ર ટીમની મહેનત સફળ ગણીશ.

માત્ર બે શબ્દો…

પ્રિય વાલી મિત્રો…

બાળકોનો ઉછેર કરવો એ ઝાકળને હથેળીમાં રુઆબ સાથે જાળવવાની ઘટના છે. આપણા દેશમાં ડોકટર કે એન્જિનિયર થવા માટે ચાર-પાંચ વર્ષના કોર્સ છે; પરંતુ એક સારા અને સાચા માતા-પિતા થવા માટે?

બે-પાંચ પુસ્તકો અને આંગળીને વેઢે ગણાય એટલા બાળ કેળવણીકારો સિવાય બાળકના નિખાલસ અને નિર્દોષ અઢળક સવાલોના જવાબ કોઈની પાસે છે જ નહિ. મારું આ પુસ્તક તમને તમારા બાળકના સવાલનો જવાબ શોધવામાં મદદરૂપ થશે તેવી શ્રદ્ધા સેવું છું.

આદરણીય વાલી મિત્રો ! યાદ રાખો, જગતના કોઈ બાળકમાં કદી ખામી હોતી જ નથી. સમસ્યા હંમેશા વાલી પક્ષે કે પરિસ્થિતિમાં હોય છે. ધીરજ અને પ્રેમ બાળકેળવણીના ફેફસાં છે. ચૌદ વરસ સરકારી સ્કુલની નોકરી કર્યા બાદ છેલ્લા બે વર્ષમાં મારી નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમના બાળકોને મેં જાણ્યા અને ઓળખ્યા છે. બાવીસ વર્ષની લોક કલાકારની કારકિર્દી દરમ્યાન અનેક દેશોના વિદેશ પ્રવાસ અને ત્યાની એજ્યુકેશન સિસ્ટમ સમજવાનો અનુભવ, દેશ અને દુનિયા રખડ્યા બાદ સોળ વર્ષની મારી શૈક્ષણિક કારકિર્દી ના પરિપાક રૂપે આમાંનો એકાદ જવાબ તમને કામ લાગશે તો મારી મહેનત લેખે લાગશે.

સંપૂર્ણ પુસ્તક ‘હા’ કે ‘ના’ એમ પ્રશ્નોતરી સ્વરૂપે MCQ ફોર્મેટમાં આપેલું છે. આ શૈલીનું ગુજરાતનું પેરેન્ટિંગ પરનું આ પ્રથમ પુસ્તક છે. તમારા બાળકને તમારે કઈ રીતે કેળવવું એ આત્મ સંશોધન તમે કરશો….?
હા કે ના…?

ઓલ ઘ બેસ્ટ
આપનો
સાંઈરામ

આ પુસ્તકને આજે જ ખરીદવા માટે આ લિંક પર ક્લિક કરો https://goo.gl/ctx4Gs

www.dealdil.com
Whatsapp Support : 08000057004
Call Us : 08000058004
Email Support : [email protected]

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી