ડોકટર કે એન્જિનિયર થવા માટે મિનિમમ ચાર-પાંચ વર્ષના કોર્સ છે; પરંતુ ….

પ્રિય મિત્રો, કેમ છો? આજે અમે કશુંક ખાસ તમારા અને તમારા બાળકો માટે આપણા લોકસાહિત્યકાર, હાસ્ય કલાકાર, કવિ, લેખક, લોકગાયક તથા શિક્ષણવિદ તરીકે ખૂબ જ જાણીતા એવા શ્રી સાઈરામ દવેના “પેરેન્ટિંગ Solutions…” પુસ્તકમાંથી એક ઝલક લાવ્યા છીએ.

મોબાઇલ

શું આપનું બાળક મોબાઇલનો અતિશય ઉપયોગ કરે છે ?

ઘરમાં ત્રીસ મિનીટથી વધુ મોબાઈલનો ઉપયોગ કરે, એ ભગવાનને ના ગમે, એવું કહી જોયુ ?
– હા
– ના

શું તમે તેમને બીઝી રાખવા માટે ટીવીનું રીમોટ કે મોબાઈલ આપી દો છો ?
– હા
– ના

દરરોજ ઓછામાં ઓછી દસ મિનીટ તમે બાળક સાથે જૂની કે નવી રમતો રમો છો ?
– હા
– ના

બાળકમાં મોબાઈલનો સંયમ કેળવવા તમે બંને ઘરમાં ખપ પુરતો જ મોબાઈલનો ઉપયોગ કરી શકશો?
– હા
– ના

સાંઈટીપ્સ

• Virtual (કાલ્પનિક) કરતા Actual (વાસ્તવિક) દુનિયાની સાચી સમજ અને ઉપયોગિતા બાળકને સમજાવો.

• બાળકને ગમતા વિષયોના હોબી કલાસીસ જોઇન કરાવો. દા.ત. સ્પોર્ટ્સ – મ્યુઝિક,ડાન્સ વગેરે.

• ઘરમાં “કરાઓકે” સિસ્ટમથી ગીત ગાવાનો ઉપક્રમ ગોઠવો અને સંગીતથી પ્રેમ કરાવો.

• પોતાના અભ્યાસને લગતી ગેઈમ-વાત કે વિચાર પહેલા બાળક ફરજિયાત વાંચે કે રમે-પછી જ મોબાઇલમાં ગેઈમ રમવાની છુટ આપો.

• યાદ રાખજો : સોનાની બોલપેન સંતાનોને વારસામાં આપશો, પણ એને શું લખવું એની સમજણ નહીં આપો તો પરિણામો ભયંકર આવશે.

“પેરેન્ટિંગ Solutions” પુસ્તકની પ્રસ્તાવનામાંથી થોડા અંશો…

આ Parenting Solutions પુસ્તકમાં સૂચવેલા બાળ ઘડતરના ઉપાયો અમારા ઘણા સમયની ચર્ચાનું મંથન છે. મારો એકાદ સવાલ કે એકાદ ‘સાઈટીપ્સ’ બાળ ઘડતરના રસ્તે તમને અજવાળું પાથરે એટલે મારી તથા સમગ્ર ટીમની મહેનત સફળ ગણીશ.

માત્ર બે શબ્દો…

પ્રિય વાલી મિત્રો…

બાળકોનો ઉછેર કરવો એ ઝાકળને હથેળીમાં રુઆબ સાથે જાળવવાની ઘટના છે. આપણા દેશમાં ડોકટર કે એન્જિનિયર થવા માટે ચાર-પાંચ વર્ષના કોર્સ છે; પરંતુ એક સારા અને સાચા માતા-પિતા થવા માટે?

બે-પાંચ પુસ્તકો અને આંગળીને વેઢે ગણાય એટલા બાળ કેળવણીકારો સિવાય બાળકના નિખાલસ અને નિર્દોષ અઢળક સવાલોના જવાબ કોઈની પાસે છે જ નહિ. મારું આ પુસ્તક તમને તમારા બાળકના સવાલનો જવાબ શોધવામાં મદદરૂપ થશે તેવી શ્રદ્ધા સેવું છું.

આદરણીય વાલી મિત્રો ! યાદ રાખો, જગતના કોઈ બાળકમાં કદી ખામી હોતી જ નથી. સમસ્યા હંમેશા વાલી પક્ષે કે પરિસ્થિતિમાં હોય છે. ધીરજ અને પ્રેમ બાળકેળવણીના ફેફસાં છે. ચૌદ વરસ સરકારી સ્કુલની નોકરી કર્યા બાદ છેલ્લા બે વર્ષમાં મારી નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમના બાળકોને મેં જાણ્યા અને ઓળખ્યા છે. બાવીસ વર્ષની લોક કલાકારની કારકિર્દી દરમ્યાન અનેક દેશોના વિદેશ પ્રવાસ અને ત્યાની એજ્યુકેશન સિસ્ટમ સમજવાનો અનુભવ, દેશ અને દુનિયા રખડ્યા બાદ સોળ વર્ષની મારી શૈક્ષણિક કારકિર્દી ના પરિપાક રૂપે આમાંનો એકાદ જવાબ તમને કામ લાગશે તો મારી મહેનત લેખે લાગશે.

સંપૂર્ણ પુસ્તક ‘હા’ કે ‘ના’ એમ પ્રશ્નોતરી સ્વરૂપે MCQ ફોર્મેટમાં આપેલું છે. આ શૈલીનું ગુજરાતનું પેરેન્ટિંગ પરનું આ પ્રથમ પુસ્તક છે. તમારા બાળકને તમારે કઈ રીતે કેળવવું એ આત્મ સંશોધન તમે કરશો….?
હા કે ના…?

ઓલ ઘ બેસ્ટ
આપનો
સાંઈ

આ પુસ્તકને આજે જ ખરીદવા માટે આ લિંક પર ક્લિક કરો https://goo.gl/ctx4Gs
www.dealdil.com
Whatsapp Support @ 08000057004
Call Us @ 08000058004
Email :- [email protected]

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block