કરિનાના પતિ સૈફ અલી ખાને 12 વર્ષ મોટી અમૃતા સાથે કર્યા હતા સિક્રેટ લગ્ન…

મુંબઇઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની પ્રથમ પત્ની અમૃતા સિંહ 9 ફેબ્રુઆરીના રોજ પોતાનો જન્મદિવસ ઉજવશે. અમૃતા સિહ સૈફ અલી ખાન કરતા ઉંમરમાં 12 વર્ષ મોટી છે. કરિના સાથે લગ્ન કર્યા તે અગાઉ સૈફ અલી ખાન અને અમૃતા 13 વર્ષ સુધી સાથે રહ્યા હતા અને બાદમાં ડિવોર્સ લીધા હતા.


ઓક્ટોબર 1991માં અમૃતા સિંહે સૈફઅલી ખાન સાથે લગ્ન કર્યા ત્યારે સૈફ અલી ખાન ફક્ત 21 વર્ષનો હતો. સૈફ અલી ખાન 16 ઓગસ્ટ 1970માં જન્મ થયો હતો જ્યારે અમૃતાનો જન્મ 9 ફેબ્રુઆરી 1958ના રોજ થયો હતો.

તે સમયે સૈફ અલી ખાને હજી પોતાની બોલિવૂડ કરિયરની શરૂઆત પણ કરી નહોતી. એક રિપોર્ટ પ્રમાણે, સૈફના પરિવારના લોકો અમૃતા અને સૈફના લગ્નની વિરોધમાં હતા પરંતુ સૈફ અલી ખાને અમૃતા સાથે લગ્ન કર્યા હતા અને અનેક દિવસો સુધી અમૃતાના ઘરમાં તેની સાથે રહ્યો હતો. બંન્નેને બે બાળકો છે જેમના નામ સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે.


સૈફ અલી ખાન અને અમૃતાની ડેટનો એક કિસ્સો રસપ્રદ છે. વાસ્તવમાં સૈફે જ્યારે અમૃતાને બહાર ડિનર માટે આમંત્રણ પાઠવ્યું તો તેણે ઇનકાર કરી દીધો હતો. જોકે, બાદમાં અમૃતાએ સૈફ અલી ખાનને પોતાના ઘરે જ ડિનર આપ્યું હતું.


સૈફ અને અમૃતાની પ્રથમ મુલાકાત ફિલ્મ યે દિલ્લગીના સેટ પર થઇ હતી. બંન્ને એક ફોટોશૂટ બાબતે મળ્યા હતા. આ ઘટનાને યાદ કરતા અમૃતાએ જણાવ્યું હતું કે આ દરમિયાન જ્યારે સૈફ અલી ખાને તેના ખભા પર હાથ મુક્યો તો હું તેને જોતી રહી હતી કારણ કે તે સમયે સૈફ અલી ખાન બોલિવૂડમાં નવો હતો અને તે ખૂબ સિનિયર હતી.


ત્રણ મહિનાની ડેટ બાદ અમૃતા અને સૈફ અલી ખાને 1991માં સિક્રેટ લગ્ન કરી લીધા હતા. બંન્ને વચ્ચે ઉંમરનો ઘણો તફાવત હોવાના કારણે અમૃતા સાથેના લગ્નનો સૈફના પરિવારે વિરોધ કર્યો હતો. જોકે, 13 વર્ષ બાદ બંન્ને વચ્ચે ડિવોર્સ થઇ ગયા હતા. વર્ષ 2004માં તેમના છૂટાછેડા થઇ ગયા હતા.


અમૃતાથી અલગ થયા બાદ સૈફએ ત્રણ વર્ષ સુધી સ્વિસ મોડલ રોસા કૈટલાનો સાથે ડેટિંગ કર્યું પરંતુ આ સંબંધ પણ લાંબુ ટકી શક્યો નહોતો. અને બંન્ને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું. વર્ષ 2007માં ફિલ્મ ટશનના સેટ પર કરિના અને સૈફ અલી ખાનની મુલાકાત થઇ હતી. બંન્નેએ પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 16 ઓક્ટોબર 2012માં લગ્ન કરી લીધા હતા. બંન્ને હાલમાં એક દીકરા તૈમુરના માતાપિતા છે.

આવી જ અવનવી બોલીવુડની વાતો જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી