મિત્રો આપણા બાળકોની સેફટી માટે આપડે આટલું તો કરીજ શકીએ….

મિત્રો શાંતામાસી એક એવા વ્યક્તિ છે જેમની પાસેથી મને ઘણુબધું શીખવા મળી રહ્યું છે. જનરલી એમની બધી વાતો ખુબ મજેદાર અને હાસ્ય ઉપજાવે એવી હોય છે પણ કાલે જે વાત એમણે મને સમજાવી એના ઉપરથી મને લાગ્યું કે આ માસી એ ખુબ અનુભવી અને સમજદાર છે આવો આજે તમને એ વાત જણાવું.

કાલે મને માથું દુખતું હોવાથી હું ઓફિસથી હાફ ડે લઈને વેહલી ઘરે આવી ગઈ હતી. મને વેહલી ઘરે આવેલી જોઇને તેઓ મારી ખબર લેવા (પૂછવા) મારા ઘરે આવ્યા.થોડી વાર પછી તેમને કઈક યાદ આવ્યું હોય એમ મને પૂછવા લાગ્યા.

“અલી અશ્વિની તે કઈ સાંભળ્યું કે પેલી બાજુની સોસાયટીની એક છોકરીને સ્કૂલમાંથી કોઈ લઇ ગયું?”
“શું વાત કરો છો આંટી? કેવી રીતે?”
“સાંજે જયારે સ્કુલ છુટી ત્યારે કોઈ અજાણ્યાએ આવીને એને કહ્યું કે તારી મમ્મીએ મને લેવા માટે મોકલ્યો છે એમ કહીને સાથે લઇ ગયો.”
“અરેરે હવે શું થયું મળી ગઈ છોકરી, એના માતા-પિતા કેટલું હેરાન થતા હશે?”
“એમાં શું એતો એ માણસ પકડાઈ ગયો સ્કુલના સીસીટીવી કેમેરા અને સ્કુલની આસપાસના કેમેરાને કારણે.પણ તેના માતા પિતાએ થોડું ધ્યાન રાખવું જોઈએ. તેમણે તેમના બાળક અને પોતાની વચ્ચે એક પાસવર્ડ રાખવો જોઈએ.”
એમની વાત વચ્ચેથી કાપીને મેં પૂછ્યું,”કેવો પાસવર્ડ આંટી આમાં વળી શું પાસવર્ડ કામ કરવાનો?”

“જો બેટા જયારે અમારા બાળકો નાના હતા અને શાળાએ જતા હતા ત્યારે આવું કોઈને ઉપાડી જવું અને એવા કિસ્સા નોહતા બનતા તો પણ મેં અને ભૈલુડાના બાપાએ અમારા બંને બાળકો સાથે મળીને એક પાસવર્ડ રાખ્યો હતો.”
“અરે પણ આંટી આવા કેસમાં પાસવર્ડ શું કામ કરે?”

“જો પેલો અજાણ્યો માણસ પેલી છોકરીને સ્કુલે લેવા ગયો ત્યારે એણે કીધું કે તારી મમ્મીએ મને મોકલ્યો છે હવે જો એ છોકરી અને તેના માતા પિતા વચ્ચે પેહલેથી કોઈ પાસવર્ડ સેટ કર્યો હોત તો ત્યારે તે છોકરી એ અજાણ્યા માણસ પાસે તેમનો નક્કી કરેલો સિક્રેટ પાસવર્ડ માંગેત અને જયારે પેલો માણસ પાસવર્ડ ના આપી શકે ત્યારે તે છોકરીએ તેના સ્કુલમાં જ રેહવું એ હિતાવહ છે એમ સમજી ગઈ હોત અને પેલા અજાણ્યા માણસની વાતોમાં ના આવી હોત.”

મિત્રો તેમની આ વાત સાંભળીને તો હું આભી જ બની ગઈ. કેટલી સરળતાથી તેમણે જણાવી દીધું કે શું કરવાનું બાળકોની સેફટી માટે. આજે ઘણાબધા આધુનિક માતા પિતા પોતાના બાળકોની સેફટી માટે અનેક નવી નવી રીતો અજમાવી રહ્યા છે. અમુક રીતો હું અહી તમને જાણવા માંગું છુ.

૧. તમારું બાળક 3 વર્ષથી નાનું હોય તો તેમને ફક્ત તમારું અને તમારા પરિવારજનોના નામ યાદ કરાવો.

૨. તમે ક્યાંક બહાર ફરવા કે પછી બહુ ભીડભાડ વાળા વિસ્તારમાં જવાના હોવ ત્યારે તમારા બાળકના હાથમાં કે પછી ગળામાં એવું લોકેટ કે પછી કોઈ બેલ્ટ પેહરાવો જેમાં તમારો કોન્ટેક નંબર લખેલો હોય.

3. જયારે તમારા બાળકોને નંબર યાદ રેહવા લાગે ત્યારે તેમને તમારો મોબાઈલ નંબર યાદ કરવા લાગો. નાના બાળકોને એકસાથે આખો નંબર યાદ રહી શકતો નથી માટે તેમને ખુબજ પ્રેમથી, સરળતાથી, અને સેહલી રીતે યાદ રહે તેવી રીતે શીખવાડો.

4. ઘણા માતા પિતાને આદત હોય છે કે જયારે બાળક ખુબ મસ્તી કરે અને તેમની વાત ના માને તત્યારે તેઓ બાળકોને પોલીસના નામથી ડરાવતા હોય છે તો મિત્રો એવું નઈ કરવાનું કારણકે જયારે અમુક ભીડવાળા વિસ્તારમાં તમારું બાળક તમારાથી છુટું પડી જશે અને કોઈ તેને પોલીસ પાસે લઇ જશે ત્યારે પોલીસના ડરને કારણે જો તમારા બાળકને તમારા વિષે કે પરિવાર વિષે કઈ યાદ હશે તો પણ બોલી નહિ શકે. માટે પોલીસના નામથી ડરાવશો નહિ.

૫. બની શકે તો ટ્રાય કરો કે તમારા ઘરનું એડ્રેસ પણ તમારા બાળકને યાદ રહે.

6. તમારા બાળકો સ્કુલ જતા હોય તો એમના દફતર પર તેમનું નામ અને તમારી કોન્ટેક ડીટેલ લખો. આજકાલ ઘણી એવી સ્કુલ પણ છે જે દરેક વિદ્યાર્થીને તેમની દરેક નોટ અને ચોપડીના આગળ અને પાછળ એમ બંને બાજુ પોતાના માતા પિતા અને જે ગાડી કે રીક્ષામાં તેઓ આવે છે એ ડ્રાઈવરની કોન્ટેક ડીટેલ લખાવે છે.

ઉપર જણાવેલ બધી વિગતો જો તમારું બાળક જાણતું હોય તો ખુબ સારી વાત છે. અને હવે તો સ્કુલ ફરી ચાલુ થવાની છે તો એકવાર રીવીઝન કરાવી લેશો અને પાસવર્ડ પણ સેટ કરી દેજો. જો તમારા બાળકને ઉપરની વિગતો તતમે જયારે શીખવાડો તો ખુબજ પ્રેમથી અને કાળજી રાખીને શીખવાડજો.

આ માહિતી તેમને કેવી લાગી જણાવશો અને શેર કરો આ માહિતી બીજા મિત્રો સાથે જેથી તેમના બાળકો પણ સુરક્ષિત રહી શકે.

લેખક : અશ્વિની ઠક્કર.

શેર કરો આ માહિતી બધા સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી