વાર્તા નું મોરલ જે પણ સમજી જશે, સફળતા તેના કદમ ચુંમશે

એક ખુબ શ્રીમંત પરિવારનો નવયુવાન વિમાનના એક્ઝીક્યુટીવ ક્લાસમાં મુસાફરી કરી રહ્યો હતો. વિમાને ઉડાન ભર્યા બાદ થોડા સમય પછી એર હોસ્ટેસ વેલકમ ડ્રીંક્સ આપવા માટે આવી. પેલા નવયુવાને વિનમ્રતા પૂર્વક પીણું લેવાની ના પાડી. એર હોસ્ટેસે કહ્યુ , ” અરે , સાહેબ આ તો કોમ્પ્લીમેન્ટ્રી ડ્રીંક્સ છે આ માટે તમારે કોઇ વધારાનો ચાર્જ ચુકવાનો નથી. ”

યુવાને શાંતીથી જવાબ આપતા કહ્યુ , ” હું અભણ માણસ નથી. મને ખબર છે કે મારે આ પીણા માટે કોઇ વધારાનો ચાર્જ ચુકવવાનો નથી પરંતું મને એ વાતનો પણ ખ્યાલ છે કે આ પીણામાં આલ્કોહોલ હોય છે અને હું આલ્કોહોલ નથી લેતો માટે હું મનાઇ કરુ છું.”

એર હોસ્ટેસને પોતાની કંપનીનું અપમાન થતું હોય એમ લાગ્યુ આથી થોડા સમય પછી એ ફરી પાછી આવી અને એક અત્યંત આકર્ષક નાની બોટલ પેલા યુવાનને બતાવતા કહ્યુ , ” સાહેબ , આ દુનિયાનું સૌથી મોંઘુ ડ્રીંક છે અમે આ અમારા ખાસ ગ્રાહકોને જ આપીએ છીએ. આપ અમારા ખાસ ગ્રાહક છો આથી આપના માટે આ ડ્રીંક લાવી છું.”

યુવાને એર હોસ્ટેસને કહ્યુ , ” આપનો આભાર , આપનો આગ્રહ જોતા મે નક્કી કર્યુ છે કે હું આ ડ્રીંક્સ લઇશ. ” વાત સાંભળતા જ એર હોસ્ટેસ મનમા મલકાઇ. હજુ એ કંઇ બોલે એ પહેલા જ પેલા યુવાને કહ્યુ , ” પરંતું તમારે આ ડ્રીંક્સ મને આપતા પહેલા આ વિમાન ચલાવનાર પાઇલોટને આપવું પડશે. ”

એર હોસ્ટેસે કહ્યુ , ” અરે , તમે આ કેવી વાત કરો છો ? પાઇલોટને એ વિમાન ચલાવતો હોય ત્યારે ડ્રીંક્સ ન આપી શકાય. આ પ્લેનને યોગ્ય રીતે ચલાવવાની અને તમામ અડચણોની વચ્ચે એને બચાવવાની એમની જવાબદારી છે.”

યુવાને કહ્યુ , ” બહેન . આ પાઇલોટની જેમ હું પણ મારી ફરજ પર છું અને મારી ફરજ 24 કલાકની છે. પ્રભુએ મને આ જગતમાં મોકલ્યો છે અને મને મારો ઇમાન બચાવવાની ફરજ સોંપી છે તો હવે મને કહો કે હું મારી આ ઇમાન બચાવવાની ફરજ નીભાવી રહ્યો છું ત્યારે ચાલુ ફરજે ડ્રીંક્સ કેવી રીતે લઇ શકુ ? ”

મોરલ :

મિત્રો , આપણે પણ આપણા ઇમાનની સાથે સાથે આપણા પરિવારને બચાવવાની ફરજ નીભાવવાની છે. આપણી આ ફરજ 24 કલાકની છે. પાઇલોટની જેમ આપણે પણ આ જીવનરૂપી પ્લેનના પાઈલોટ છીએ તેથી આપણે પણ સજાગ, જાગૃત અને કાર્યાન્વિત રહેવાની જરુર છે જ ! આપણા કોઇ કામને કારણે પરિવાર મુશ્કેલીમાં ન આવી જાય એનું ધ્યાન રાખવાનું છે.

સંકલન – દીપેન પટેલ

ખુબ સુંદર અને સમજવા જેવી માહિતી છે આજે જ શેર કરો દરેક મિત્ર સાથે..

ટીપ્પણી